શું તમને ખબર છે આ ભૂતિયા ટ્રેન વિશે? જેમાં ફસાયા હતા અધધધ…લોકો પણ નથી કોઇનો આજે અતોપતો

નમસ્તે મિત્રો, આ લેખમાં આપનું સ્વાગત છે તમારા ઘરમાં કોઈ ભૂત પ્રેત આવી જાય અને તમારા ઘર અથવા તેના સભ્યો પર તેની ખરાબ અસર પડે તેવી અનેક ઘટનાઓ તમે જોઇ અને સાંભળી જ હશે , અમેં લોકો આજના આ લેખમાં કેટલીક એવી ઘટનાઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ જેને જાણીને આપડા શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી પ્રસરી જાય છે પણ શું થાય જો આખી ટ્રેન ભૂત બની જાય , હા મિત્રો તમેં એકદમ સાચું વાંચ્યું છે કે એક એવી ટ્રેન જે નિર્જીવ હોવા છતાં જીવંત છે અને આ ટ્રેન ને જોઈને જ ઘણા લોકો એ રીતે ડરતા હોય છે જેમકે તેમણે કોઈએ ભૂત અને પ્રેત ના જોયા હોય આથી આ ટ્રેનને ” ઘોસ્ટ ટ્રેન ” તરીકે પણ ઓળખવા માં આવે છે લોકો દવારા આ ટ્રેન ને જોવાની ઘણી ઘટનાઓ સામેં આવી છે અને આ ટ્રેન ક્યાંથી આવીને ક્યાં ગુમ થઇ જાય છે તે કોઈને પણ ખબર નથી. ઘણા લોકો આ ટ્રેન ને ભૂત માને છે , આ ઉપરાંત ઘણા લોકો કહે છે કે તે ટ્રેન ટાઈમ ટ્રાવેલિંગ નું મશીન છે જે સમય ની આગળ અથવા સમય ની પાછળ ચાલી રહી છે પર કેટલાક લોકો એમ પણ કહે છે કે આ ટ્રેન એક બીજા બ્રહ્માંડ અથવા કોઈ અન્ય દુનિયામાં થી આવી હતી અને ટાઈમ લુપમા ફસાઈ ગયી હતી તો ચાલો દોસ્તો જાણીએ ટ્રેન નીં હકીકત અને અને શરૂ કરીએ આજનો આર્ટિકલ..

image source

14 જૂન 1911 ના રોજ , રોમથી જેન્ટી નામની એક ટ્રેન ચાલી રહી હતી , આ ટ્રેન માં 106 જેટલા મુસાફરો સવાર હતા જેઓ ” સાઈટ સીઇંગ ” એટલે કે દિશા ભ્રમણ માટે આ ટ્રેનમાં ચડયા હતા , જો કે ટ્રેનનો આગળ નો સ્ટોપ એક હિલ સ્ટેશન હતો જે કઈ વધુ દૂર ન હતો પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલાં કોઈને ખબર ન હતી કે તે લોકો એવા પ્રવાસ પર નીકળવાના હતા કે જેનું કોઈ અંતર કે કોઈ સ્ટોપ ન હતું આ ટ્રેનને તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે લગભગ 1 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થવું પડતું હતું પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે આ ટ્રેન ટનલના એક છેડેથી અંદર તો ગઈ પણ બીજા છેડેથી ક્યારેય પાછી આવી ન હતી ત્યારે તે સમયે લોકોએ વિચાર્યું કે આ ટ્રેન કદાચ આ ટનલની અંદર અટવાઇ ગઈ હશે અથવા ટ્રેનમાં કોઈ ખામી સર્જાઈ હશે. લોકો પોતાની આ આશંકા ને કારણે રોમ પોલીસના કેટલાક પોલીસકર્મી ઓ અને રેલ્વે ઓથોરિટીના કેટલાક લોકો આ સુરંગમાં ટ્રેન શોધવા નીકળ્યા હતા.

image source

જેમ જેમ તેઓ અંદર જતા હતા તેમ તેમ , તે લોકોની ઉત્સુકતા અને ડર વધી રહ્યો અને જોત જોતામા આ બધા લોકો ટનલ ના બીજા છેડા સુધી પહોંચી ગયા હતા આ ઘટના 14 જૂને બની હતી , દરેક જણ આ વિશાળ ટ્રેન ના ગાયબ થવાના થી અચાનક અચંબામાં મુકાઈ ગયા હતા આ ટ્રેન કેવી રીતે અને ક્યાં ગાયબ થઈ તે હજુ સુધી એક કોયડો જ હતો કોઈ આ કોયડો ઉકેલે તે પહેલા જ્યારે 2 લોકો રોમન પોલીસ ડિપાર્ટમેન્ટ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તે બંને એ જ ટ્રેનના મુસાફરો છે અને ટ્રેનના ટનલમાં પ્રવેશવા ના થોડા જ ક્ષણો પહેલા જ અમે લોકો કુદી ગયા હતા, કારણકે અમને કંઇક અયોગ્ય બની રહયુ હોય તેવું લાગતું હતું અને તે લોકો એ સુરંગ ના એક છેડે થી સફેદ ધુમાડો નીકળતો જોયો હતો . આ બે માણસોએ આપેલા આ નિવેદને આ રહસ્યને વધારે જટિલ અને રસપ્રદ બનાવ્યુ હતું પરંતુ રેલવે વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ટનલ ને બંને બાજુએ થી લોક કરી દેવામાં આવતી હતી.

