બીગ બીના અદ્ભૂત કલેક્શનમાંથી ઓછી થઈ ગઈ એક વૈભવી કાર, ફોર્ચ્યુનરથી પણ ઓછા ભાવમાં વેચાતાં જોઈ લોકો વિચારે ચડ્યાં

કારનો શોખ સેલેબ્રિટીને વધારે હોય. એમાં કોઈ ક્રિકેટર હોય કે પછી ભલે કોઈ બોલિવૂડ અભિનેતા હોય. હાલમાં જ ધોનીના કાર અને બાઈક કલેક્શનને લઈ ચર્ચા થતી હતી. ત્યારે હવે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનને લઈ કાર કલેક્શન વિશે માહિતી સામે આવી રહી છે. સુપરસ્ટાર બીગ બીને પણ કારોનો ઘણો શોખ છે. હાલમાં જ અમિતાભ દ્વારા Mercedes-Benz V-Classની ખરીદી કરવામાં આવી છે. આ કારની સાથે અમિતાભ બચ્ચન પાસે લક્ઝરી કારનું એક મોટું કલેક્શન છે.

image source

એ સિવાય હાલમાં જ બીગ બીની Porsche Cayman S વેચાઈ છે. અમિતાભે Rolls Royce Ghost નાં વેચાણ બાદ નવી Mercedes-Benz V-Class ખરીદી લીધી હતી અને તેમની Porsche Cayman S પણ હવે વેચાઈ ગઈ છે. જેના વિશે જાણવા માટે લોકો વધારે ઉત્સુક છે.

કાર વિશે વિગતો

image source

આ કારનો રંગ સફેદ છે અને બ્લેક લેધર અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે. સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં વીઆઈપી નંબર 11 છે. પાવર અને સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો Porsche Cayman S માં 3.4 લિટર H-6 એન્જીન આપવામાં આવ્યું છે કે જે 295 PS પાવર અને 340Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ઓવરડ્રાઈવ આપવામાં આવ્યું છે, અને કારનું રજીસ્ટ્રેશન મુંબઈનું છે.

image source

એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા આર્ટિકલ પ્રમાણે જો વાત કરવામાં આવે તો બીગ બીએ Porsche Cayman S કાર વેચાણ માટે મુકી હતી તે વેચાઈ પણ ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે આ કાર માત્ર 3700 કિલોમિટર જ ચાલી હતી. મતલબ કે બિલકુલ નવી જ હતી. આમ તો આ કાર 14 વર્ષ જુની છે પરંતુ તેની પરિસ્થિતિ ઘણી જ સારી હતી. ઘણી વાર અમિતાભ અને અભિષેક બચ્ચન Porsche Cayman S કારમાં સવારી કરતા હોય એવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પેજ પર કારની કિંમત 30,00,000 રૂપિયા રાખવામાં આવી હતી.

image source

અમિતાભ બચ્ચનનાં કાર કલેક્શનની વાત કરવામાં આવે તો તેમના ગેરેજમાં Land Rover Range Rover Autobiography, Audi A8 L, Bentley Continental GT, Porsche Cayman, Lexus LX 570, Land Cruiser અને Mercedes-Benz S-Class જેની અનેક કારો રાકેલી છે.

બચ્ચન પરિવારને આવ્યો હતો કોરોના

image source

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તો કોરોનાની ચપેટમાં આવેલાં ઐશ્વર્યા અને 8 વર્ષની દીકરી આરાધ્યા ‘જલસા’માં જ ક્વૉરંટાઇન હતાં, પણ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુઃખાવો થવાને કારમે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે 17 જુલાઇની રાતે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ થઈ હતી. જો કે હવે આખો પરિવાર સાજા થઈને ઘરે છે અને પારિવારિક જીવન જીવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span