શું તમે જાણો છો આ હિરોની સાથે બોલ્ડ સીનને લઇને અટકેલી રેખાની આ ફિલ્મ કેટલા વર્ષો પછી થઇ રિલીઝ?

કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશ- દુનિયામાં હજી પણ ભય ફેલાયેલો છે. કોરોના વાયરસની અસર ઓછી થવાને બદલે વધતી જ જઈ રહી છે. કેટલાક લોકો રોજ કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. ભારતમાં લોકડાઉન પછી હવે અનલોક 2 શરુ કરી દેવામાં આવ્યું છે. આ બધી વ્યવસ્થા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સામાન્ય જનતાની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળી રહ્યા છે. આવામાં સેલેબ્સ સાથે જોડાયેલ કેટલાક મજેદાર કે પછી રસપ્રદ કિસ્સાઓ, ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે ૬૫ વર્ષીય અભિનેત્રી રેખાને લઈને એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો એક ફિલ્મમાં રેખા દ્વારા આપવામાં આવેલ બોલ્ડ સીન્સને લઈને છે, જેના લીધે આ ફિલ્મને અટકાવી દેવામાં આવી હતી અને ૧૦ વર્ષ પછી બીજા નામથી રીલીઝ કરી દેવામાં આવી હતી.

image source

અભિનેત્રી રેખા છેલ્લા છ વર્ષથી કોઇપણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. જો કે, એક- બે ફિલ્મમાં રેખાએ કેમિયો કર્યો હતો. આમ, રેખા બોલીવુડની પાર્ટીઝ, મેરિજ ફંક્શન કે પછી બર્થ ડે પાર્ટી અને ઈવેન્ટ્સમાં જોવા મળતા રહે છે. જો કે, હાલમાં રેખા પાસે કોઇપણ બોલીવુડ ફિલ્મની ઓફર છે નહી.

image source

આજની વાત કરીએ તો કોઇપણ ફિલ્મને ફિલ્મ બનાવવા માટે ફિલ્મમાં એક બોલ્ડ સોંગનું હોવું અને બોલ્ડ સીનનું હોવું જરૂરી બની ગયું છે, પરંતુ એક સમય એવો પણ હતો જયારે ફિલ્મોમાં આવા બોલ્ડ સીન ફિલ્માવવા પર મનાઈ કરી દેવામાં આવતી હતી.

image source

તે જમાનામાં પણ અભિનેત્રી રેખાએ પોતાની એક ફિલ્મમાં બોલ્ડ સીન આપીને બધાને ચોકાવી દીધા હતા. તેમજ ફિલ્મમાં બોલ્ડ સીન હોવાના કારણે ફિલ્મ સેંસરશીપની સમસ્યાઓના કારણે અટકાવી દેવામાં આવી હતી.

image source

વર્ષ ૧૯૬૯માં અભિનેત્રી રેખાએ ફિલ્મ ‘અનજાના સફર’માં અભિનય કર્યો હતો. ફિલ્મ ‘અનજાના સફર’માં રેખાએ મુખ્ય અભિનેત્રીનું પાત્ર નિભાવ્યું હતું. તેમજ ફિલ્મ ‘અનજાના સફર’માં રેખાની સાથે બીસ્વજીત દ્વારા મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ ‘અનજાના સફર’ના એક સીનની શુટિંગ કરવા દરમિયાન રેખાને બીસ્વજીતને કિસ કરવાની હતી, જેના લીધે રેખા ખુબ જ ચર્ચામાં આવી ગઈ હતી. સેંસર બોર્ડના આ મુદ્દા પછી ફિલ્મ ;અનજાના સફર’ને અટકાવી દેવામાં આવી હતી, જેને ૧૦ વર્ષ પછી વર્ષ ૧૯૭૯માં રીલીઝ કરી દેવામાં આવી.

image source

જયારે ૧૦ વર્ષ પછી ફિલ્મ ‘અનજાના સફર’ને બોક્સ ઓફીસ પર રીલીઝ કરવામાં આવી ત્યારે ફિલ્મ ;અનજાના સફર’માં ઘણા બધા પરિવર્તન કરવા પડ્યા હતા. સૌથી મોટું પરિવર્તન તો ફિલ્મનું નામ જ હતું. આ ફિલ્મનું નામ ‘અનજાના સફર’ થી બદલીને ‘દો શિકારી’ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ફિલ્મ ‘દો શિકારી’માં વિનોદ ખન્નાને મુખ્ય પાત્ર મળ્યું હતું અને અમજદ ખાનને પણ ફિલ્મ ‘દો શિકારી’માં સામેલ કરી દેવામાં આવ્યા હતા.

image source

૧૦ વર્ષ પછી જયારે ફિલ્મ ‘દો શિકારી’ને બોક્સ ઓફીસ પર રીલીઝ કરી દેવામાં આવી હતી ત્યારે ફેંસને રેખા અને વિનોદ ખન્નાના કામને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિનોદ ખન્ના અને રેખાએ કેટલીક અન્ય ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું.

image source

અભિનેત્રી રેખાએ પોતાના ફિલ્મ કરિયર દરમિયાન અંદાજીત ૧૭૫ હિંદી અને સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સુહાગ’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘ખુબસુરત’, ‘ખૂન ભરી માંગ’, ‘ખૂન ઔર પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ઉમરાવ જાન’ જેવી કેટલીક હીટ ફિલ્મોમાં રેખાએ કામ કર્યું છે. રેખાને ત્રણવાર ફિલ્મફેર એવોર્ડ અને એકવાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત રેખાને ‘પદ્મ શ્રી’ થી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.