કોઈપણ કાર અથવા બાઇકમાં મોટા કે પહોળા ટાયર લગાવવાથી શું ફરક પડે છે?

કોઈપણ કાર અથવા બાઇકમાં મોટા કે પહોળા ટાયર લગાવવાથી શું ફરક પડે છે?

આપણે ઘણી વખત શોખ માટે બાઇકમાં પહોળા ટાયર લગાવતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો પહોળા ટાયર લગાવવાથી બાયક પર તેની અસર કેવી પડે છે? ના. તો આ લેખ તમારે અચૂક વાંચવો જોઈએ.

image source

આજે આ લેખમાં અમે તમને મોટરસાયકલ વિશે જણાવીશું. લોકો પોતાની બાઇકને સ્પોર્ટ્સ લુક આપવા માટે બાઇક ને મોડિફાય કરતા હોય છે અને તેમાં પણ તે બાઇકને ટાયરને મોટા અને પહોળા ટાયર નખાવતા હોય છે.

image source

પરંતુ શું તમે જાણો છો કે તે તમારી બાઇકના માઇલેજ પર ફરક પાડે છે, જો તમારી બાઇક 100 સીસી અથવા 125 સીસી હોય તો પહોળા ટાયર હોય તો તે રસ્તા પર વધુ ટચ કરશે અને મોટા ટાયરનું વજન પણ વધારે છે. તેથી, એન્જિનને વધુ બળ લાગુ કરવું પડશે, તેથી તમારી બાઈકનું માઇલેજ અલગ હશે.

જો તમારી બાઇકમાં ટાયર પહોળા હશે તો તે નુકસાન પહોંચાડે છે, તો સમાન કદના ટાયર વાપરો જે પહેલાથી ઇન્સ્ટોલ કરેલું છે. આની મદદથી, તમને સારું પ્રદર્શન મળશે સાથે જ તમારા ખિસ્સા પર પણ અસર નહીં થાય.

image source

આજે માર્કેટમાં જેટલા ફાસ્ટ બાઇક છે એ દરેકમાં લોકોને એક જ સમસ્યા છે અને એ છે ઓછી માઇલેજ જી હાં વધારે સીસી હોવાને કારણે આ બાઇક્સના માઇલેજ ઓછા થઇ જાય છે અને આ કારણથી વધારે પેટ્રોલનો ઉપયોગ કરે છે. એવામાં આજે અમે મામૂલી સેટિંગ્સ દેખાડવા જઇ રહ્યા છીએ જે કર્યા બાદ તમારા બાઇકનું માઇલેજ 80Kmpl થઇ જશે.

image source

જો તમે જલ્દી જલ્દી ગેયર ચેન્જ કરો છો તો તમને આ ટેવ ભારે પડી શકે છે. કારણ કે આવું કરવાથી બાઇકની માઇલેજ ઓછી થઇ જાય છે એટલા માટે ગિયર જલ્દી જલ્દી બદલવા જોઇએ નહીં.

હંમેશા સમયસર પોતાના બાઇકની સર્વિસ કરાવતા રહેવું જોઇએ. આવું કરવાથી એન્જીન બરોબર કામ કરે છે અને બાઇક સારી માઇલેજ આપે છે.

image source

જ્યારે તમે બાઇકમાં પહોળા ટાયર લગાવો છો તો એનાથી માઇલેજ ઓછી થઇ જાય છે. એટલા માટે તમારે બાઇકમાં પાતળા ટાયર જ લગાવવા જોઇએ.

હંમેશા તમારા બાઇકને 40 થી 50 kmની સ્પીડ પર જ ચલાવવી જોઇએ આવું કરવાથી બાઇક સારું માઇલેજ આપે છે.

image source

આ ઉપરાંત બાઇકમાં જો ટાયર પહોળા હોય તો તેની અસર સીધી એન્જીન પર પણ પડે છે એન્જીનને સૌથી વધુ કાર્ય કરવું પડે છે અને તેથી એન્જીનમાં ખરાબી આવવાના ચાન્સ વધી જાય છે. એ ઉપરાંત એન્જીન ખરાબ જલ્દી થઈ જાય છે જેથી તમારે એન્જીનને રીપેર કરાવવાનો ખર્ચ પણ વધી જાય છે.

image source

ટાયરને મોડિફાય કરાવવાનો વિચાર હોય તો પણ ભૂલથી પણ ટાયરને મોટા કે પહોળા નખવવા નહિ. જેથી બાઇક પણ લાંબો સમય સારું રહે અને તમને વધારાના ખર્ચનું ભારણ પણ ના રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.