આટલી વાતોનું રાખશો ધ્યાન તો નહિ કરવો પડે વધારાનો ખર્ચ બાઈક પાછળ…

લોકો પોતાની આવકમાંથી દર મહિને થોડું થોડું સેવિંગ કરીને પોતાના પસંદની કાર કે બાઈક ખરીદતા હોય છે. કાર હોય કે બાઈક, તેને લાંબા સમય સુધી મેઈનટેઈન રાખવા માટે તેને સમય સમય પર સર્વિસિંગની જરૂર પડે છે. જોકે, ગાડી ખરીદી લેવી તો સરળ છે, પણ તેને ખરીદીને ઘરે લાવ્યા બાદ તેનું સમય સમય પર ધ્યાન રાખવું બહુ જ મુશ્કેલ થઈ પડે છે. તમારી પસંદગીની બાઈકને વર્ષોવર્ષ મેઈનટેઈન રાખવા માટે જરૂરી છે કે, તમે સમય-સમય પર તેનું ધ્યાન રાખો. આજે અમે તમને બતાવીએ કે,

image source

એન્જિનની રેગ્યુલર સર્વિસ

Vung Tau, Vietnam - September Stock Footage Video (100% Royalty ...
image source

તમારી બાઈકને સારી રાખવા માટે તેના એન્જિનની રેગ્યુલર સર્વિસ કરાવવી જરૂરી છે અને સર્વિસિંગ દરમિયાન કાર્બોરેટેર અને વાલ્વની સફાઈ જરૂર કરાવજો. દર 1500 કિલોમીટરના બાદ કાર્બોરેટરને સાફ કરીને તેની સાથે જ બાઈકના સ્પાર્ક અને પ્લગનું પણ ધ્યાન રાખો.

સારું એન્જિન ઓઈલ ઉપયોગ કરો

image source

બાઈક માટે સૌથી જરૂરી છે તેનુ એન્જિન ઓઈલ. તેથી તેની ખાસ સંભાળ રાખવી. બાઈકના એન્જિનના સારા પરર્ફોમન્સ માટે તેમાં સારું એન્જિન ઓઈલનો ઉપયોગ કરો. ખરાબ એન્જિન ઓઈલ સાથે બાઈક ચલાવવાથી ન માત્ર માઈલેજ પર અસર પડે છે, પરંતુ તેનાથી એન્જિનની લાઈફ અને પર્ફોમન્સ પર પણ અસર પડે છે .

એર ફિલ્ટરની સફાઈ જરૂર કરો

image source

એર ફિલ્ટરને બાઈકને જરૂરી હિસ્સો માનવામાં આવે છે. પોતાની પસંદગીની બાઈકની લાંબી લાઈફ માટે તેના એર ફિલ્ટરને સમય સમય પર સાફ કરાવતા રહો. તેના સાથે જ એર ફિલ્ટરને જરૂર પડ્યે બદલવાનું પણ રાખો.

ક્લચમાં ફ્રી પ્લે રાખો

ક્લચના એડજસ્ટમેન્ટને વ્યવસ્થિત રાખવું બહુ જ જરૂરી છે. તેથી પોતાના બાઈકના ક્લચને વધુ ટાઈટ રાખવાના બદલે તેને ફ્રી પ્લે રાખો, જેથી બાઈક ચલાવતા સમયે ક્લચ દબાવી ના રાખો. ક્લચના ટાઈટ થઈ જવાથી તેના ઉપર જે જોર પડે છે, તેની અસર માઈલેજ પર પડે છે.

બાઈકમાં લાગેલા ચેનની સાફસફાઈ

image source

બાઈકમા લાગેલી ચેનની યોગ્ય રીતે સાફસફાઈ બહુ જ જરૂરી છે. તેથી સમય-સમય પર ચેઈન લાગેલી માટીને સોફ્ટ બ્રશની સાથે સાફ કરો. ચેનને ક્યારેય પાણીથી ન ધોવી. નહિ તો તેના પર કાટ લાગી જવાનો ડર રહેશે.

વ્હીલ બેલેન્સિંગ કરવું જરૂરી

image source

બાઈકના ટાયરની કન્ડિશન અને તેના એર પ્રેશરનું ધ્યાન રાખો. બાઈકની લાંબી ઉંમર માટે સમય-સમય પર વ્હીલ બેલેન્સિંગ કરાવતા રહો, અને વગર ગ્રિપવાળા ટાયરનો ઉપયોગ કરવાનું ટાળો.

બેટરીને કરો સમય-સમય પર ચાર્જ

લાંબા સમય સુધી બાઈકના સારા પરર્ફોમન્સ માટે તમારે બાઈકની બેટરીને સમય સમય પર સાફ કરવી જોઈએ. બેટરીમાં જો કોઈ પણ પ્રકારનું લિકેજ રહ્યું તો તેને તરત બદલી દો અને બેટરી વધુ સારી નથી ચાલતી તો તેને સમય સમય પર ચાર્જ કરતા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.