આ સ્ટાર્સના ભાઇ-બહેન કંઇક અલગ જ દુનિયામાં જીવે છે જીંદગી, જોઇ લો તસવીરોમાં, જેમાં ખાસ જોજો 2 નંબરની તસવીર કારણકે…

ફિલ્મો ઉપરાંત ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમના પરિવારના કારણે પણ ચર્ચામાં રહે છે. આ સ્ટાર્સે ફિલ્મો દ્વારા ઘણું નામ કમાવ્યું, પરંતુ તેમના ભાઈઓ કે બહેનો ક્યારેય ફિલ્મોમાં દેખાતા નથી. ઘણા એવા સ્ટાર્સના ભાઈ બહેન છે જેઓ ક્યારેક જ જાહેર જીવનમાં જોવા મળે છે. જી હા અમે એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ કે જેઓ તેમની ફિલ્મ્સના કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ તેમના ભાઈઓ કે બહેનોએ ક્યારેય અભિનય કર્યો નથી એક નજર આવાજ બોલિવૂડના સિતારાઓ ઉપર…

રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર

image source

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણબીર કપૂર 28 સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ ઉજવે છે. તે બોલિવૂડના પ્રખ્યાત કપૂર પરિવાર સાથે સંબંઘ ધરાવે છે. રણબીર કપૂરના પરિવારમાં લગભગ દરેક વ્યક્તિ ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે, પરંતુ તેની બહેન રિદ્ધિમા કપૂર હંમેશાં ફિલ્મ્સથી દૂર રહે છે.

અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન

image source

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારમાં લગભગ દરેક જણ ફિલ્મો સાથે સંકળાયેલ છે. તેનો પુત્ર અભિષેક બચ્ચન પણ એક પ્રખ્યાત સ્ટાર છે, પરંતુ અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદા બચ્ચન ક્યારેય ફિલ્મોમાં દેખાઈ નહોતી. મોટા પડદા પર તેના પિતા, માતા, ભાઈ અને ભાભી સારી રીતે જાણીતા હોવા છતાં શ્વેતા નંદા બચ્ચન હંમેશા લાઈમ લાઈટથી દૂર રહ્યા છે.

અક્ષય કુમાર અને અલ્કા ભાટિયા

image source

પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના બોલિવૂડના લોકપ્રિય કલાકારો છે, પરંતુ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયા ક્યારેય ફિલ્મના પડદે દેખાઈ નથી. અલકાએ બિઝનેસમેન સુરેન્દ્ર હિરાનંદાની સાથે લગ્ન કર્યા છે. અલકા ભાટિયા પણ બોલિવૂડની એ બહેનોમાની એક છે જે ખૂબ જ ઓછી લાઈમલાઇટમાં રહે છે.

રિતિક રોશન અને સુનૈના રોશન

image source

દિગ્ગજ અભિનેતા રિતિક રોશન બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેના પિતા પણ એક સારા અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક છે. રિતિકની બહેનનું નામ સુનૈના રોશન છે, પરંતુ તે આજદિન સુધી મોટા કે નાના પડદે દેખાઈ નથી. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે.

સોનાક્ષી સિન્હા અને લવ-કુશ સિન્હા

image source

સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે એક અથવા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે, પરંતુ સોનાક્ષીના ભાઈ લુવ અને કુશ સિન્હા ખૂબ જ ઓછા લાઈમલાઈટમાં રહે છે. ઘણાં ઓછા લોકોને જાણ છે કે, સોનાક્ષી સિંહાને બે જોડિયા ભાઈ લવ-કુશ પણ છે. કુશ ઘણો જ એકાંતપ્રિય છે અને તે કેમેરાથી દૂર રહેવું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span