જાણી લો બોલિવૂડના આ સ્ટાર્સ વિશે, જેમની માતા છે મુસ્લિમ, તો પિતા છે હિન્દૂ

આ બોલીવુડ સ્ટાર્સના પિતા હિંદુ છે તો ત્યાં જ તેમની માતા મુસ્લિમ છે.:

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારો એવા છે જેમણે ધર્મ, નાત- જાત, એવા ઘણા બધા ભેદભાવનો ભંગ કરીને ઘણા બધા કલાકારો એવા છે જેમણે પોતાના જીવનસાથી તરીકે પોતાના ધર્મની અભિનેત્રી કે પછી અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરવાને બદલે પોતાની પસંદગીના જીવનસાથી સાથે લગ્નજીવન શરુ કર્યું છે અને સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. આજે અમે આપને બોલીવુડના આવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પિતા તો હિંદુ ધર્મથી છે પરંતુ તેમની માતા મુસ્લિમ ધર્મથી આવે છે.

-આતીયા શેટ્ટી :

image source

આપણે બધા જાણીએ છીએ કે, અભિનેત્રી આતીયા શેટ્ટી અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી છે. અભિનેતા સુનીલ શેટ્ટી હિંદુ પરિવાર માંથી આવે છે જયારે અભિનેત્રી આતીયા શેટ્ટીની માતા માના શેટ્ટી મુસ્લિમ પરિવાર માંથી આવે છે.

-શાહિદ કપૂર :

image source

બોલીવુડના હેન્ડસમ અભિનેતા શાહિદ કપૂરને આજે કોઈ ઓળખની જરૂરિયાત તો નથી. તેમ છતાં ઘણા જ ઓછા લોકોને જ આ વાતની ખબર હશે કે, અભિનેતા શાહિદ કપૂરની માતા નીલિમા અજીમ મુસ્લિમ પરિવાર માંથી આવે છે જયારે અભિનેતા શાહિદ કપૂરના પિતા અભિનેતા પંકજ કપૂર એક હિંદુ પરિવારથી આવે છે.

-એ. આર. રહમાન :

image source

ફિલ્મ દુનિયાના પ્રસિદ્ધ સંગીતકાર અને સિંગર એવા ઓસ્કર વિજેતા સિંગર એ. આર. રહમાનના પિતા આર. કે. શેખર હિંદુ પરિવારથી આવે છે જયારે એ. આર. રહમાનની માતા કરીમા બેગમ મુસ્લિમ પરિવારથી આવે છે.

-આર્ય બબ્બર :

image source

પોતાના સમયના સુપર સ્ટાર એવા અભિનેતા રાજ બબ્બરના દીકરા અભિનેતા આર્ય બબ્બર બોલીવુડમાં છેલ્લા ૧૭ વર્ષથી કામ કરી રહ્યા છે. અભિનેતા આર્ય બબ્બરએ બોલીવુડમાં વર્ષ ૨૦૦૨માં રીલીઝ કરવામાં આવેલ ફિલ્મ ‘અબ કે બરસ’થી ડેબ્યુ કર્યું છે. અભિનેતા આર્ય બબ્બરના પિતા રાજ બબ્બર હિંદુ પરિવાર માંથી આવે છે. જયારે આર્ય બબ્બરની માતા નાદીરા બબ્બર મુસ્લિમ પરિવાર માંથી આવે છે.

-સુરજ પંચોલી:

image source

મોટાભાગના લોકો આ વાત જાણે છે કે, સુરજ પંચોલીના પિતાનું આદિત્ય પંચોલી છે. અભિનેતા આદિત્ય પંચોલીએ બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવતા જોવા મળે છે સુરજ પંચોલીના પિતા આદિત્ય પંચોલી હિંદુ પરિવાર માંથી આવે છે જયારે સુરજ પંચોલીની માતા મુસ્લિમ પરિવાર માંથી આવે છે.

આમ અલગ અલગ ધર્મ હોવા છતાં પણ આ બોલીવુડ સુપર સ્ટાર્સના માતાપિતા તરીકે ઘણી સારી રીતે જવાબદારીઓ પૂરી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.