ભોપાલમાં દિવાળી પહેલા આ પરિવારો પર તૂટી પડ્યુ આભ, જમીન ઘસી પડવાથી 4 બાળકોના થયા કરુણ

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં 4 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની પાસે બરખેડી ગામમાં માટી ખોદતી વખતે જમીન ધસી પડતાં 4 બાળકોના મોત થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દિવાળીના તહેવાર પહેલા આ પરિવારોમાં માત છવાયો છે. અચાનક આવી પડેલી આ આફતથી લોકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના બરખેડી ગામમાં 7 બાળકો માટી ખોદવા ગયા હતા જેમાં 6 બાળકો દટાયા હતાં. જેમાંથી 4 બાળકોને સારવાર અર્થે લઈ જતી વખતે જ રસ્તામાં જ મોત થયું હતું. જ્યારે હાલમાં 2ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

image source

બાળકોની ઉંમર 5થી 12 વર્ષની

આ બાળકોની ઉંમર 5થી 12 વર્ષની બતાવવામાં આવી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હમીદિયા હોસ્પિટલ મોકલી દેવાયા છે. ભોપાલના સુખી સેવનિયા વિસ્તારના ગ્રામ બારખેડી ગામે સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માટી ખોદનારા ચાર બાળકોનાં જમીન ધસી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે. તો બીજી તરફ, પરિવારવાળા બાળકોના પોસ્ટમોર્ટમ કરાવવા નથી માંગતા. તેમનું કહેવું છે કે અમારા બાળકો તો ચાલ્યા ગયા, પણ હવે તેમના મૃતદેહ સાથે ચીરફાડ કરાવવા નથી માંગતા. તેઓએ તેમના બાળકોના પોસ્ટ મોર્ટમ માટે શખ્ત મનાઈ ફરમાવી હતી.

image source

4-4 લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત

આ ઘટનાની ગંબીરતાને ધ્યાનમાં લઈને તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. આ ઘટના અંગે કલેકટર દ્વારા મૃતક બાળકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. જ્યારે પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ બાળકોના મૃત્યું પર શોક પ્રગટ કર્યો છે. હાલમાં આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 4 બાળકોના અચાનક મોતથી પરિવાર માટે આભ ફાટી નિકળ્યું છે.

image source

પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે એક બાળક બહાર ઉભો હતો તેનો સદનશીબે બચાવ થયો છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ઇજાગ્રસ્તો બાળકો માટે ઇલાજની સાથે-સાથે દોષિઓને સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. હાલમાં આ ઘટનાને લઈને સમંગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃતકના પરિવારોમાં દિવાળીના તહેવાર પર માતમ છવાયો છે. લોકોના મતે આ ઘટના અંગે જવાબદાર લોકો સામે તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.