ગરીબી – દુઃખ – પીડા બધું એક બાજું અને પત્નીનો પ્રેમ એક બાજુ – 28 કલાક સતત એકધારી લારીને ખેંચી પતિને 64 કિમિ દૂર હોસ્પિટલ સુધી પત્ની લઈ ગઈ

પીડા પર થઈ  પ્રેમની જીત-  લાચાર પતિને લારીમાં બેસાડી  માઇલો સુધી ચાલી પત્ની – પતિની સારવાર કરવીને જ રહી

રાજકોટ- પ્રેમમાં અંતર મહત્વનું નથી. પ્રેમ દરેક અંતરને ખતમ કરી નાખે છે. પ્રેમ માણસ પાસે કઈ પણ કરાવી શકે છે.દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપવાના વચનથી પતિ પત્ની બંધાયેલા છે એનો જીવંત દાખલો મળ્યો આ લોકડાઉનમાં, લાચાર પતિને હોસ્પિટલ લઈ જવા માટે જ્યારે કોઈ સાધન ન મળ્યું ત્યારે પત્નીએ એને લારી પર બેસાડી 64 કિ.મી દૂર હોસ્પિટલ લઈ ગઈ.

image source

રિકસાવાળા 3 હજાર માંગતા હતા.

મોરબીના જુના પાવરહાઉસની નજીક પેપર મિલ પાસે રહેતા સુરેશ કુમારના પગમાં 3 મહિના પહેલા કાચ વાગી ગયો હતો. એ સમયે તો સર્જરી થઈ ગઈ અને પગમાં પ્લાસ્ટર લગાવી દેવામાં આવ્યું હતું. પણ આગળની સારવાર હેઠળ મહિનામાં બેવાર એને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવો પડતો હતો. લોકડાઉનમાં ક સુરેશભાઈની હાલત વધારે જ લથડી ગઈ.અને લોકડાઉનના કારણે મોકાનો ફાયદો ઉઠાવવા રાજકોટ લઈ જવા માટે રિકસાવાળા બે ત્રણ હજાર રૂપિયા માંગતા હતા. અને આવે વખતે જ્યાં એક સમયનું ખાવાનું માંડ મળતું હોય ત્યાં આટલા રૂપિયા કેવી રીતે કાઢવા?

image source

આખી રાત ચલાવતી રહી લારી

છેલ્લે પત્ની મુન્નીએ પેપર મિલ પાસે જ રહેતા એક શાકવાળા પાસે એની લારી માંગી. મુન્ની એ પોતાના પતિ સુરેશકુમારને લારી પર બેસાડ્યો ને સવારે 8 વાગે લારી ચલાવવાનું શરૂ કર્યું.રાત દિવસ જોયા વગર સતત લારી ચલાવી મુન્ની બીજા દિવસે બપોરે 12:30 વાગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી.આ રીતે એને 28 કલાક સતત લારીને ધક્કો મારીને અંતે પતિને રાજકોટ સુધી પહોંચાડયો

image source

રસ્તામાં પણ કોઈએ મદદ ન કરી

મુન્નીએ જણાવ્યું કે એ એકધારું લારી ચલાવ્યા કરતી હતી. રસ્તામાં ઘણા ગામોએ આવ્યા ને ઘણા લોકો મળ્યા પણ કોઈએ મદદ માટે હાથ ન લંબાવ્યો.રસ્તામાં ઘણા પોલીસવાળા પણ મળ્યા પરંતુ એમાંથી પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું.એકલા હાથે જ મુન્નીએ પોતાના પતિને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડી ને પોતાના પતિની સારવાર શરૂ કરાવી.

આજની નારી પણ સવિત્રીથી જરાય ઓછી ઉતરે એમ નથી એ મુન્નીએ સાબિત કરી બતાવ્યું. મુન્નીએ પોતાના બીમાર પતિ માટે એકલે હાથે ઉઠાવેલી જહેમત યમરાજ પાસે પોતાના પતિને પ્રાણ પાછા માંગવા ગયેલી સાવિત્રીની યાદ અપાવી દે તેમ છે. એક શાંત સ્વભાવની નારી જ્યારે મેદાને ઉતરે ત્યારે રણચંડી જ બને અને ધારે તે કરી શકે છે એ આ કળિયુગમાં પણ પુરવાર થઇ ચૂક્યું છે.