શું તમે પણ સ્વાસ્થ્ય સારું રાખવા માટે સવારે નાસ્તામાં ડાયજેસ્ટીવ બિસ્કીટ ખાવ છો? તો તમારી જોડે આ માહિતી હોવી જ જોઈએ…

આજકાલની ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિ એ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઘણા પ્રયત્ન કરતા હોય છે. સવારે દોડવાથી લઈને રાતની વોક સુધી વ્યક્તિ પોતાની દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખતા હોય છે, હવે પહેલા જેવું નથી રહ્યું કે સવારે ઉઠ્યા ને ભૂખ લાગી છે તો ચા અને બે થી ત્રણ ભાખરી ખાઈ લીધી. હવે તો ક્યાંક શરીરમાં ચરબી ના વધી જાય એની ચિંતામાં વ્યક્તિ સવારનો નાસ્તો પણ પૂરો કરતો નથી. આજકાલ નાસ્તા માટે પણ એટલી બધી વેરાયટી છે જેમાં કોર્નફ્લેક્સ, જાત જાતના અને ભાત ભાતના બિસ્કીટ. બીજું ઘણુબધું છે જેનાથી તમે સ્વાસ્થ્યને સારું રાખી શકો.

image source

લોકો આજકાલ ચા સાથે ખાવાના બિસ્કીટમાં પણ પસંદ કરે છે આજકાલ લોકો એ ડાયજેસ્ટીવ બિસ્કીટને બહુ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ બિસ્કીટને બીજા બિસ્કીટની તુલનામાં વધારે હેલ્દી માનવામાં આવી રહ્યા છે અને તેનો પ્રચાર પ્રસાર પણ બહુ કરવામાં આવે છે.

આ બિસ્કીટ હેલ્ધી છે કે અનહેલ્ધી,

image source

બીજા બિસ્કીટની તુલનામાં ડાયજેસ્ટીવ બિસ્કિટમાં હેલ્ધી વસ્તુઓ વધારે હોય છે. આમાં પ્રોટીન અને ફાઈબર એ વધારે માત્રામાં હોય છે જે શરીર માટે સારા છે. પણ સાથે સાથે આ બિસ્કીટમાં ખાંડ, મીઠું, અનહેલ્ધી ફેટ અને રીફાઈન્ડ લોટના રૂપમાં કેલેરી છુપાયેલ હોય છે, જેના વિષે કોઈ તમને જણાવશે નહિ.

image source

સેલ્ફ લાઈફ વધારવા અને વધતી માંગોને પૂરી કરવા માટે પ્રોસેસની સાથે પ્રીઝર્વેટીવ નાખવામાં આવે છે. આમાં હાઈ સોડીયમ કન્ટેન્ટ પણ નાખવામાં આવે છે. ચાર ડાયજેસ્ટીવ બિસ્કીટમાં એક પેકેટ બટાકાની વેફર ખાવી એના બરોબર છે.

ડાયજેસ્ટીવ બિસ્કીટમાં ૧૦ ટકા સેચ્યુરેટેડ ફેટ હોય છે જે શરીર માટે સારું નથી. આ બિસ્કીટમાં કોઈપણ પ્રકારનું વિટામીન હોતું નથી આવામાં આને વધારે ખાવાથી ફાયદો તો નહિ થાય પણ હા નુકશાન જરૂર થશે.

શું ખાવું જોઈએ,

image source

ડાયજેસ્ટીવ બિસ્કીટ ખાવા એની જગ્યાએ તમે એક મુઠ્ઠી સુકોમેવો ખાવો એ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. તેનાથી દિવસભર તમે ફ્રેશ રહેશો અને કામ કરવા માટે ઊર્જા પણ મળશે. આમાં તમે મિક્સ બીજ, સેકેલા ચણા અને મખાના પણ ખાઈ શકો છો. જો તમે બિસ્કીટ ખાવા જ માંગો છો તો પછી તમે રાગીમાંથી બનેલ બિસ્કીટ ખાવ આ બિસ્કીટ એ કોઈપણ રીતે તમને નુકશાન કરશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.