બોલિવૂડના આ 10 સ્ટાર્સની ડિગ્રી જોઈને ચોકીં જશો, છઠ્ઠા નંબરની હિરોઈને તો નોકરી પણ શરૂ કરી દીધી હતી

અભિનેતા બનવું એક પડકાર છે. દર વર્ષે લાખો યુવાનો મોટા સ્વપ્નો લઈને મુંબઇ પહોંચે છે. તેમાંથી કેટલાક અભિનયનો અભ્યાસ કરીને પણ આવે છે. પરંતુ તે જરૂરી નથી કે દરેક યુવાન વ્યક્તિ અભિનયનો અભ્યાસ કર્યા પછી અભિનેતા બને, એવા ઘણા કલાકારો છે જેમણે તેમનો અભ્યાસ એન્જિનિયરિંગ કર્યો પરંતુ પાછળથી સુપ્રસિદ્ધ કલાકારો બન્યા. તેની શરૂઆત 20 વર્ષ પહેલા પાન ઈન્ડિયાના સ્ટાર આર માધવને કરી હતી. ત્યાર બાદ કેટલાયે એન્જીનિયરનો અભ્યાસ કરેલા લોકો સ્ટાર્સ બની ગયા. તો ચાલો જોઈએ કે હિંદી સિનેમામાં કેટલા એન્જિનિયરોની દોડધામ છે. એન્જિનિયરિંગ ડે પર આ જાણવું તમારા માટે રસપ્રદ રહેશે.

જીતેન્દ્ર કુમાર

image source

જીતેન્દ્રકુમાર ફિલ્મોમાં ઓછા અને વેબ સિરીઝમાં અભિનય કરવા માટે વધારે જાણીતા છે. તે ડિજિટલ મનોરંજનના શ્રેષ્ઠ કલાકારોમાંનો એક છે. જો કે થોડા સમય પહેલા તે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ અને ‘પાન બહાર’ માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળ્યો હતો. જીતેન્દ્રએ સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, આઈઆઈટી ખડગપુરથી. બાદમાં, તેણે પોતાનો વિચાર બદલીને અભિનય શરૂ કરી દીધો.

વિકી કૌશલ

image source

વિકી કૌશલે વર્ષ 2009 માં જ રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઇમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ ડિગ્રી તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન્સમાં મેળવી હતી. તે હિંદી ફિલ્મોના સ્ટંટ ડિરેક્ટર અને એક્શન કોરિયોગ્રાફર શામ કૌશલનો પુત્ર છે. જ્યારે વિકીને લાગ્યું કે તે એન્જિનિયરિંગમાં કારકિર્દી નહી બનાવી શકે, તો તે અભિનય તરફ વળ્યો. ત્યારબાદ તે તેની પહેલી ફિલ્મ ‘મસાંન’થી લોકોની નજરમાં આવ્યો.

કૃતિ સેનન

image source

ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મ ‘હીરોપંતી’થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી ક્રિતી સેનન પણ બીટેક એન્જિનિયર છે. તેમણે ઉત્તર પ્રદેશના નોઈડા, જેપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાંથી બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી છે. કૃતિનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તેનો મોટાભાગનો સમય ત્યાં જ વિતાવ્યો હતો. જ્યારે તે ગ્રેજ્યુએટ થઈ, ત્યારે તેને સમજાયું કે તેનું સ્વપ્ન એક્ટ્રેસ બનવાનું છે ત્યાર પછી તેમણે મુંબઈ જવાનું નક્કી કર્યું.

કાર્તિક આર્યન

image source

લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામાથી પ્રખ્યાત થયેલા કાર્તિક આર્યનનું સપનું કઈક અલગ હતું અને તે કંઈક બીજું કરવામાં વ્યસ્ત હતો. તે ભણવા માટે મુંબઈ આવ્યો હતો. તે ઈચ્છતો હતો કે ડીવાય વાય પાટિલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બાયોટેકનોલોજીની ડિગ્રી મેળવે. તેનું મન એન્જિનિયરિંગના અભ્યાસમાં ઓછું અને ફિલ્મોમાં વધુ લાગતું હતું. અભ્યાસની સાથે કાર્તિક પણ ફિલ્મોમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમનું ભાગ્ય સારૂ નિકળ્યું કે તેમને લવ રંજન ફિલ્મમાં કામ કરવા મળ્યું હતું અને હવે એક કાર્તિક એક અભિનેતા તરીકે જાણીતો છે.

