બોલિવૂડના આ સોન્ગ તમને બનાવી દેશે રો..રો.રોમેન્ટિક, સાથે બેસીને સાંભળો તમે પણ

બોલિવુડના આ ગીત અને ફિલ્મ વરસાદને બનાવે છે વધારે રોમેન્ટિક.

બોલિવુડના અમુક ગીતો અને ફિલ્મો વરસાદને વધુ રોમેન્ટિક બનાવે છે. આ ગીતોને સાંભળ્યાં વગર જાણે ચોમાસુ અધૂરું રહી જાય છે. વરસાદ અને બોલિવુડનું બહુ ગાઢ કનેક્શન છે, પછી એ રોમાન્સ હોય, ખુશીની પળો હોય કે દર્દની પળો, વરસાદી છાંટાઓએ બોલીવુડની એવા ઘણા યાદગાર ગીતો અને સીન્સ આપ્યા છે જેને જો વરસાદ વગર શૂટ કરવામાં આવ્યા હોત તો કદાચ એની સુંદરતા એટલી ન લાગી હોત. તો ચાલો વરસાદ અને બોલિવુડના આ કનેક્શન પર નાખીએ એક નજર.

જો આપણે પાછલા કેટલાક વર્ષોમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો ઘણી ફિલ્મોમાં વરસાદ પર આધારિત સુંદર ગીતો બન્યા છે અને આ ગીતો ખૂબ જ લોકપ્રિય પણ થયા છે.

1.છમ- છમ…

image source

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર પર ફિલ્માવવામાં આવેલું બાગી ફિલ્મનું આ ગીત યંગસ્ટર્સને ખૂબ જ ગમ્યું હતું. આજે પણ યુવાનોની પાર્ટીઓમાં કે કારમાં તમને આ ગીત સાંભળવા મળશે. આ ગીતમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ લાગે છે.

2.કભી જો બાદલ બરસે….

image source

બોલીવુડની સેન્સેશન સની લિયોની અને સચિન જે જોશી પર ફિલ્માવવામાં આવેલું જેકપોટ ફિલ્મનું આ ગીત જેટલું શેંશ્યુંઅલ છે એટલું જ રોમેન્ટિક પણ છે. આ ગીત તમે કોઈપણ સીઝનમાં સાંભળશો તમારું મન રોમેન્ટિક થઈ જ ઉઠશે.

3. મુજકો બરસાત બના લો…

image source

યામી ગૌતમ અને પુલકિત સમ્રાટ પર ફિલ્માવવામાં આવેલું જુનુંનિયસ ફિલ્મનું આ ગીત પણ વરસાદને રોમેન્ટિક બનાવવા માટે પૂરતું છે. આ ફિલ્મમાં યામી અને પુલકિતની જોડી ખૂબ જ રોમેન્ટિક લાગે છે.

4. તુમ હી હો…

image source

આશીકી 2 ફિલ્મની જેમ જ આ ગીત પણ યુવાનોને ખૂબ જ ગમ્યું અને આજે પણ આ ગીત પબ્લિક ડિમાન્ડ બનેલું છે. આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત ખરેખર ખૂબ જ રોમેન્ટિક છે.

5. સાવન આયા હે…

image source

બોલીવુડની હોટ એક્ટ્રેસ બિપાશા બાસુ અને ઇમરાન અબ્બાસ નકવી પર ફિલ્માવવામાં આવેલું ક્રિએચર 3ડી ફિલ્મની આ ગીત વરસાદમાં આગ લગાવવા માટે પૂરતું છે. જ્યારે પણ તમારું મન પ્રેમ વરસાવવા ઈચ્છે તો તમે આ ગીતનો આનંદ માણી શકો છો.)

6 ભાગે રે મન…

image source

વરસાદમાં પલડતી બોલ્ડ બેબોની મોહક અદાઓએ ચમેલી ફિલ્મના આ ગીતને વધુ સુંદર બનાવી દીધું હતું. જ્યારે પણ વરસાદના ગીતોની ચર્ચા થાય તો આ ગીતને હમેશા યાદ કરવામાં આવે છે.

