બાહુબલીના ભલ્લાલ દેવે ગર્લફ્રેન્ડને કંઇક આ રીતે કર્યું પ્રપોઝ, શું તમે જોઇ રોમેન્ટિક તસવીર?

દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા રાણા દગ્ગુબાતી હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ બાહુબલીમાં રાણા દુગ્ગુપાટીએ ભલ્લાલદેવનું પાત્ર નિભાવીને દર્શકોને તેના દિવાના બનાવી દીધા હતા. બોલીવૂડ હોય, હોલીવૂડ હોય કે પછી ટોલીવૂડ હોય અભિનેતા તેમજ અભિનેત્રીઓ ફિલ્મો ઉપરાંત પોતાની રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સની નજર સતત તેમના માનિતા સ્ટાર્સના સોશિયલ અકાઉન્ટ પર રહે છે કે ક્યારે તેઓ નવી તસ્વીર શેર કરે અથવા તો ક્યારે તેઓ પોતાની રીલેશનશીપ વિષે જણાવે. ફેન્સ હંમેશા તેમના વિષે જાણવા આતુર રહે છે. આવું જ કંઈક થયું છે આપણા ભલ્લાલદેવ એટલે કે રાણા દગ્ગુબાતી સાથે. તેમણે પોતાની રિલેશનશિપને કન્ફર્મ કરતી એક તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

image source

અભિનેતા અને અભિનેત્રીઓનું નામ કોઈની સાથે જોડાય તે આમ તો હવે એક સામાન્ય વાત થઈ ગઈ છે. પણ એવું ઘણી ઓછી વાર થતું હોય છે કે કોઈ અભિનેતા કે અભિનેત્રી પોતાના રિલેશનશિપને લઈને ખુલીને સામે આવે. પણ રાણાએ ખુલ્લેઆમ પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. રાણાની આ પોસ્ટ બાદ એક બાજુ તેના મિત્રો અને ફેન્સ ચકિત થઈ ગાય છે તો બીજી બાજુ તેણે પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. રાણાએ સોશિયલ મિડિયા પર એક સુંદર તસ્વીર શેર કરી છે અને સાથે સાથે લોકોને જણાવ્યું છે કે તે કોને ડેટ કરી રહ્યા છે.

image source

રાણા દગ્ગુબાતીએ પોતે સોશિયલ મિડિયા દ્વારા જણાવ્યું કે તે મિહીકા બજાજને ડેટ કરી રહ્યો છે. મિહિકા સાથે રાણાએ એક તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘અને તેણીએ હા કહી દીધું’ રાણાએ આ તસ્વીર પોતાના ટ્વિટર અકાઉ્ટની સાથેસાથે ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. અને કેપ્શનમાં રાણાએ એક હાર્ટનું ઇમોજી પણ મુક્યું છે.

રાણાની આ પોસ્ટ પર માત્ર તેમના ફેન્સે જ નહીં પણ કેટલાક સિતારાઓએ પણ અભિનંદન પાઠવ્યા છે. કેટલાએ દક્ષિણ ભારતીય કલાકારોની સાથે સાથે હિન્દી ફિલ્મોના કલાકારોએ તેમને નવા જીવનમાં પ્રવેશ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.

Baahubali's Bhallaladeva scouts for content creators - The Hindu ...
image source

જો તમને એ જાણવાનું કુતુહલ થતું હોય કે મિહિકા બજાજ કોણ છે તો તમને જણાવી દઈએ કે તેણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ જ લેવા દેવા નથી તેણી એક ઇન્ટિરિયર ડિઝાઈનર છે. તેણી ડ્યૂ ડ્રોપ નામનો ઇન્ટિરિયર સ્ટુડિયો ધરાવે છે. આ ઉપરાંત તેની આ કંપની વેડિંગ પ્લાનરનું પણ કામ કરે છે.

Rana Daggubati is blind in one eye! Bahubali 2 villain ...
image source

તમને જણાવી દઈએ કે રાણા દગ્ગુબાતી દક્ષિણ ભારતીય સિનેમાંની સાથે સાથે હિન્દી સિનેમામાં પણ સક્રીય છે. રાણા 2011માં, દમ મારો દમમાં અભિનેત્રી બિપાશા બાસુ સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેણે હાઉસફુલ 4, ધ ગાજી એટેક, બેબી અને યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.