3 ઓક્ટોબરથી બિગ બોસ-14ની શરૂઆત: શ્વેતા તિવારીથી લઇને સિદ્ધાર્થ શુક્લા સુધી, જાણો હાલમાં શું કરી રહ્યા છે બિગ બોસના વિનર્સ

બિગબોસના આ ભૂતપૂર્વ વિનર્સ આજે શું કરી રહ્યા છે ? જાણો સિદ્ધાર્થ શુક્લાથી લઈને રાહુલ રૉય આજે શું કરી રહ્યા છે

3જી ઓક્ટોબરથી બીગ બૉસની 14મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ રિયાલીટી શો તેમાં ભાગ લેતા કન્ટેસ્ટન્ટ વચ્ચે થતાં ઝઘડાઓ, વિવાદો, પ્રેમ, તેમજ મિત્રતાને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે. આ રિયાલીટી શોની શરૂઆત 2006થી સોની ટીવી પર થઈ હતી જો કે હાલ આ શો કલર્સ ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે. અત્યારસુધી આ રિયાલીટી શોની 13 સિઝન પ્રસારિત થઈ ચુકી છે. જેમાં ટેલીવિઝન હાર્ટથ્રોબ સિદ્ધાર્થ શુક્લાથી માંડીને ચોકલેટી બોલીવૂડ હીરો રાહુલ રૉય વિનર બની ચુક્યા છે. હવે આ સિઝનમાં હીના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્ધ શુક્લા ગેસ્ટ તરીકે જોવા મળશે.

સિદ્ધાર્થ શુક્લા

image source

13મી સિઝનનનો વિનર બન્યો હતો. અને ત્યાર બાદ તે દર્શન રાવલના એક મ્યુઝિક વડિયો ભુલા દુંગામાં શહનાઝ ગિલ સાથે જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે બીજું પણ એક ગિત શૂટ કર્યું હતું જે હતું દિલ કો કરાર આયા જેમાં તેની સામે નેહા શર્મા જોવા મળી હતી. સિદ્ધાર્થ શુક્લા સિવાય ઘણી બધી સેલેબ્રીટી આ શો જીતી ચુકી છે. તો વળી એક સામાન્ય નાગરિક પણ આ શોને જીતવામાં સફળ રહ્યો છે. તો આજે અમે તમને એ જણાવીશું કે બીગ બૉસના ભૂતપુર્વ વિનર્સ આજે શું કરી રહ્યા છે.

સિઝન 1 વિનર – રાહુલ રૉય

image source

રાહુલ રૉયે બોલીવૂડમાં ફિલ્મ આશિકીથી ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં પહેલા નશા, સપને સાજન કે, ગુમરાહ, અચાનક, નોટી બૉય, ક્રાઇમ પાર્ટનરનો સમાવેશ થાય છે. બિગ બૉસની પ્રથમ સિઝનના તેઓ વિનર રહ્યા હતા. તેઓ હાલ તો ફિલ્મોથી દૂર છે પણ થોડા સમય પહેલાં તેઓ પોતાની ફિલ્મ આશિકીની સ્ટાર કાસ્ટ સાથે ધ કપિલ શર્મા શોમાં જોવા મળ્યા હતા.

સિઝન 2 વિનર – આશુતોષ કૌશિક

image source

આશુતોષ કૌશિક બિગ બૉસમાં આવ્યા પહેલાં રોડીઝના વિનર રહી ચુક્યા છે. અને ત્યાર બાદ તેમણે બિગ બૉસની બીજી સીઝન પણ જીતી લીધી હતી. ત્યાર બાદ તેમણે લાલ રંગ, જિલ્લા ગાઝિયાબાદ, કિસ્મત પૈસા દિલ્લી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. હજુ થોડા મહિનાઓ પહેલાં જ તેમણે લોકડાઉનમાં લગ્ન કર્યા હતા અને ચર્ચામા રહ્યા હતા. અને લગ્નમાં થનાર બધો જ ખર્ચ તેમણે પીએમ. કેર્સ ફંડમાં દાન કરી દીધો હતો.

