બિહારમાં NDAને 125 અને મહાગઠબંધનને 110 સીટો મળી, પુષ્પમ પ્રિયા અને પપ્પુ યાદવની પાર્ટીનું ખાતુ પણ ખુલ્યું

લાંબી મતગણતી બાદ આખરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બિહારની સત્તામાંથી 15 વર્ષનો વનવાસ સમાપ્ત કરવાના આશય સાથે ચૂંટણી ક્ષેત્રે પ્રવેશી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની રાહ વધુ પાંચ વર્ષ વધી ગઈ છે. લોકોએ ફરી એકવાર બિહારની શક્તિનો તાજ નીતીશ કુમારના માથા પર મૂક્યો છે. લગભગ 18 કલાકની મતગણતરી પછી બિહારમાં પરિણામોની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. એનડીએ 125 સીટ સાથે સત્તા બચાવવામાં સફળ રહ્યું, પરંતુ સૌથી વધુ નુકસાન ભોગવનાર પાર્ટી નીતીશ કુમારની જેડીયુ જ રહી. બિહાર વિધાનસભાની તમામ 243 સીટનાં પરિણામો આવી ગયાં છે. એનડીએએ 125 સીટ જીતીને પૂર્ણ બહુમતી માટે જરૂરી 122 સીટના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે. મહાગઠબંધનને 110, એઆઈએમઆઈએમને 5 અને અન્યને 3 સીટ પર જીત મળી છે.

એનડીએએ સવારે સાડાદસ વાગ્યે જ બહુમતીનો આંકડો પ્રાપ્ત કર્યો

image source

આ અગાઉ ટ્રેન્ડ્સમાં એનડીએએ સવારે સાડાદસ વાગ્યે જ બહુમતીનો આંકડો પ્રાપ્ત કર્યો હતો, પણ લગભગ આઠ કલાક પછી એટલે કે સાંજે સાડાછ વાગ્યે લગભગ તસવીર બદલાઈ ગઈ. એનડીએ 134થી ઘટીને 120 પર આવી ગયું. જોકે બે કલાક પછી જ તેણે ફરી 123 સીટ પર સરસાઈ સાથે બહુમતીનો આંકડો પાર કરી લીધો. 23 સીટ પર મતોનું માર્જિન 2000થી ઓછું હતું, તેથી એનડીએની સીટો બહુમતીથી ઓછી-વધુ થતી રહી. સોમવારે રાતે લગભગ સાડાનવ વાગ્યે આરજેડી અને કોંગ્રેસના નેતા નીતીશની ફરિયાદ કરવા ચૂંટણીપંચના કાર્યાલયે પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બિહારના દરેક મતદારે સ્પષ્ટ બતાવી આપ્યું છે કે તેમની પ્રાથમિકતા માત્ર ને માત્ર વિકાસ છે.

જેડીયુના કાર્યકરો ઢોલ અને ધ્વજ સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા

image source

બિહારમાં એનડીએ કેમ્પમાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. પટનામાં ઉજવણીની વિશેષ તસ્વીર પણ બહાર આવી હતી. જેડીયુના કાર્યકરો ઢોલ અને ધ્વજ સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. જણાવી દઈએ કે આ વખતે એનડીએમાં ભાજપ વધુ બેઠકો જીતતું જોવા મળી રહ્યું છે.

સૌથી મોટો ફાયદો ભાજપને, સૌથી વધુ નુકસાન જેડીયુને

પાર્ટી . .સીટો(લાભ/નુકસાન)

ભાજપા . ,74 (+21)

જેડીયુ . .43 (-28)

હમ . .4 (+3)

વીઆઈપી . . 4 (+4)

કુલ NDA . .125

આરજેડી . .75 (-5)

કોંગ્રેસ . .19 (-8)

ભાકપા(માલે). .12 (+9)

ભાકપા . .2 (+2)

માકપા . .2 (+2)

કુલ મહાગઠબંધન. .110

અન્ય . .8

સત્તા મળી, પરંતુ કમજોર બન્યા નીતિશ

image source

એનડીએએ એક્ઝિટ પોલના અંદાજોને નકારીને બહુમતી મેળવી છે. એનડીએને બહુમત મળ્યા પછી નિતીશ કુમાર બિહારના આગામી મુખ્યમંત્રી બનશે તે નક્કી છે. નીતીશ કુમારને સત્તા મળી, પરંતુ તેમનું કદ ઘટ્યું છે. તેમની પાર્ટીની બેઠકો ઓછી થઈ છે. આ પહેલી વાર છે કે જેડીયુ ગઠબંધનમાં ભાજપથી પાછળ રહી છે અને બીજા નંબરની પાર્ટી બની છે. જોકે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પ્રચાર દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે બેઠકો ઓછી થાય તો પણ નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે.

આરજેડી સૌથી મોટી પાર્ટી

image source

મતગણતરીની શરૂઆતમાં જ એનડીએની લગભગ બમણી બેઠકો પર આગળ રહેલું મહાગઠબંધન પોતાનું લીડ જાળવી શક્યું નહીં. મહાગઠબંધન અંતમાં માત્ર 110 બેઠકો જીતી શકી. મહાગઠબંધનનું નેતૃત્વ કરનાર આરજેડીએ 75 બેઠકો જીતી હતી. આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. મહાગઠબંધન કોંગ્રેસના ઉમેદવારો 19 બેઠકો જીતી શક્યા હતા, જ્યારે સામ્યવાદી પક્ષોએ 16 બેઠકો જીતી હતી.

2019 લોકસભા ચૂંટણીમાં 223 વિધાનસભા બેઠક પર NDA આગળ હતી

image source

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બિહારની 40માંથી 39 બેઠક NDAને મળી હતી. માત્ર એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીત્યો હતો. લોકસભાનાં પરિણામો જો વિધાનસભા ક્ષેત્રના હિસાબથી જોવામાં આવે તો NDA 223 બેઠક પર આગળ હતી, જેમાંથી 96 બેઠક પર ભાજપ તો 92 બેઠક પર JDU આગળ હતી. LJP 35 બેઠક પર આગળ હતી.

ઓવૈસીની પાર્ટીને પાંચ સીટો

image source

ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના ઉમેદવારો પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. એનડીએથી અલગ થયેલી લોકજનશક્તિ પાર્ટી (એલજેપી) માત્ર એક બેઠક જીતી શકી. બહુજન સમાજ પાર્ટીને પણ એક બેઠક પર વિજયશ્રી મળી, જ્યારે એક બેઠક અપક્ષના ખાતામાં ગઈ. પપ્પુ યાદવની પાર્ટી જન અધિકાર પાર્ટી (જાપ) અને પુષ્પમ પ્રિયાની બહુવચન પાર્ટી પણ આ ચૂંટણીમાં ખાતું ખોલી શકી નથી. આલમ એ રહ્યો કે આ બંને પક્ષના વડા પણ તેમની બેઠકો જીતી શક્યા નથી. પુષ્પમ પ્રિયાને એક બેઠક પર 1600 કરતા ઓછા મત મળ્યા હતા અને તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.