7. બરસો રે મેઘા….

image source

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય પર ફિલ્માવવામાં આવેલું ગુરુ ફિલ્મનું આ ગીત ચોમાસાને વધુ સુંદર બનાવી દે છે. આ ગીતમાં શબ્દો જેટલા સરસ છે એટલું જ સરસ આ ગીતનું પિક્ચરાઈઝેશન છે. આ ગીતમાં વરસાદમાં પલળી રહેલી ઐશ્વર્યા રાય એટલો ગજબનો ડાન્સ કરે છે કે દર્શકો એને ક્યારેય ભૂલી નહિ શકે.

8 સાંસો કો સાંસો મેં ઢલને દો જરા…

image source

સૈફ અલી ખાન અને રાની મુખરજીની સુપરહિટ ફિલ્મ હમતુમની જેમ જ સુપરહિટ છે આ ગીત. એમ વરસાદના ટીપાં આ ગીતને વધુ રોમેન્ટિક બનાવી દે છે.

9. તાલ સે તાલ મિલા…

image source

ભૂરી આંખોવાળી ઐશ્વર્યા રાય પર ફિલ્માવવામાં આવેલું તાલ ફિલ્મનું આ ટાઇટલ સોંગમાં ચોમાસા અને ઐશ્વર્યા રાય બંનેની સુંદરતાને ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે. આ ગીતને જેટલી વાર સાંભળો એટલી વાર મન ભરાતું જ નથી.

10. જો હાલ દિલ કા…

બોલિવુડના પરફેક્ટનિષ્ટ આમિર ખાન અને સુંદર સોનાલી બેન્દ્રે પર ફિલ્માવવામાં આવેલું સરફરોસ ફિલ્મનું આ ગીત પણ ચોમાસા અને રોમાન્સનું એક સારા ઉદાહરણ છે. આ ગીતમાં આમિર ખાન અને સોનાલી બેન્દ્રેની કેમેસ્ટ્રી લાજવાબ છે.

11. મેરે ખ્વાબો મેં જો આયે..

image source

બોલીવુડની મોસ્ટ રોમેન્ટિક ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગે, જેના નામે એક જ સીનેમાઘરમાં ઘણા વર્ષો સુધી બતાવવાનો રેકોર્ડ પણ છે નું આ ગીત ચોમાસા અને રોમાન્સની મજા બમણી કરી દે છે. બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ અભિનેત્રી કાજોલ પર ફિલ્માવવામાં આવેલું આ ગીત જાણે દરેક છોકરીના દિલનો અવાજ છે.. આ ફિલ્મમાં બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન અને કાજોલની જોડી લોકોને ખૂબ જ ગમી હતી. આજે પણ આ ગીત લોકોમાં ખૂબ જ પ્રિય છે.

12. ટીપ ટીપ બરસા પાની…

image source

આ ગીતના શબ્દોની જેમ જ ખરેખર આ ગીત પાણીમાં આગ લગાવી દે તેવું છે. બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર અને રવીના ટંડન પર ફિલ્માવવામાં આવેલું મોહરા ફિલ્મનું આ ગીત આજે પણ લોકોને ખૂબ જ ગમે છે, ખાસ કરીને પ્રેમી પંખીડાઓ આ ગીતને ઘણા પ્રેમથી સાંભળે છે.

13. રિમજીમ રિમજીમ.

image source

આઝાદીના સમય દરમિયાનની પ્રેમ કહાની દર્શાવતી ફિલ્મ 1942 અ લવ સ્ટોરીમાં મનીષા કોઈરાલા અને અનિલ કપૂર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત ખૂબ જ રોમેન્ટિક છે. આ ગીતમાં પીળા રંગની સાડીમાં મનીષા કોઈરાલા ખૂબ જ સુંદર લાગે છે.