સિઝન 3 વિનર – વિંદુ દારા સિંહ

image source

વિંદુ દારા સિંહ એટલે કે જાણીતા બોલીવૂડ અભિનેતા અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર કુશ્તીબાજ દારા સિંહના દીકરા છે. વિંદુ બિગ બૉસની સિઝન 3ના વિનર રહ્યા હતા. ત્યાર બાદ તેમણે હાઉસફુલ 2, અને સન ઓફ સરદાર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અને છેલ્લે તેઓ નચ બલિયેની 9મી સિઝનમાં પોતાની પત્ની સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.

સિઝન 4 વિનર – શ્વેતા તિવારી

image source

કસોટી જિંદગી કી સિરિયલમાં પ્રેરણાનું પાત્ર ભજવીને લોકોના દીલો પર રાજ કરનારી શ્વેતા તિવારીએ બિગ બૉસની સિઝન 4માં ભાગ લીધો હતો અન તેણી વિનર રહી હતી. ત્યાર બાદ તેણી ઘણી બધી સિરિયલોમાં જોવો મળી. તેણી પરવરિશ, કુછ ખટ્ટી કુછ મીઠી, બેગુસરાય અને સજન રે જૂઠ મત બોલો જેવા ટીવી શોમાં જોવા મળી હતી. હાલ તેણી સોની ટીવી પર પ્રસારિત થતી સિરિયલ મેરે ડેડ કી દુલ્હનમાં કામ કરી રહી છે. અને સાથે સાથે તેણી વેબ સિરિઝ હમ તુમ એન્ડ ધેમમાં જોવા મળી હતી.

સિઝન 5 વિનર – જુહી પરમાર

image source

જુહી પરમારે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી જાણીતી સિરિયલ કુમકુમથી પ્રખ્યાત બની હતી. તેણીએ બિગ બૉસની સિઝન 5 જીતી હતી. ત્યાર બાદ તેણી અવારનવાર નાના પરદા પર જોવા મળી છે તેણી હવે થોડા જ સમયમાં હમારી વાલી ગુડ ન્યૂઝ ટીવી શોમાં જોવા મળશે.

સિઝન 6 વિનર – ઉર્વશી ધોળકિયા

imge source

નાના પરદે સિરિયલ કસોટી ઝિંદગી કીની કૌમોલીકા તરીકે જાણીતી બનેલી ગુજરાતણ ઉર્વશી ધોળકિયાએ બિગ બૉસની 6ઠ્ઠી સિઝન જીતી હતી. ત્યાર બાદ તેણી સિરિયલ બડી દૂર સે આયે હૈ, ચંદ્રકાંતા – એક માયાવી પ્રેમ ગાથા વિગેરમાં મહત્ત્વનો રોલ કર્યો હતો. આ સિવાય તેણી ગયા વર્ષે નચ બલિયે 9માં પણ પેતાના એક્સ બૉયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે જોવા મળી હતી.

સિઝન 7 વિનર – ગૌહર ખાન

image source

ગૌહર ખાને બિગ બૉસની સિઝન 6માં ભાગ લીધો હતો. અને શોની વિનર રહી હતી. તેણીએ આ પહેલાં ઘણી બધી ફિલ્મોમાં આઇટમ સોન્ગ્સ પણ કર્યા છે. તેણીએ ફિલ્મ ઇશ્કઝાદેમાં છલ્લાં મેરા આશિક… આઇટમ સોન્ગ કર્યુ હતું. તો ક્યા કૂલ હૈ હમ 3માં પણ તેણીએ આઇટમ સોન્ગ કર્યું હતું. આ સિવાય તેણી વિદ્યા બાલનની ફિલ્મ બેગમ જાનમાં પણ જોવા મળી હતી તો આલિયા ભટ્ટ અને વરુણ ધવન અભિનિત ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયામાં પણ જોવા મળી હતી. છેલ્લે તેણી વેબ સિરિઝ ધ ઓફિસમાં જોવા મળી હતી.

