ભારતીય રેલવેની સૌથી ધીમી ગતિએ ચાલતી પેસેન્જર ટ્રેન વિશે તમે કેટલુ જાણો છો?

શું તમે જાણો છો કે ભારતમાં રેલવે નેટવર્ક કેટલું મોટું છે ? કદાચ આ આર્ટિકલ વાંચનારા મોટાભાગના વાંચકોને તેનો ચોક્કસ આંકડો ખબર નહિ હોય તો અમે જણાવી દઈએ કે ભારતીય રેલવે નેટવર્ક 66687 કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. ભારત દેશના લગભગ દરેક વયસ્ક નગરીકે પોતાના જીવનમાં ઓછામાં ઓછી એક વખત તો મુસાફરી કરી જ હશે. રેલવે ભારતના ગરીબ, મધ્યમ અને ધનિક એમ ત્રણેય વર્ગના લોકો માટે ઉપયોગી પરિવહન છે. ભારતીય રેલવે વિષે એ જાણવું પણ જરૂરી અને જ્ઞાનપ્રદ છે કે ભારતનું રેલવે તંત્ર વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકી ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. અને આ નેટવર્કમાં 7216 રેલવે સ્ટેશન તથા 119630 કિલોમીટરનો ટ્રેક શામેલ છે. જેનો ઉપયોગ દૈનિક લગભગ અઢી કરોડ લોકો કરે છે જે યુરોપના અનેક દેશોની કુલ જનસંખ્યા બરાબર છે.

IMAGE SOURCE

ખેર, આપણે મૂળ વાત પર આવીએ. બની શકે કે કદાચ તમે ક્યારેક ભારતની સુપર ફાસ્ટ અને પવન વેગે દોડતી ટ્રેનોમાં મુસાફરી કરી હોય અને તેનો અનુભવ પણ યાદગાર રહ્યો હોય. પરંતુ શું તમે ભારતીય રેલવેની સૌથી ધીમી ચાલનારી ટ્રેન વિષે સાંભળ્યું છે ? નહિ ને ? તો આવો આજે આપણે ભારતની સૌથી ધીમી ગતિએ ચાલનારી ટ્રેન વિષે વાત કરીએ.

image source

મેટૂપાલયમ ઉટી નીલગીરી યાત્રી ટ્રેનને ભારતની સૌથી ધીમી ગતિએ ચાલનારી ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રેન એટલી ધીમી ચાલે છે કે તમે આરામથી પ્લેટફોર્મ પર ઉતરી ચા પીને ફરીથી ટ્રેનમાં બેસી શકો. આ ટ્રેનની એવરેજ સ્પીડ 16 કિલોમીટર પ્રતિ કલાકની છે. વળી ક્યાંક ક્યાંક તો આ ટ્રેની ગતિ માત્ર 10 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થઇ જાય છે.

image source

ઉલ્લેખનીય છે કે નીલગીરીના પ્રખ્યાત પહાડો વચ્ચે વસેલું એવું ઉટી એક કુદરતી સૌંદર્યથી ભરપૂર મનમોહક ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે અને કુદરતી માહોલમાં જીવનના પોતાના યાદગાર દિવસો વિતાવે છે. ત્યારે મોટાભાગના પર્યટકો અહીંની આ મેટૂપાલયમ ઉટી નીલગીરી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરવાનો પણ આનંદ લેવાનું ચુકતા નથી.

image source

જો તમારે પણ ક્યારેક રજાના દિવસો ગાળવા આ તરફ ફરવા જવાનું થાય તો તમે પણ આ મેટૂપાલયમ ઉટી નીલગીરી યાત્રી ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ જરૂર માણજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.