રાજકોટના આ મકાન માલિકને PGVCLએ ફટકાર્યુ અધધધ…રૂપિયાનુ બિલ, આંકડો તો જાણો
સરકારી ખાતાની ઘણી બેડરકારીઓ આપણે જોઈ જ છે ક્યારેક વળી એ બેદરકારીનો આપણે ભોગ પણ બન્યા હોઈશું. પણ આ બેડરકારીની હદ તો ત્યારે થઈ જ્યારે રાજકોટમાં પશ્ચિમ વીજ કંપની દ્વારા એક સાવ સામાન્ય પરિવારને હાર્ટ એટેક લાવી દે એવું 9 લાખ 40 હજારનું બિલ ફટકાર્યુ હતું. પરંતુ પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ PGVCLએ તાત્કાલીક ધોરણે એ બિલમાં સુધારો કરી 7743 રૂપિયાનું બિલ કર્યું છે.

તમને જણાવી દઈએ કે છૂટક દલાલીનું કામ કરતા અને 2 રૂમ-રસોડુ ધરાવતા ચંદુભાઈ વાઘેલાને PGVCL દ્વારા 9 લાખ 40 હજારનું બિલ આપવામાં આવ્યું હતું . જ્યારે આ ચંદુ ભાઈની રૂબરૂ મુલાકાત લેવામાં આવી અને તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લોકડાઉનમાં PGVCL દ્વારા લોકોને મનફાવે તેમ બીલ આપી દેવામાં આવ્યા છે.

2 રૂમ-રસોડાનું 9 લાખ બિલ તો કઈ હોતું હશે? આ અધધ.. બિલ PGVCLની ગંભીર બેદરકારી છતી કરી રહ્યું છે. ચંદુભાઈએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હજુ મારા હાથમાં સુધારો કરેલું બીલ નથી આવ્યું, પણ PGVCLમાંથી મને ફોન આવ્યો હતો કે તમારું બિલ સુધરી ગયું છે અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે તે જવાબદાર એજન્સીને નોટીસ પણ ફટકારી દેવાશે.

ચંદુભાઈએ આ વિશે આગળ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં 2 હજારથી અઢી હજાર બિલ આવતું હોય છે. પણ હવે આ સરકાર તો આડેધડ બિલ આપવા માંડી છે. સરકારને ગમે તેમ કરી લોકડાઉનના આટલા દિવસની ખોટ કવર તો કરવીને એટલે તે સામાન્ય માણસો પાસે એ ખોટ વસુલ કરવા આ પ્રકારના બિલ ફટકારી રહી છે. આ બિલ જોઈને તો મારો પરેસેવો છુટી ગયો છે. અમારા આખા બિલ્ડિંગને અમારી જેમ જ આડેધડ બિલ આપી દીધા છે. જેથી આખા બિલ્ડિંગના લોકોની આ સામુહિક ફરિયાદ છે. આ સાથે જ કહ્યું કે અમારે પાણીની મોટરનું બિલ ખાલી 48 હજાર આપ્યું છે. ઉલ્લેખનિય છે કે ચંદુભાઈ વાઘેલા છૂટક દલાલીનું કામ કરે છે.

આ સમગ્ર બાબત વિશે ચંદુભાઈના પત્ની સંધ્યાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે લોકડાઉનમાં PGvCL દ્વારા મનફાવે તેમ બીલ આપી દીધા છે. બે રૂમમાં લાઈટ પંખા અને AC હોય. તમે બધું એકસાથે વાપરો તો ય 9 લાખ બિલ થોડુ આવે. અમે PGVCLમાં આ અંગે ફરિયાદ કરીશું.

તેમને આગળ જણાવ્યું હતું કે અમે ઉનાળામાં ACનો ઉપયોગ પણ મર્યાદિત પ્રમાણમાં જ કરીએ છે. ઘરમાં અમે પંખા પણ જરૂર હોય તો જ ચાલુ કરીએ છે.હવે લોકડાઉનના આ કપરા સમયમાં આવડી મોટી રકમનું અમે બિલ ભરીએ કે પછી ખવાપીવા માટે પૈસા બચાવીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.