કોમેડિયન ભારતી સિંહની આદતોથી પતિ પરેશાન – એક ભૂલ પડી હજારો રૂપિયામાં

ભારતીની આદતોથી તેના પતિ વારંવાર મુકાય છે મુશ્તકેલીમાં, આવા કારણોથી ચુકવવા પડ્યા હતા હજારો રૂપિયા.

લોકડાઉનના આ સમય દરમિયાન ઘરમાં બેઠેલ દર્શકોને ભારતીય કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લીંબાચીયા ખુબ મનોરંજિત કરી રહ્યા છે. ભારતી અને હર્ષએ હાલમાં જ ટીવી પર પોતાનો એક શો ‘હમ, તુમ ઔર ક્વોરેન્ટાઇન’ શરુ કર્યો છે. જેમાં તે પોતાની અસલી જિંદગીના નાના-મોટા કિસ્સાઓને પોતાના દર્શકોની સાથે શેર કરે છે.

image source

કેટલાક દિવસ પહેલા જ હર્ષ અને ભારતી ટીવી અભિનેત્રી મીર દેવસ્થલેની સાથે સોશિયલ મીડિયા પર લાઇવ આવ્યા હતા. તે સમયે તેમણે પોતાના પ્રસંશકો સાથે વાતચીત કરી અને તેમને ઘણા બધા સવાલોના જવાબ પણ આપ્યા. આ દરમિયાન હર્ષ અને ભારતીએ પોતાની યુરોપ યાત્રાનો એક યાદગાર કિસ્સો પણ પોતાના પ્રસંશકોની સાથે શેર કર્યો.

હર્ષ જણાવે છે કે, ભારતી જયારે ભારતથી બહાર જાય છે તો તે બહારના ભોજનને ખુબ જ ઓછો હાથ લગાવે છે. હર્ષ કહે છે કે, ‘ભારતી અને હું છેલ્લી વાર જયારે યુરોપ ગયા હતા તો ભારતીએ પોતાની સાથે આઠ કિલો લોટ, દાળ અને ચોખા લઈ લીધા હતા. કેમ કે, તેને બહારનું ખાવા પીવાનું બિલકુલ પસંદ નથી.’

image source

ભારતી સિંહના પતિ હર્ષ વધુ જણાવતા કહે છે કે, ‘આ બધી વસ્તુઓના ચક્કરમાં અમારી હવાઈ જહાજમાં ૪૦ કિલો વજન મફતમાં લઈ જવાની મર્યાદા પણ ખતમ થઈ ગઈ હતી અને અમારે વધારે વજનના સામાનના કારણે પુરા ૮૦ હજાર રૂપિયા વધારે આપવા પડ્યા હતા.’ ભારતીને પોતાની હાજર જવાબી માટે જાણવામાં આવે છે. હર્ષના આ કિસ્સા જણાવ્યા પછી તેઓ પણ ક્યાં ચુપ રહેવાના હતા.

image source

હર્ષના આ કિસ્સો સંભળાવ્યા પછી ભારતી તરત જ જવાબ આપી દીધો કે, ‘અમે પણ એ લોટ, ચોખા અને દાળના કારણે ઘણા બધા રૂપિયા બચાવી લીધા છે. નહિતર અમારે ૮૦ હજાર કરતા પણ વધારે રૂપિયા બહારના ભોજન પર કામ વગર જ ખર્ચ કરવા પડત.’ ત્યાર પછી પણ હર્ષ અને ભારતીની વચ્ચે હસી મજાક ચાલતી રહે છે.