20 વર્ષ બાદ અષાઢમાં સોમવારે હરિયાળી અમાસનો સંયોગ, જાણો કયો ઉપાય કરવાથી પિતૃઓને મળશે શાંતિ

આવનારી ૨૦ જુલાઈના દિવસે હરિયાળી અમાસ ઉજવવામાં આવશે, જો કે આ સંયોગ લગભગ ૨૦ વર્ષ પછી બન્યો છે કે જ્યારે અષાઢ માસમાં જ હરિયાળી અમાસ આવી હોય. આ દિવસે પાંચ ગ્રહો એમની પોતાની જ રાશિમાં રહેશે. લગભગ ૧૬ વર્ષ પછી આવશે અષાઢ માસમાં સોમવતી અમાસનો સંયોગ. જો કે નારદ પુરાણમાં દર્શાવ્યા મુજબ આ અમાસના દિવસે પૂજા કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.

હરિયાળી અને સોમવતી અમાસ બંને પર્વ એકસાથે

IMAGE SOURCE

20 જુલાઈ ઉજવવામાં આવનારી હરિયાળી અમાસ વિશે કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પર્વ પર હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર, સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ ઘણો શુભ સંયોગ માનવામાં આવે છે. જો કે આપને જણાવી દઈએ કે આ દિવસે હરિયાળી અને સોમવતી અમાસ એમ બંને પર્વ એકસાથે ઉજવી શકાશે.

IMAGE SOURCE

પરિણામે આ પર્વ હવે વધારે ખાસ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે હરિયાળી અમાસના દિવસે 5 ગ્રહ એ પોત-પોતાની રાશિઓમાં જ રહેશે. આમ આ 5 ગ્રહના સ્વગૃહી હોવાથી આ દિવસે કરવામાં આવતા સ્નાન અને દાન બંને સામાન્ય દિવસો કરતા વધારે પુણ્યશાળી માનવામાં આવે છે. જો કે આ પર્વમાં કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણ દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે.

ખેડુતોની સમૃદ્ધિ અને પર્યાવરણની સુરક્ષાનો સંદેશ

IMAGE SOURCE

નારદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે અષાઢ મહિનાની અમાસના દિવસે પિતૃ શ્રાદ્ધ, દાન, દેવ પૂજા તેમજ વૃક્ષો વાવવા જેવા શુભ કામો કરવાથી અક્ષય ફળ મળે છે. તેમજ એવા લોકોએ ખાસ આ દિવસે શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરવો જોઈએ જેમની કુંડળીમાં કાલસર્પ દોષ, શનિની દશા અને પિતૃ દોષ છે. ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવા માટે પણ આ દિવસ શુભ માનવામાં આવે છે. હરિયાળી અમાસના દિવસે ખેતરમાં ઉપયોગમાં લેવાતા ઓજારોનું પૂજન કરવામાં આવે છે. આ પર્વની ઉજવણી ખેડૂત ખેતરમાં પાક સારો થાય એ હેતુસર કરે છે. જો કે ખેડુતોની સમૃદ્ધિ અને પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપવા માટે પણ ઉજવવામાં આવે છે.

૧૬ વર્ષ પછી સોમવતી આમાસનો સંયોગ

IMAGE SOURCE

લગભગ ૧૬ વર્ષ પછી આ સંયોગ ફરી એક વાર બની રહ્યો છે. પંડિત ગણેશ મિશ્રા જણાવે છે કે, અષાઢ માસમાં અમાસનો સંયોગ ૧૬ વર્ષ પછી જોવા મળી રહ્યો છે. આ પહેલાં વર્ષ ૨૦૦૪માં પણ અધિક માસ દરમિયાન આ પર્વ ઉજવવામાં આવ્યો હતો. હવે આ ૨૦ જુલાઈના દિવસે ઉજવવામાં આવશે.

૨૦ વર્ષ પછી હરિયાળી અમાસનો સંયોગ

IMAGE SOURCE

પંડિત મિશ્રાના જણાવ્યા પ્રમાણે લગભગ ૨૦ વર્ષ બાદ આ સંયોગ બની રહ્યો છે, જયારે સોમવાર અને હરિયાળી અમાસનો સંયોગ એક સાથે બની રહ્યો છે. આ પહેલાં 31 જુલાઈ 2000માં સોમવતી અને હરિયાળી અમાસ એક સાથે આવી હતી. વધુમાં પંડિત ગણેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ વર્ષે હરિયાળી અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ પાંચ ગ્રહ પોત પોતાની રાશિઓમાં જ સ્થિર રહેશે. ગ્રહોની આ સ્થિતિનો શુભ પ્રભાવ અનેક રાશિઓ ઉપર જોવા મળી શકશે.

વૃક્ષ વાવવાથી પિતૃઓને શાંતિ મળે છે

IMAGE SOURCE

શાસ્ત્રોમાં જણાવેલ છે કે હરિયાળી અમાસના દિવસે વૃક્ષો વાવવાથી ગ્રહ દોષ શાંત થાય છે. આ અમાસનો સબંધ પિતૃઓ સાથે છે, ત્યારે આજના દિવસે પીતૃઓમાં પ્રધાન આર્યમાને માનવામાં આવે છે. આ અંગે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે પીતૃઓમાં પ્રધાન આર્યમા છે. હરિયાળી અમાસના દિવસે વૃક્ષ વાવવાથી પિતૃઓને શાંતિ મળે છે, એટલે આ દિવસે વૃક્ષ વાવવાથી પ્રકૃતિ અને પુરુષ બંને સંતુષ્ટ થાય છે. આ દિવસે વૃક્ષ વાવવાથી પ્રકૃતિ સંતુષ્ટ થઈને મનુષ્યોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.