14. હાય હાય યે મજબૂરી…

image source

વરસાદની પહેલી જરૂરત છે મહેબૂબનો સાથ, જો હમસફરનો સાથ ન હોય તો વરસાદનો શુ ફાયદો. પ્રેમના આવા જ જજબાતને દર્શાવતું ફિલ્મ રોટી, કપડાં ઓર મકાનનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. જિનત અમાન અને મનોજ કુમાર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત આજે પણ લોકો પ્રેમથી સાંભળે છે.

15. આજ રપટ જાયે…

image source

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું આ રોમેન્ટિક ગીત મોન્સૂનના લોકપ્રિય ગીતોમાંથી એક છે. બિગ બી અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટીલ પર ફિલ્માવવામાં આવેલા આ ગીતે ન ફક્ત એ સમયમાં મોન્સૂનમાં આગ લગાવી પણ આજે પણ આ ગીત સાંભળીને રોમેન્ટિક થયા વગર ન રહી શકાય. ફિલ્મ નમક હલાલના આ ગીતમાં અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટીલનો રોમાન્સ જોવા જેવો છે.

16. રિમજીમ ગિરે સાવન…

image source

બિગ બી અમિતાભ બચ્ચન અને મોસમી ચેતરજી પર ફિલ્માવવામાં આવેલું આ ગીત એટલું રોમેન્ટિક છે કે જો એને સાંભળતા સાંભળતા તમે લોન્ગ ડ્રાઈવ જતા હોય તો એની મજા જ કંઈક અલગ હોય.મંજિલ ફિલ્મના આ ગીતની ખાસિયત છે કે આ ગીતને તમે કોઈપણ ઋતુમાં સાંભળો તમે રોમેન્ટિક થઈ જ જશો.

17. ભીગી ભીગી રાતો મેં..

image source

લાખો હસીનાઓના દિલની ધડકન રહી ચૂકેલા બૉલીવુડ સ્ટાર રાજેશ ખન્ના અને બોલ્ડ બ્યુટી જિનત અમાન પર ફિલ્માવવામાં આવેલું અજનબી ફિલ્મનું આ ગીત આજે પણ લોકો સાંભળે છે.

18. એક લડકી ભીગી ભાગી સી.

image source

કિશોર કુમાર અને મધુબાલા પર ફિલ્માવવામાં આવેલું ચલતી કા નામ ગાડી ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને ફની છે. આ ગીતની ખાસિયત એ છે કે આના ઘણા રિમેક બન્યા પણ ઓરીજનલ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

19 જિંદગીભર નહિ ભૂલેગી વો બરસાત કી રાત….

image source

વરસાદની રાતને આપણે ભૂલીએ કે ન ભૂલીએ પણ ભારત ભૂષણ અને મધુબાલા પર ફિલ્માવવામાં આવેલું બરસાત ફિલ્મનું ગીત ક્યારેય નહીં ભૂલીએ. મોન્સૂન પર આધારિત આ ગીત આજે પણ લોકો પ્રેમથી સાંભળે છે. આ ગીતમાં મધુબાલાની સુંદરતા જોવા જેવી છે.

20. પ્યાર હુઆ ઈકરાર હુઆ.

image source

બોલિવુડના શો મેન રાજ કપૂર અને નરગીસ પર ફિલ્માવવામાં આવેલી શ્રી 420 ફિલ્મના આ ગીત વગર બૉલીવુડ અને વરસાદની દરેક વાત અધૂરી રહી જશે. બ્લેક એન્ડ વ્હાઇટ સીનમાં પલડતી રાત્રે છત્રીની નીચે રાજ કપૂર અને નરગીસનું આ ગીત આજે પણ દિલમાં રોમાન્સ જગાવી દે છે. આ ગીત આજના યુવાનોમાં પણ એટલું જ લોકપ્રિય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span