બ્લ્યુ વ્હેલ માછલીનું હૃદય જોઈને ચોંકી જશો, વાંચો બીજી અદ્ભૂત માહિતી…

તમે આ વસ્તુઓનું આટલું વિશાળ કદ તો ક્યારેય કલ્પ્યુ જ નહીં હોય. નહીં તો આટલો મોટો કાચબો જોયો હશે કે નહીં તો માણસના હાથ કરતાં પણ મોટો સમડીનો પંજો જોયો હશે. – જુઓ આ સુંદર અને ચકિત કરતી તસ્વીરો.

શું તમે કલ્પના કરી છે કે બ્લુ વહેલનું હૃદય કેટલું વિશાળ હોય છે ? કે પછી ક્યારેય સમડીના પંજાના કદની કલ્પના કરી છે. આવી જ માહિતીઓથી ભરપુર છે આ લેખ. વાંચવાની ખૂબ મજા આવશે

image source

આટલો મોટો લેધર બેક સી ટર્ટલ તો તમે ક્યારેય જોયો જ નહીં હોય કે પછી ક્યારેય કાચબાના આટલા વિશાળ કદની કલ્પના પણ નહીં કરી હોય. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે આ વિશાળકાય કાચબાની બાજુમાં ઉભેલી સ્ત્રી કેટલી નાની લાગી રહી છે.

image source

આટલા મોટા કદનું વોમ્બેટ તો તમે ક્યારેય નહીં જોયું હોય. વોમ્બેટ ઓસ્ટ્રેલિયાનું એક દરમાં રહેતું પ્રાણી છે જે વિવિધ જાતના છોડ ખાઈને પોષણ મળેવે છે. તે નાનકડા બીયર જેવું લાગે છે પણ તેના પગ ખૂબ જ ટૂંકા હોય છે. સામાન્ય રીતે તે વધારે મોટું હોતું નથી પણ આ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેના વિશાળ કદને.

image source

આટલી વિશાળ સ્નેઇલ તમે ક્યારેય જોઈ છે ? સામાન્ય રીતે આપણે શંખની કલ્પના મોટા વ્યક્તિના હાથ જેટલી કરતા હોઈએ છીએ અને તેમાં છૂપાયેલા સ્નેઇલની તેના કરતાં થોડી નાની. પણ આ તસ્વીરમાં તમે વિશાળ સ્નેઇલ અને તેના ઉપરના સુંદર કોચલાને જોઈ શકો છો.

બિલિયન મિલિયન કરતાં કેટલા મોટા હોય છે ? આ પ્રશ્ન ઘણા બધા લોકોને અવારનવાર રહેતો હોય છે. સામાન્ય લોકોને તે બન્ને વચ્ચેના ફરકનો ખ્યાલ નથી હોતો. પણ તમને જણાવી દઈએ કે એક બિલિયન એ એક મિલિયન કરતાં ઘણા મોટા હોય છે. દા.ત. એક મિલિયન સેકન્ડ્સ એટલે 11 દિવસ અને 1 બિલિયન સેકન્ડ્સ એટલે લગભગ 31.5 વર્ષ.

image source

આ તસ્વીર તો તમને ચોક્કસ ચકિત કરી મુકશે. આપણને ભણાવવામાં આવે છે કે હાલ વિશ્વમાં હાજર સૌથી મોટું પ્રાણી એ સમુદ્રમાં રહેતી બ્લૂ વહેલ છે. પણ શું તમે ક્યારેય તેનું હૃદય જોયું છે. આ રેર તસ્વીર તમે જોઈ શકો છો. જે તેના હૃદયની છે અને તેની બાજુમાં એક માણસ ઉભો છે જે કેટલો વામન તેની સામે લાગી રહ્યો છે.

image source

આપણે જ્યારે શાળામાં ભૂગોળ કે ખગોળશાસ્ત્ર ભણતા હોઈએ છીએ ત્યારે સૂર્ય અને પૃથ્વીના કદની સરખામણી કરવામાં આવતી હોય છે અને આપણને સમજાવવામાં આવે છે કે સૂર્ય પૃથ્વી કરતા ક્યાંય મોટો છે. તેમ છતાં જો હજુ પણ તમને સમજ ન પડી હોય તો આ તસ્વીરમાં આ ટ્રાન્સપરન્ટ ગોળો છે તેને તમારે સૂર્ય સમજવાનો છે અને તેમાં જે નાના બ્લૂ બોલ્સ છે બીંદુઓ કરતાં પણ નાના તે પૃથ્વી છે. હવે સમજાયું કે સુર્ય પોતાનામાં કેટલી પૃથ્વીઓ સમાવી શકે છે ?

ગોરીલા સામાન્ય વાંદરાઓની જેમ રસ્તે ભટકતા નથી જોવા મળતા માટે તેના કદ વિષે પણ આપણે કલ્પના નથી કરી શકતા. આપણા ગુજરાતમાં ક્યાંય કોઈ ઝૂમાં ગોરીલા છે કે નહીં તેની જાણકારી નથી. પણ કોઈક વાર ફિલ્મોમાં તેને જોવામાં આવ્યો છે અને તે ઘણો વિશાળ જણાય છે. આ તસ્વીરમાં તમે માણસના હાથના પંજા સાથે ગોરીલાના પંજાની સરખામણી સરળ રીતે કરી શકશો.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક સમડીના પગનો પંજો એક સામાન્ય માણસના હાથ કરતાં પણ કેટલો મોટો છે. તમને જણાવી દઈએ કે સમડીનો આ પગનો પંજો જ તેના અસ્તિત્વ માટે જવાબદાર છે કાણ કે તે પોતાના આ જ પંજામાં પોતાના શિકારને ભરે છે. આ પંજાથી તે સસલાનો પણ ઉડતા ઉડતા શીકાર કરી શકે છે. અને એક માછલીને પણ પાણીમાંથી તરતી ઉઠાવી શકે છે.

