Bigg Boss 14માં અભિનેત્રીઓ બોલ્ડનેસની અનેક હદો કરી પાર, લોકોએ શો બંધ કરવાની કરી માંગ અને કહ્યું કે….

બિગ બોસ 14 શરૂ થતાં જ શોના સ્પર્ધકો હેડલાઇન્સમાં આવી ગયા છે. આ વખતે શો બિગ બોસ 13 ના તમામ રેકોર્ડ તોડી નાખશે. બિગ બોસ 14 માં આ વખતે અશ્લીલતાની બધી મર્યાદાઓ ઓળંગી રહી છે. શોમાં વધતી અશ્લીલતાને જોતાં બિગ બોસ 14 નો સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. બિગ બોસમાં અત્યાર સુધી આ અશ્લીલ કૃત્યો થઈ ચૂક્યા છે. બિગ બોસ શો વિવાદનો કારણે પણ જાણીતો છે. હવે એવુ પણ જોવા મળી રહ્યું છે કે શોની વિરૂદ્ધ સોશિયલ મીડિયા ઉપર લખવામાં આવી રહ્યું છે. એવું જ કંઈ હવે ફરી જોવા મળી રહ્યું છે. યૂઝર્સે બિગબોસ 14ને બૈન કરવાની માંગ કરી છે. ચાલો જાણીએ તેનું કારણ…

image source

આમ તો આ પ્રોમો ખુજ મજેદાર છે. પરંતુ કેટલાક લોકોએ આના ઉપર વાંધો ઉઠાવતા શોને વલ્ગર અને ખરાબ બતાવ્યો છે. ટ્રોલર્સ બિગ બોસને બંધ કરવાની માગ કરી રહ્યા છે. #BoycottBB14 ટ્રેન્ડ કરી રહ્યું છે. એક યૂઝરે લખ્યુ હતું કે, સમય આવી ગયો છે કે બિગ બોસને બંધ કરવામાં આવે. છેલ્લી સિઝનમાં હિંસાને પ્રમોટ કરવામાં આવી અને આ વખતે વલ્ગારિટીને પ્રમોટ કરવામાં આવી રહી છે.

બિગ બોસ 14 માં ટાસ્કના નામે પોર્નોગ્રાફી કરવામાં આવી રહી છે

 

View this post on Instagram

 

A post shared by Biggboss14 (@biggboss.s14official) on

આ વખતે બિગ બોસના ઘરે વિચિત્ર ટાસ્ક આપવામાં આવી રહ્યા છે અને ટાસ્કના નામે અશ્લીલતા આપવામાં આવી રહી છે. બિગ બોસમાં રુબીના દિલાક, નિક્કી તંબોલી, જાસ્મિન ભસીન અને પવિત્રા પૂનિયાને સિદ્ધાર્થ શુક્લાને લૂંટવાનું કામ સોંપાયું છે. શોમાં સિદ્ધાર્થ શુક્લ છોકરીઓને ટેટુ લગાવી રહ્યો છે અને છોકરીઓ તેમને લલચાવી રહી છે.

image source

બિગ બોસના ઘરે સિદ્ધાર્થ શુક્લાને ભીના કપડામાં છોકરીઓ બતાવવામાં આવી છે, જેના કારણે ઘણા દર્શકોએ વાંધો ઉઠાવ્યો છે, તેથી ઘણા લોકો સલમાન ના શો બિગ બોસને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તમે બિગ બોસનો આ વીડિયો પણ જોઈ શકો છો, જેમાં છોકરીઓ ભીના કપડામાં સિદ્ધાર્થ શુક્લાને રીઝવતી જોવા મળી રહી છે.

યુઝર્સનું કહેવું છે કે ટાસ્કના નામ ઉપર વલ્ગારિટીને સહન કરવામાં ક્યારેય નહી આવે. એ પણ કહ્યું કે લોકોને મનોરંજન પૂરૂ પાડવા માટે અન્ય કેટલીક રીતો પણ છે. આ ટાસ્ક મનોરંજક નહીં પણ બહુ જ ખરાબ છે. બિગ બોસને શર્મ કરવાની વાત પણ કહેવામાં આવી છે. છેલ્લી બે સિઝનથી સતત એવી માંગ ઉઠતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BIGG BOSS 14 (@biggboss14__oficial) on

ક્યારેક શો માં કન્ટેસ્ટેંટ્સના રોમાંસ ઉપર તો ક્યારેક હિંસા કરવાને લઈને યુઝર્સે શો બંધ કરવાની માંગ કરી છે. પરંતુ એક બીજો એવો વર્ગ પણ છે જેને બિગ બોસના કંટેંટથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. તે શો દ્વારા મનોરંજન મેળવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span