સિઝન 8 વિનર – ગૌતમ ગુલાટી

imaage source

ગૌતમ ગુલાટી સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ દિયા ઔર બાતી હમમાં સાઇડ રોલમાં જોવા મળ્યો હતો. બિગ બૉસની સિઝન 8નો તે વિનર બન્યો હતો. ત્યાર બાદ તેણે ઇમરાન હાશમીની ફિલ્મ અઝહરમાં ક્રીકેટર રવિ શાસ્ત્રીનો રોલ નિભાવ્યો હતો. તેની આવનારી ફિલ્મમાં સલમાન ખાનની રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનો સમાવેશ થાય છે.

સિઝન 9 વિનર – પ્રિન્સ નરુલા

image source

પ્રિન્સ નરુલાને રિયાલીટી શોઝનો સારો એવો અનુભવ છે. તેણે આ પહેલાં રોડિઝમાં પણ કામ કર્યુ હતું અને તેમાં તે વિજેતા રહ્યો હતો. ત્યાર બાદ તેણે બિગ બોસ સિઝન 9માં ભાગ લીધો અને તેમાં પણ તે વિજેતા રહ્યો. આ સિઝનમાં તે પોતાની સાથી કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરીને દીલ દઈ બેઠો અને તેણી સાથે તેણે લગ્ન પણ કરી લીધા છે. બિગબોસ બાદ તેણે પત્ની યુવિકા સાથે સિરિયલ લાલ ઇશ્કમાં કામ કર્યું, ત્યાર બાદ નચ બલિયે નામનો રિયાલીટી શો પણ કર્યો અને તેમાં પણ તે વિજેતા રહ્યો. હાલ પ્રિન્સ એમટીવીના રિયાલીટી શો રોડીઝનો એક ભાગ છે. તેનો એક જજ છે.

સિઝન 10 વિનર – મનવીર ગુજ્જર

image source

બિગ બૉસની 10મી સિઝનમાં શોના મેકર્સે એક નવો પ્રયોગ કર્યો હતો. આ સિઝનમાં મેકર્સે ભારતના સામાન્ય લોકોને પણ શોમાં ભાગ લેવાનો અવસર આપ્યો હતો. જે ઘણા અંશે સફળ રહ્યો હતો અને શોનો વિનર પણ ભારતનો એક સામાન્ય વ્યક્તિ જ એટલે કે એક કોમનર જ બન્યો હતો નહીં કે કોઈ સેલેબ્રીટી. હાલ મનવીર પોતાનો ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યો છે.

સિઝન 11 વિનર – શિલ્પા શિંદે

image source

શિલ્પા શિંદે ભાભી જી ઘર પર હૈનો જાણીતો ચહેરો હતી. ત્યાર બાદ તેણી બિગ બૉસની સિઝન 11માં જોવા મળી હતી અને જેમાં તેણી વિનર રહી હતી. ત્યાર બાદ તેણી ક્યાંય જોવા મળી નહોતી પણ તાજેતરમાં તેણી ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન જે એક કોમેડી શો છે તેમાં જોવા મળી હતી પણ ત્યાં વિવાદ થતાં તેણીએ શો છોડી દીધો હતો. તેણી બિગબોસની 11મી સિઝનમાં પણ વિવાદોના કારણે ખૂબ જ ચર્ચામા રહી હતી.

સિઝન 12 વિનરસ – દીપિકા કક્કર

image source

કલર્સ ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત થતી ફિલ્મ સસુરાલ સિમરકાથી નામના મેળવનાર દીપિકા કક્કરે બિગ બૉસની સિઝન 12માં ભાગ લીધો હતો અને તેણી વિનર રહી હતી. ત્યાર બાદ તેણી સિરિયલ કહાં તુમ કહાં હમમાં જોવા મળી હતી. આ સિરિયલ 17મી જૂન, 2019થી 14 માર્ચ 2020 સુધી પ્રસારિત થઈ હતી. જો કે ત્યાર બાદ આ સિરિયલ બંધ થઈ ગઈ હતી. હાલ તેણી પોતાના ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે જ્યાં તેણી 2 મિલિનય કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે અને પોતાની યુટ્યુબ ચેનલ પર અવારનવાર વિડિયો અપલોડ કરતી પણ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span