ભૂત પ્રેતમાં ન માનવા વાળા વ્યક્તિનો ભેટો જ્યારે ભૂત થી થાય છે (સત્ય ઘટના)

નમસ્તે મિત્રો, અમે તમને આજે એક ખૂબ જ રહસ્યમય અને બેહદ ભૂતિયા ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણી ને તમને આશ્ચર્ય થશે ભૂત અને અદ્રશ્ય શક્તિઓ માં વિશ્વાસ કરવો કે ના કરવો એ માણસના વિશ્વાસ ની વાત છે. કેટલાક લોકો ભૂત પ્રેતો ને સાચા માને છે અને ભૂત પ્રેતોથી ડરતા પણ હોય છે તો બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ આ બધી વાતો ને બકવાસ માને છે. તે લોકો હકીકતમાં ભૂત જેવી કોઈ વસ્તુ હોય તે માનવાનો ઇનકાર કરે છે. આપણી આજ ની વાર્તા એક એવી વ્યક્તિ ની છે કે જે એક સમયે ભૂત પ્રેતમાં માનતો ન હતો, પરંતુ 1998 ની શિયાળા ની એક રાતે તે વ્યક્તિ નો અભિપ્રાય સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો .

image source

આ સાચી વાર્તા એક એવી વ્યક્તિની છે જે ભૂતપ્રેત પર બિલકુલ વિશ્વાસ કરતો ન હતો જેનું નામ રઘુવેન્દ્ર હતું રઘુવેન્દ્ર ભોપાલ ના રાજા ભોજ એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓફિસર તરીકે કામ કરતો હતો રઘુવેન્દ્રએ ક્યારેય તેના સપનામાં વિશ્વાસ કર્યો ન હતો કે તેના તર્ક વિતર્કો પરથી તેનો ભરોસો હંમેશા હંમેશા માટે ઉઠી જશે અને એક ઠંડી અને ડરામણી રાત તેના માટે યાદગાર બની જશે જે રાત તેને ભૂતપ્રેત પર માનવા માટે મજબૂર કરી દેશે ડિસેમ્બર ની ઠંડી રાત્રે, રઘુવેન્દ્ર તેની શિફ્ટ પૂરી કર્યા પછી ઘરે જવા નીકળ્યો હતો, પરંતુ તેની બાઇક એરપોર્ટ થી થોડી જ દૂર બગડી ગઈ હતી.

 

image source

રઘુવેન્દ્રએ તેની બાઇકને સલામત જગ્યાએ ઉભી રાખી અને કાળી અંધારી રાતમાં થોડા દૂર અંતરે આવેલા બસસ્ટેશન પર જઈ બસ દ્વારા આગળ ની મુસાફરી પૂર્ણ કરવાનું નક્કી કર્યું રઘુવેન્દ્ર એક બસસ્ટેન્ડ પર પહોંચ્યો જ્યાં એક સાધુ અને રઘુવેન્દ્ર સિવાય બીજું કોઈ ન હતું અને રઘુવેન્દ્રના સ્વભાવને કારણે રઘુવેન્દ્ર ની વાતચીત તે સાધુ સાથે થવા લાગી હવે વાતચીત ધીરે ધીરે ભૂત પ્રેતો સુધી પહોંચી ગઈ હતી અને આ વાતો શરૂ થતાં જ રઘુવેન્દ્ર એ ભુત પ્રેત વિશે તેનો મંતવ્ય જણાવવાનું નું શરૂ કર્યું અને પેલો અઘોરી સાધુ રઘુવેન્દ્ર ને સતત ને સતત ભૂત પ્રેત સત્ય હોય છે.

એવું સમજાવવા મથી રહ્યો હતો અને એમ પણ કહેતો હતો કે જો કોઈ તેમની પકડમાં ફસાઈ જાય છે તો તે વ્યક્તિ નો જીવ જોખમ માં આવી જાય છે પરંતુ રઘુવેન્દ્ર આ વાત માનવા રાજી ન હતો વાત વાતોમાં તેણે અઘોરી ને કંઈક એવું કહ્યું, જે પેલા સાધુ ને ખરાબ લાગ્યું અને સાધુ એ પોતા ની સાચી ઓળખ આપતા કહ્યું કે તે કોઈ સામાન્ય સાધુ નથી તે એક અઘોરી સાધુ છે તેણે દાવો કર્યો હતો કે તે પોતાની શક્તિઓ થી આત્માઓ સાથે વાત કરી શકે છે આ સાંભળી ને રઘુવેન્દ્ર એ તેની મજાક ઉડાવવા નું શરૂ કર્યું અને તેમની બધી વાતો એકદમ નકારી કાઢી તે અઘોરી એ રઘુવેન્દ્ર ને કહ્યું કે જો તે તેની સાથે નજીકના સ્મશાનમાં આવી શકે તો તે પોતાના દાવા સાબિત કરી શકે છે.

image source

રઘુવેન્દ્ર તો ઉત્સાહિત થઈ ગયો અને તે અઘોરી સાધુ સાથે જવા માટે માની ગયો. તે જાણતો ન હતો તેનો આ નિર્ણય તેના જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે આ સ્મશાન ઘાટ રઘુવેન્દ્ર ના ઘરથી થોડેક કિલોમીટર જ દૂર હતો અને ત્યાં પહોંચ્યા પછી, અઘોરી સાધુએ તેની વિધિઓ કરવા માંડી. તેણે એક લાકડી લઈ ને જમીનમાં ખોડી દીધી અને એક દોરીને લાકડી સાથે બાંધી દીધી અને દોરીનો બીજો છેડો રઘુવેન્દ્રને આપ્યો અને તેને દૂર બેસી રહેવા કહ્યું.અઘોરીએ રઘુવેન્દ્રને ચેતવણી આપી કે જે થાય તે પણ તું આ દોરીનો છેડો છોડતો નહીં.

