કોરોનાએ બોલિવૂડ સ્ટાર્સને લીધા ચપેટમાં, ચાહકોની વધી ચિંતા

મહારાષ્ટ્રના મુંબઈમાં અત્યાર સુધી સામાન્ય લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા. પરંતુ હવે કોરોના બોલિવૂડ સ્ટાર્સને ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મુંબઈમાં અત્યાર સુધીમાં ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર, બોની કપૂર, આમિર ખાનના સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ શનિવારે રાત્રે મોટો ધડાકો થયો કે બોલિવૂડના સુપરસ્ટાર અને મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ થયા છે.

image source

બચ્ચન પરિવારમાં પહેલીવાર એવું થયું કે પિતા અને પુત્ર બંને સંક્રમિત છે જ્યારે પરિવારના અન્ય સભ્ય અને સ્ટાફના લોકો સુરક્ષિત છે. તેવામાં જાણવા એમ પણ મળ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી રેખાના ઘર સુધી પણ કોરોનાએ દસ્તક દીધી છે. બીએમસી દ્વારા રેખાના બાંદ્રા વિસ્તારમાં આવેલા બંગલાને સીલ કરી દેવામાં આવ્યો છે.

image source

આમ કરવાનું કારણ છે કે રેખાના સ્ટાફની વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાણવા મળ્યું છે કે રેખાના સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ છે. આ વાત સામે આવતાંની સાથે જ બીએમસીની ટીમ રેખાના ઘરે પહોંચી હતી. પ્રોટોકોલ અનુસાર કાર્યવાહી કર્યા બાદ તેના ઘરને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. અહીં પણ બીએમસીએ ગેટ પર એક સત્તાવાર સુચના સાથેનું પોસ્ટર લગાવી દીધું છે. આ ઉપરાંત તેના બંગલાને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યો છે.

image source

રેખાના સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સાથે જાણવા એમ પણ મળ્યું છે કે તેના સ્ટાફમાંથી અન્ય એક વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બંને હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી રેખાનો બંગલો સી સ્પ્રિંગ્સ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલો છે. જો કે રેખા તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ જાણવા મળે છે કે રેખાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

image source

બોલિવૂડ માટે એક પછી એક ખરાબ સમાચાર આવવાની શરુઆત જાણે થઈ હોય તેમ અભિનેતા અનુપમ ખેરની માતા, તેના ભાઈ, ભાભી અને ભત્રીજીને પણ કોરોના હોવાનું સામે આવ્યું છે.

અમિનેતા અનુપમ ખેરે ટ્વીટર પર વીડિયો શેર કરી અને આ અંગે ખુલાસો કર્યો હતો. એક પછી એક અભિનેતાઓને ટારગેટ કરતો કોરોના તેમના ફેન્સને પણ ચિંતામાં મુકી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span