image source

આ ટ્રેનમાં ગુમ થયેલા લોકો ના પરિવારના એક સભ્યને 1926 ના આર્કાઇવ રેકોર્ડમાં નોંધવામાં આવેલી બાબતો જોઈ ને આંચકો લાગ્યો હતો તેના એક અહેવાલમા કઈક એવું મળ્યું હતું કે જેણે દરેક લોકો ને સ્તબ્ધ કરી દીધા હતા આ અહેવાલ મુજબ, 1845 માં મેક્સિકો માં 104 લોકોને પાગલ ખાનામાં એક સાથે દાખલ કરવામાં આવ્યા હતા આ 104 લોકો કોણ હતા અને તેઓ કયાંથી આવ્યા છે તે કોઈને ખબર નહોતી પણ એક વાત આ ઘટનાને આશ્ચર્યજનક બનાવતી હતી અને એ વાત એ હતી કે આ તમામ 104 લોકો ઇટાલિયન હતા અને તે બધા લોકો ના કહેવા મુજબ તે લોકો રોમથી મેક્સિકો આવ્યા હતા આ લોકોનું નિવેદન અને 1911 માં ઘટેલી ટ્રેનની ઘટના જે બરોબર મેળ ખાતી હતી પરંતુ આશ્ચર્ય જનક વાત એ હતી કે તે 1911 માં બનેલી ઘટનાનો ભોગ બનેલા લોકો ને 18 વર્ષ પહેલા કેવી રીતે પાગલ ખાના મા દાખલ કરવામાં આવ્યા હશે ?

image source

આ 104 લોકો કોણ હતા અને ક્યાં સ્થળે થી આવ્યા હતા , તે કોઈને ખબર ન હતી કે પણ જો આ લોકો નું કહેવું માનવામાં આવે તો તે લોકો એ કહ્યું કે તેઓ રોમથી મેક્સિકો થી ટ્રેનમાં આવ્યા છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે રોમથી મેક્સિકો નું અંતર આશરે 10,234 કિલોમીટર છે અને તેમની વચ્ચે એક વિશાળ સમુદ્ર છે પણ આવેલો છે આથી આટલી લાંબી મુસાફરી કરતા જહાજો પાસેથી તેમની ગ્રાહકોની સૂચિ મંગાવવામાં આવી પરંતુ તેમાં આ 104 લોકો માથી 1 પણ નો ઉલ્લેખ ન હતો તો પછી તે પાગલ ખાના માં એક સાથે એક ભાષા બોલતા એક જ દેશના લોકો કયા થી આવ્યા , તે લોકોમાંથી એક વ્યક્તિ ની પાસે એક ટોબેકો બોક્સ હતું જેના પર લખેલા કંપની નામ સાથે તેની સાલ પણ લખવામાં આવી હતી ” 1907 ” આ બોક્સ આજે પણ મેક્સિકો દ્વારા જપ્ત કરવામાં આવેલુ છે આ રહસ્યમય ટ્રેન છેલ્લે ક્યાં ગાયબ થઈ ગઈ હતી ? એ પણ એક કોયડો હતો પરંતુ આ ઘોસ્ટ ટ્રેન રશિયા ભારત, જર્મની , ઇટાલી અને રોમાનિયાના ઘણા ભાગોમાં આજદિન સુધી ઘણી વખત જોવા મળી છે.

image source

તમામ પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે તેઓએ જોયેલી આ ટ્રેન અચાનક તેમની સામે આવી અને આ ટ્રેનમાં માત્ર ત્રણ જ ડબ્બા હતા જે લોખંડના જાડા અને લાંબા પાઇપથી જોડાયેલા હતા, આ વાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે 5 વર્ષથી . જુદી જુદી જગ્યાએ જોવા મળતી અને અચાનક દેખાતી ટ્રેન એક સરખી જ હતી. 1951 માં આ ટ્રેન અચાનક પોલ્ટાવા માં જોવા મળી હતી અને તે સમયે ત્યાં હાજર એક પેરાનોર્મલ એક્સપર્ટ આ ટ્રેન મા ચડ્યો હતો જે ત્યાર થી કાયમ માટે ગાયબ થઈ ગયો હતો અને આજ પણ તે માણસ ની શોધ ચાલુ છે, આ ટ્રેન કોઈ ભૂતિયા ઘટના નો ભોગ બનેલી છે કે આ ટ્રેન ટાઈમ લુપ મા ફસાઈ ને આગળ – પાછળ ભટકતી રહે છે આજે પણ આ ટ્રેન વિશે ઘણા પ્રશ્નો એવા છે કે જેનો જવાબ કોઈની પાસે નથી .