હવે રઘુવેન્દ્ર થોડો થોડો ડરવા લાગ્યો હતો પણ તેમ છતાં તેના મનમાં વિશ્વાસ હતો કે આ બધો એક ઢોંગ છે અને અઘોરી પોતાના દાવા સાબિત કરી શકશે નહીં, અઘોરી એ દોરી નીચે એક લાઈનમાં કેટલાક પતાસા અને ખાંડ મૂકી અને કેટલાક મંત્રો બોલવા લાગ્યો મંત્ર બોલતી વખતે અઘોરીના હાવભાવ અને મુદ્રાઓ જોઈને રઘુવેન્દ્ર થોડો ડરી ગયો હતો પણ રઘુવેન્દ્રએ નક્કી કરી લીધું હતું કે હવે તેની પાસે જે આ દોરી છે તેને કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. એ અઘોરિ એ રઘુવેન્દ્રને આંખો બંધ કરવાનું કહ્યું અને પછી મંત્રો પુરા થયા પછી ફરી આંખો ખોલવાનું કહ્યું રઘુવેન્દ્રએ કંઈક એવું જોયું જે તેને આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. તે જોઈને રઘુવેન્દ્ર ની આંખો ફાટી ગઈ હતી અને સાધુએ કહ્યું, આ એજ મૃત લોકો છે જેને આ સ્મશાન માં જ અગ્નિસંસ્કાર અપાયો હતો.

image source

અઘોરીએ રઘુવેન્દ્રને ફરી એક વખત કડક શબ્દોમાં ચેતવણી આપી કે જ્યાં સુધી આત્માઓ તેમના આગળ રાખેલો ખોરાક પૂરો ના કરે ત્યાં સુધી તે દોરી છોડે નહિ પરંતુ અત્યારે રઘુવેન્દ્ર ડરમાં થર થર કંપી રહ્યો હતો અને પોતાની ગભરામણ ને કાબૂમાં કરી શકતો ન હતો ગભરામણ ને લીધે રઘુવેન્દ્ર ના હાથ માંથી દોરી છૂટી ગયી હતી દોરી છૂટતાની સાથે જ તે સ્મશાન ગૃહ થી ભાગી ગયો હતો તે હજી પણ વિશ્વાસ કરી શક્યો ન હતો કે તેણે એવા લોકો ની આત્મા જોઈ હતી કે જેને તેણે પોતાની આંખોથી મરતા હતા જ્યારે રઘુવેન્દ્ર તેના ઘર તરફ ભાગતો હતો, ત્યારે તેને એવો આભાસ થતો હતો કે કોઈ તેનો પીછો કરે છે અને તેને કોઈ તેના નામથી “રઘુવેન્દ્ર” થી બોલાવી રહ્યું છે.

image source

તે રાત્રે રઘુવેન્દ્ર મુશકેલી થી તેના ઘરે પહોંચ્યો હતો ઘરે આવીને તેણે તેના માતા – પિતા ને આખી વાત જણાવી રઘુવેન્દ્રને ખૂબ ગભરાયેલો જોઈ તેના માતાપિતાએ પણ રઘુવેન્દ્રની વાત સાચી માની લીધી હતી અને તેના માતા – પિતા એ રઘુવેન્દ્રએ શાંત થઈ સુઈ જવા કહ્યું પણ બીજા દિવસે સવારની ઘટના વધુ ભયંકર હતી જ્યારે રઘુવેન્દ્ર સૂતો હતો ત્યારે તે તેના ઘરે હતો અને બીજે દિવસે સવારે રઘુવેન્દ્ર ના માતા – પિતા ને તે સ્મશાનમાં સૂતો મળે છે પેલી દોરી હજી પણ તેના હાથમાં હતી ત્યારે રઘૂવેન્દ્રના માતા પિતા તેને શું થયું હતું એ પૂછી રહ્યા હતા પણ રઘુવેન્દ્ર કૈક અજીબ જ જવાબો આપી રહ્યો હતો અને ત્યારબાદ રઘુવેન્દ્ર ને દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંના ડોકટરો એ તેના માતા – પિતા ને કહ્યુ કે રઘુવેન્દ્ર તે તેની માનસિક સ્થિતિ હવે પહેલા જેવી રહી નથી તે તેનું માનસિક સમતોલન ખોઈ ચુક્યો છે.

image source

આ ઘટનામાં સૌથી મોટું રહસ્ય તો એ છે કે કે તે રાત્રે રઘુવેન્દ્ર સાથે શુ થયું હતું ? અને તે ઘરે સૂતો હતો પણ સવારે અચાનક સ્મશાન માં કઇ રીતે પહોંચી ગયો હતો ? અને પેલો માયાવી અઘોરી કોણ હતો કે જે તે રાત્રે રઘુવેન્દ્રને બસ સ્ટેન્ડ પર મળ્યો હતો . તમારું આ ઘટના વિશે શું કહેવું છે તે તમે અમને નીચે કમેન્ટના માધ્યમ થી જણાવી શકો છો અને જો તમારી કે તમારા મિત્રોની સાથે આવી કોઈ ડરામણી ઘટના ઘટી હોય તો નીચે કમેન્ટમાં લખવાનું ચુકતા નહિ .