પ્રેમ અંધા હોતા હૈ! પ્રેમિકાને મળવા છત પર કુદીને આવેલા પ્રેમીને આખરે મળી આવી સજા, પોચુ હ્દય હોય તો ના વાંચતા
પ્રેમિકાને મળવા છત પર કુદીને આવેલા પ્રેમીને મળી એવી સજા કે સાંભળીને કંપારી છૂટી જશે
કહેવાય છે ને કે કોઇપણ પ્રેમી તેની પ્રેમિકા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હોય છે. અને પ્રેમની લાગણી હોવાથી એ યુગલ એકબીજાથી વધુ સમય દૂર રહી ન શકે. પ્રેમમાં દર્દનાક મોત આપવાની આ ઘટના મોગા જિલ્લાના ધલ્લેકે ગામની છે. પ્રેમિકાના વારંવાર કૉલ કર્યા બાદ અડધી રાત્રે છત કુદીને પહોંચેલા ૨૧ વર્ષના પ્રેમીને એ નહોતી ખબર કે આ મુલાકાત તેની જિંદગીની છેલ્લી મુલાકાત હશે.

છોકરીના પરિવારજનોએ પ્રેમીને પકડીને બેરહેમીથી માર માર્યો. તેના ગુપ્તાંગોને પણ ઈજા પહોંચાડી. આખી રાત તેને રૂમમાં બંધ કરીને રાખ્યો. તેને પાણી પણ ન આપવામાં આવ્યું. સવારે ગામના લોકો જ્યારે એકઠા થઈને પહોંચ્યા, ત્યારે જઈને છોડ્યો. પરંતુ છોકરાને બચાવી ન શકાયો. આ ઘટના બાદ પ્રેમિકા અને તેનો પરિવાર ગાયબ છે.
તેમનો પ્રેમ છ મહિના પહેલા શરૂ થયો

કહેવામાં આવી રહ્યું હતું કે લગભગ ૬ મહિના પહેલા તેના પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે, તેના બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. જેમાંથી એક દીકરીની મોત ટીબીથી થઈ ગઈ હતી. આ પ્રેમી યુવક તેનો નાનો દીકરો હતો. તે ટાઈલ્સ લગાવવાનું કામ કરતો હતો. ફસલના સમયે ખેતરોમાં કામ કરતો હતો. આ સમયે ખેતીના કામમાં વ્યસ્ત હતા.

મંગળવારે રાત્રે ૮ વાગ્યે પ્રેમી યુવક જમ્યા બાદ છત પર સુવા ચાલ્યા ગયો. બુધવારે સવારે લગભગ ૫ વાગ્યે જ્યારે તે છત પર ન જોવા મળ્યો, તો તેમને શંકા ગઈ. તેઓ છોકરીના ઘરે પહોંચ્યા, પરંતુ કોઈને અંદર ન ઘુસવા દેવાયા. બાદમાં ગામના કેટલાક લોકોને લઈને તેઓ ફરી છોકરીના ઘરે પહોંચ્યા. ત્યારે યુવકને છોડવામાં આવ્યો. પરંતુ તેને બચાવી ન શકાયો. આ ઘટના બાદ છોકરીના પરિજનો ગાયબ છે.
પ્રેમિકાએ ૫ વખત સાંજથી રાત સુધી ઇન્દ્રજિતને કૉલ કર્યો હતો

છોકરાની કાકીનો આરોપ છે કે યુવકે જણાવ્યું કે તેને અંધારિયા રૂમમાં બંધ કરીને રાખવામાં આવ્યો હતો. તેને પાણી પણ ન આપવામાં આવ્યું. યુવકનું સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે છોકરાના મો, પગ, ગુપ્તાંગ પર ઉંડા ઘાના નિશાન મળ્યા છે.

ડીએસપીએ કહ્યું કે મૃતકના પિતાની ફરિયાદ પર છોકરી, તેના માતા-પિતા, ભાઈ અને ત્રણ પિતરાઈ ભાઈઓ સામે હત્યા સહિતના મામલે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મોડી સાંજ સુધી પ્રેમિકાએ પ્રેમીને ૫ વખત ફોન કર્યા હતા. પહેલો ફોન તેણે સાંજે સાડા સાત વાગ્યે કર્યો હતો. તો ૪ વખત ફોન રાત્રે ૧૨ થી ૧ વચ્ચે કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ફોન બાદ પ્રેમી તેને મળવા પહોંચ્યો હશે. ત્યાં , છોકરીને પરિવારજનોએ બંનેને એકસાથે જોઈ લીધા અને પ્રેમીને પકડીને માર માર્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.