31 ઓક્ટોબરે દેખાશે બ્લૂ મૂન, ખાસ સંયોગ સાથે સર્જાશે અદ્ભૂત દ્રશ્ય, આ અદભૂત નજારો જોવાનું ભૂલતા નહિં

કોરોના સંકટ વચ્ચે દેશમાં અનેક ઘટનાઓ બની રહી છે ત્યારે 31 ઓક્ટોબરે લોકોને બ્લૂ મૂન જોવા મળશે. આ ઘટના 76 વર્ષો બાદ ફરીથી જોવા મળશે. કહેવાય છે કે આ મૂન ખાસ હોય છે. આ દિવસે રાતે આકાશમાં ભવ્ય નજારો જોવા મળશે.ફરી વખત આ ઘટના 19 વર્ષ બાદ એટલે કે 2039માં જોવા મળશે. તો જાણો કયા સમયે કેવી રીતે દેખાશે આ અદ્રભૂત બ્લૂ મૂનની ઘટના.

આ કારણે નામ પડ્યું બ્લૂ મૂન

image source

આ ચાંદનું નામ બ્લૂ મૂન તો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે આસમાની રંગનો દેખાશે. જ્યારે પણ એક મહિનામાં 2 વખત પૂનમ એટલે કે પૂર્ણ ચંદ્ર દેખાય છે ત્યારે તેને બ્લૂ મૂન કહેવાય છે. 2020માં ઓક્ટોબર મહિનામાં પણ લોકો 2 વાર ફૂલ મૂન જોશે. 1 ઓક્ટોબરે પહેલી પૂર્ણિમા હશે અને 31 ઓક્ટોબરે બીજી પૂર્ણિમા. આ સંયોગ ભાગ્યે જ બને છે. સામાન્ય રીતે 12 પૂર્ણ ચંદ્ર હોય છે આ વખતે તે 13 હશે.

image source

દુનિયાભરના લોકોને 31 ઓક્ટોબરે બ્લૂ મૂન જોવા મળશે. જેને લીને એસ્ટ્રોલોજર્સ અને આયન્ટિસ્ટ સહિત અંતરિક્ષથી જોડાયેલા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો નજારો અનેક વર્ષો બાદ જોવા મળશે. કહેવાઈ રહ્યું છે કે 30 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે દુનિયાભરમાં એક જ રાતે બ્લૂ મૂન દેખાશે. આ પહેલાં કેટલીક જગ્યાઓએ તેને જોવામાં આવ્યો છે. પરંતુ 30 વર્ષ બાદ આખી દુનિયા એક સાથે બ્લૂ મૂન જોશે.

આવનારા 19 વર્ષ સુધી નહીં મળે જોવા

image source

31 ઓક્ટોબર 2020 પછી લોકોને બ્લૂ મૂન આવનારા 19 વર્ષ સુધી જોવા નહીં મળે, હૈલોવીનના દિવસે દેખાનારા આ દ્રશ્યની રાહ લોકો આતુરતાથી કરી રહ્યા છે.

હવે 2039માં દેખાશે બ્લૂ મૂન

image source

2020 બાદ બ્લૂ મૂન હવે 2039માં જોવા મળશે. કહેવાય છે કે દ્વિતિય વિશ્વ યુદ્ધના સમયે આખી દુનિયામાં એક સાથે આ દ્રશ્ય જોવા મળશે. એટલે કે 76 વર્ષ બાદ લોકો તેને જોઈ શકશે. અર્થ સ્કાઈના રિપોર્ટ અનુસાર સોશ્યલ મીડિયા પર બ્લૂ મૂનના નામે આસમાની ચંદ્ર દેખાડાય છે જે હકીકત નથી. 1944માં દેખાયેલા બ્લૂ મૂનની ચમક વધારે હતી પણ તે આસમાની ન હતો. આ વર્ષે દેખાનારો બ્લૂ મૂન નોર્થ-સાઉથ અમેરિકા સિવાય ભારત, યૂરોપ અને એશિયાના પણ અન્ય દેશોમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.