સુશાંતસિંહ રાજપૂત

image source

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં આ સમયે દેશભરમાં હંગામો મચી ગયો છે. તેની ઓળખ એક્ટર તરીકે થાય છે પરંતુ તેણે એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે. તેમના વિશે આજકાલ ઘણી વસ્તુઓ કહેવામાં આવી રહી છે. સુશાંતને પણ ખગોળશાસ્ત્રી બનવાનો ખૂબ શોખ હતો? તેઓએ ચંદ્ર પર તેમની જમીન પણ નક્કી કરી હતી. દિલ્હી ટેકનીકલ યુનિવર્સિટીમાં ભણેલા સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

તાપસી પન્નુ

image source

તાપસી આ બધાથી વધુ આગળ વધી ગઈ હતી. તેણે ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી પણ શરૂ કરી. જો કે, કામ કરતી વખતે તેને સમજાયું કે તેમનું સ્થાન કોઈ એન્જિનિયરિંગ કંપની પર નહીં પણ ફિલ્મના પડદે છે. બસ પછી શું? તાપસીએ કેટલાક મોડેલિંગ અસાઈમેન્ટ કરવાનું શરૂ કર્યું અને હવે એક પછી એક સારી ફિલ્મો આપી રહી છે.

સોનુ સૂદ

image source

અભિનેતા સોનુ સૂદ જે લોકડાઉનમાં દેશભરના ગરીબોની મદદ માટે જાણીતા બન્યા છે, તેમની શરૂઆતની કારકિર્દીમાં એન્જિનિયર પણ હતા. તે વાત અલગ છે કે તેઓએ નોકરી નહોતી કરી. તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી યશવંતરાવ ચૌવ્હાણ કોલેજમાંથી મેળવી હતી. પછી અચાનક તેમણે પોતાનો વિચાર બદલ્યો અને તેણે મોડેલિંગ શરૂ કરી દીધુ. આજકાલ ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવીને લોકોના દિલ જીતી રહ્યા છે.

રિતેશ દેશમુખ

image source

હિંદી અને મરાઠી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા રિતેશ દેશમુખે પણ ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેમની પાસે આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગની ડિગ્રી છે. જે તેમણે મુંબઈની કમલા રહેજા કોલેજ ઓફ આર્કિટેક્ચરમાંથી મેળવી છે. બની શકે કે તેઓ ઘરે થોડુ એન્જિનિયરનું મગજ લગાવતા હોય, પરંતુ તે વ્યવસાયિક રીતે તો તે આજકાલ ફિલ્મોમાં સક્રિય છે.

અમીષા પટેલ

image source

અભિનેત્રી અમિષા પટેલ આજકાલ ફિલ્મોમાં દેખાતી નથી, પરંતુ એક સમય હતો જ્યારે તેનું નામ પણ મોટું હતું. અમિષાએ અમેરિકાના મેસાચ્યુસેટ્સ સ્થિત એફ્ટસ યુનિવર્સિટીમાંથી બાયો-જેનેટિકની ડિગ્રી મેળવી છે. અમિષાને ફિલ્મોમાં કામ કરવાની ઓફર્સ પહેલાં પણ આવી રહી હતી પરંતુ તેણે ઋત્વિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈથી તેની શરૂઆત કરી હતી.

આર.માધવન

image source

તેમના તેજસ્વી અભિનય માટે જાણીતા આર માધવનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં તેમનું પાત્ર પણ તેના વાસ્તવિક જીવન જેવું જ છે. તેમણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને મહારાષ્ટ્રની કિશનચંદ ચેલ્લારામ કોલેજમાંથી પબ્લિક સ્પિકિંગની ડિગ્રી પણ મેળવી હતી. નાના પડદે ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી, તેમણે ફિલ્મોમાં પણ નાની નાની ભૂમિકાઓ કરી હતી. હીરો તરીકે તેમને મણિરત્નમ જેવા દિગ્ગજ દિગ્દર્શકે તેમની ફિલ્મ ‘અલાઇપાયુથે’ માં લોન્ચ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span