વતન પાછા જવા યુવાને ચોર્યું બાઇક અને બે અઠવાડિયા પછી શું કર્યુ તે જાણીને તમને પણ લાગશે નવાઇ

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે બે અઢિ મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે. જે લોકો પોતાના વતનમાં પોતાના કુટુંબીજનો સાથે છે તેમના માટે આ લોકડાઉનનો સમય પસાર કરવો પ્રમાણમાં સરળ રહ્યો હશે. પણ જે મજૂર વર્ગ કે જેઓ ભાડાના મકાનમાં રહે છે, રોજની કમાણી પર નિર્ભર છે તેવા લોકો આ લોકડાઉનમાં રીતસરના રઝળી પડ્યા છે અને પોતાના વતન જવા વલખા મારી રહ્યા છે.

image source

તેવા સંજોગોમાં જેને જે રસ્તો વતન પાછા જવાનો મળ્યો તે તેમણે અપનાવ્યો. કોઈ ટ્રક ભાડે કરીને જાય છે તો કોઈક બસમાં જાય છે. કેટલાકના નસીબ એટલા પાવરધા છે કે તેમને કેટલાક ભલા લોકો દ્વારા પ્લેનમાં વતન પાછા જવાનો મોકો મળ્યો છે તો વળી કેટલાક એવા કમભાગીયા છે કે તેમને પગે ચાલીને સેંકડો હજાર કીલો મીટરનો રસ્તો પોતાના સંતાનોને તેડીને પાર કરવો પડ્યો છે. આજની આપણી વાત પણ એક એવા જ વ્યક્તિની છે જેણે પોતાના વતન જવા માટે એક બાઈકની ચોરી કરી અને વતન પાછા ગયા બાદ તે બાઈકને માલિકને પાર્સલ દ્વારા પરત પણ કરી દીધી.

image source

વાસ્તવમાં આ ઘટના તામિલનાડુના કોયમ્બતૂરની છે, અહીં બેકરીમાં કામ કરનારા એક વ્યક્તિએ બાઈક ચોરી લીધી હતી. બાઈક પર તે પોતાની પત્ની અને બાળકો સાથે ઘરે પહોંચી ગયો. ત્યાર બાદ તેણે બાઈકના માલિકને ગાડી પાછી મોકલી આપી. આ ઘટનાનો ખુલાસો પણ ખૂબ જ રસપ્રદ રીતે થયો હતો.

image source

મળેલા અહેવાલ પ્રમાણે બાઈકના માલિક સુરેશ કુમારે લગભગ બે અઠવાડિયા પહેલા એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમની બાઈક એક વર્કશોપ દરમિયાન પાર્ક કરી હતી જે ગાયબ થઈ ગઈ હતી. ત્યાર બાદ સુરેશે પોતે પણ પોતાની ચોરાઈ ગયેલી બાઈકની તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન સુરેશ કુમારના ઘરે એક પાર્સલ એજન્સીને ફોન આવ્યો કે તેમની બાઈક કોઈક દ્વારા મોકલવામા આવી છે. આ બધું જોઈને સુરેશ વિચારમાં પડી ગયા. તેમણે પાર્સલ વાળાને 1400 રૂપિયા આપ્યા. ત્યાર બાદ જ તેમને ખબર પડી ગઈ કે ચોરી કોણે કરી હતી.

image source

અહેવાલ પ્રમાણે સુરેશ કુમારે કેટલાક સીસીટીવી કેમેરાના માધ્યમથી જાણ્યું હતું કે ચોર કોણ હતો. સુરેશના પાડોશિઓએ ચોરની ઓળખ કરી લીધી. સુરેશે જણાવ્યું કે ચોર મન્નારગુડીનો રહેનારો છે, જે કન્નમપાલયમની એક બેકરીમાં કામ કરે છે. તેને પોતાના ગામ પાછા જવા માટે કોઈ સાધન નહીં મળતાં તેણે સુરેશની બાઇક ચોરી લીધી અને તેના પર જ પોતાના કુટુંબીજનોને તે ગામડે પાછો લઈ ગયો અને પછી બાઈક પાછી આપી દીધી. હવે આ ઘટનાને ચોરી ગણવી કે ઉધારી ગણવી. શું ખરેખર બાઈક ચોરનારને સજા થવી જોઈએ ? પરિસ્થિતિ માણસને શુંથી શું બનાવી દે છે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.