આટલા દિવસ છે ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં મેઘની મહેર!

ગુજરાત તેમજ દેશ ભરમાં હાલમાં મેઘની મહેર જામી છે. વરસાદના કારણે હવે અનેક જગ્યાઓ પર પાણીનો અતીપ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં આગામી ૫ દિવસ સુધી જામેલી મેઘની મહેર વચ્ચે ફરી એકવાર ૫ દિવસ સુધી ભારે વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલમાં સૌથી વધારે વરસાદ ભુજમાં ૨.૫ ઇંચ જેટલો નોધાયો છે. જ્યારે કડી અને સાયલામાં ૨ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો.

Image Source

૨૪ કલાકમાં રાજ્યના ૧૩૯ તાલુકામાં વરસાદ

હાલમાં આખાય રાજ્યમાં છૂટો છવાયો તેમજ ભારે અને અતિ ભારે વરસાદ રાજ્ય ભરના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે. એવા સમયે સમયે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે ગત રોજ એટલે કે પાછળના ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૩૯ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. આ દરેક તાલુકાના વરસાદમાં ભુજમાં પડેલો ૨.૫ ઇંચ વરસાદ સૌથી અવ્વલ નંબર પર છે.

Image Source

કડી તાલુકામાં પોણા ૨ ઇંચ જેટલો વરસાદ

રાજ્ય ભરમાં હાલ વરસાદ અવિરત પડી રહ્યો છે. અનેક જીલ્લાઓ અને તાલુકામાં વરસાદ એટલો વધારે છે કે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તો કેટલાક ગામોમાં તો પાણીના પ્રવાહના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. એવા સમયે રાજ્યભરમાં જળસપાટી ઉપર આવી છે. રાજ્યના કડી તાલુકામાં પોણા ૨ ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. આ સિવાય જાફરાબાદ, ઉના, રાજકોટ, સુરત, ધ્રોલ, જામજોધપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. તો બીજી તરફ કામરેજ, ભાણવડ, વેરાવળ અને જોટાણામાં 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે ટંકારા, વિંછીયા, પાદરા, ખંભાળિયા, થાનગઢ, હાંસોટ, માણસા, સુત્રાપાડા, તલાલા, માંડવી, રાજુલા, કોડીનાર, વાંકાનેર, પડધરીમાં વગેરેમાં પણ લગભગ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Image Source

આવનારા પાંચ દિવસ વરસાદની આગાહી

વર્તમાન સમયે આખાય ગુજરાત રાજ્યમાં જ્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે હવામાન ખાતા દ્વારા ફરી એક વખત રાજ્યભરમાં આવતીકાલથી જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી ૫ દિવસ રાજ્ય ભરમાં વરસાદનો માહોલ યથાવત જોવા મળશે. આવનારા પાંચ દિવસ વરસાદની દ્રષ્ટીએ ગુજરાતમાં સારા રહેશે. આ પાંચ દિવસમાં મેઘની મહેર આખાય રાજ્યભરમાં જોવા મળશે. જો કે આગાહી પ્રમાણે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

Image Source

રાજ્યમાં સીઝનનો ૨૯ ટકા વરસાદ પડયો

આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા આજે મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજવિરમગામ અને પાલનપુરમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહીત વડોદરામાં મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. જો કે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનના ૨૯ ટકા જેટલો વરસાદ થઇ ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.