આ છે ઘોડાના ફેફસા. બે ડોક્ટર તે ફેફસાની તપાસ કરી રહ્યા છે. એક મોટા ટેબલ પર ઘોડાના ફેફસા મુકવામા આવ્યા છે. શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ઘોડાના ફેફસા આટલા વિશાળ હોય છે ! કદાચ આવા જોરદાર ફેફસા હોવાના કારણે જ તે આટલું બધું દોડી શકતો હશે.

image source

CAT 797 કે જે એક માલવાહક વેહિકલ છે જેનો ઉપયોગ મોટે ભાગે કોલસાની તેમજ અન્ય ખાણોમાં કરવામાં આવે છે આટલા વિશાળકાય વાહનો તમે ભાગ્યે જ ક્યારેય જોયા હશે. તમે આ તસ્વીરમાં આ વિશાળકાય વાહનની બાજુમાં ઉભેલી સ્કુલ બસને જોઈ શકો છો. હવે તમને કલ્પના આવી ગઈ હશે કે તે ખરેખર કેટલું વિશાલ વાહન છે.

આ પક્ષી હાલ તો અસ્તિત્ત્વ નથી ધરાવતું પણ તેના સમયમાં તે પૃથ્વી પરનું સૌથી વિશાળ પક્ષી કહેવાતું હતું. આ એક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અહીં તસ્વીરમાં તમે તેની પાસે ઉભેલા માણસને જોઈ શકો છો. કેટલો નાનો લાગી રહ્યો છે તે તેની આગળ !

image source

આપણે દિવસમાં કેટલીએ વાર ટ્રાફિક સિગ્નલને ઓળંગતા હોઈશું પણ તે ત્રણ બત્તીવાળા સિગ્નલની સાઇઝ તમને ખ્યાલ નહીં હોય. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તે ત્રણ બત્તીવાળો જે પિળો ભાગ છે તેનું કદ કેટલું હોય છે. અહીં એક મહિલા તેની બાજુમા ઉભી છે જેની કમરે આ લાઇટ્સ આવે છે.

image source

ઘણા બધાના બકેટ લીસ્ટમાં ગ્રેટ પિરામીડ ઓફ ગિઝા જોવાનો સમાવેશ થતો હોય છે. તે અત્યંત વિશાળ છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો એક સામાન્ય માણસ આ વિશાળ પિરામીડ આગળ કેટલો નાનકડો લાગે છે.

image source

મગરથી દુનિયાની મોટાભાગની વ્યક્તિને ભય લાગે છે. મગરનું બચ્ચું પણ ભારે વજનદાર અને વિશાળ હોય છે અને જો એકસંપૂર્ણ વિકસિત મગરના કદની વાત કરીએ તો આ તસ્વીરમાં તમે તેને જોઈ શકો છો. આ એક સોલ્ટ વોટર મગર છે. બાજુમાંની સ્ત્રી સાથે તમે તેના વિશાળ કદની સરખામણી સરળ રીતે કરી શકો છો.

જો તમે લોર્ડ ઓફ ધી રીંગ્સ (lOTR) સિરિઝના ફેન હશો તો તમે તેમાંની રીંગનો ખ્યાલ હશે જ. જો તમારે રિયલમાં તે ફિલ્મમાં વપરાયેલી રિંગને જોવી હોય તો આ તસ્વીરમાં તેને જોઈ લો. તમે જોઈ શકો છો કે આ કોઈ વ્યક્તિની આંગળીમાં આવી જાય તેવી રીંગ નથી પણ બે હાથે ઉઠાવવી પડે તેવી વિશાળ રિંગ છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેમ એક ડાઈવર હમ્પબેક વ્હેલની પાંખો સાથે હેન્ડ શેઇક કરી રહ્યો છે. તસ્વીર જોતાં જ મનુષ્યને પોતાની આ વિશાળ કાય પ્રાણી સમક્ષની ઓકાત સમજાઈ જાય.

image source

ભગવાનની કૃપાથી બ્રહ્માંડની રચના એવી છે કે વિશાળકાય ઉલ્કા પૃથ્વી પર ભાગ્યે જ પડે છે અથવા પહોંચતા પહોંચતા ઘર્ષણના કારણે તેનુંકદ નાનું થઈ જાય છે. તે પ્રમાણમાં નાના કદની બની જાય છે. પણ માત્ર તમારી જાણકારી માટેની આ તસ્વીર છે. જેમાં એક ઉલ્કા જે અવકાશમાં ફરતી હોય છે તેના કદની સરખામણી લોસ એન્જેલસ સીટી સાથે કરવામાં આવી છે. જો આવી કોઈ મહાકાય ઉલ્કા કોઈ પણ જાતના નુકસાન વગર સીધી જ પૃથ્વી પર પડે તો આટલું મોટું શહેર નેસ્તનાબૂદ થઈ શકે છે.

image source

ટાઈટેનિક ફિલ્મના કારણે આપણને વિશાળ જહાજની વાત થાય કે કલ્પના કરીએ એટલે ટાઈટેનિક જ દેખાય પણ જમાનો હવે ક્યાંય આગળ પહોંચી ગયો છે અને ટાઈટેનિક કરતાં કત્યાંય વિશાળ જહાજ હાલ અસ્તિત્વ ધરાવે છે. આ તસ્વીર બતાવે છે કે ટાઇટેનિક આજના મોડર્ન ક્રૂઝ શિપની સરખામણીએ કેટલું વામન હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.