આ સમયે સંજય દત્તની બહેનોએ માન્યતા સાથે કર્યુ હતુ સાવ ‘આવું’ વર્તન, અને પછી…

જ્યારે સંજય દત્તની બહેનોએ માન્યતા દત્તને કરી દીધી હતી રિજેક્ટ, જાણો પછી શું થયું.

સંજય દત્ત પોતાની ફિલ્મો અને કરીયરથી વધુ પોતાના પ્રેમ સંબંધો અને વિવાદોના લીધે વધુ જાણીતા બન્યા છે. અભિનેતા સંજય દત્ત પાસે તો જાણે અફેર અને તલાકના લિસ્ટ હતા. હાલ સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીના બે જુડવા બાળકો પણ છે. જો કે સંજય દત્ત અને માન્યતા દત્તની લવ સ્ટોરી સરળ નથી રહી. વાત જાણે એમ છે કે સંજય દત્તની બહેનોએ માન્યતા દત્તનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી.

image source

સંજય દત્ત અને માન્યતા દત્તની મુલાકાત વર્ષ 2006માં થઈ હતી અને વર્ષ 2008માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધી હતો. બંને વચ્ચે ઉંમરમાં 19 વર્ષના અંતરના કારણે, માન્યતા દત્તને સંજય દત્તની બહેનો પ્રિયા અને નમ્રતાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

image source

વર્ષ 2009માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં માન્યતા દત્તે પોતાના લગ્નને લગતા ઘણા રહસ્ય ખોલતા જણાવ્યું હતું કે “મને મારા પતિ સાથે જીવવાનો અધિકાર છે જેવી રીતે હું જીવિત છું. એક વેશ્યા હોય કે એક રાજકુમારી હોય, એક પત્ની હંમેશા એક પત્ની જ રહે છે”

image source

જ્યારે માન્યતા દત્તને સંજય દત્તની બહેનોની અસ્વીકૃતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે માન્યતા દત્તે જણાવ્યું હતું કે “મેં સંપૂર્ણ રીતે પ્રયત્ન કર્યા હતા કે હું બંને બહેનો સાથે એક સારું બોન્ડિંગ બનાવી શકું અને પરિવાર અને બહેનોની સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકું અને સંજય દત્તને પણ આ વિશે ખબર છે. હવે હું આગળ કોઈ પ્રયત્ન નહિ કરું. પણ તો ય એ લોકો મને આમાં ધકેલવાના જ છે.”

image source

માન્યતા દત્તે ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું કે ઘણા બધા લોકો સંજય દતના પૈસાનો ઉપયોગ કરી રહ્યા હતા અને મેં કઈ રીતે એને એક કવચના રૂપે સુરક્ષિત રાખ્યા છે. તેમને આગળ કહ્યું હતું કે ” હું સંજયના જીવનમાં એક વહુના રૂપમાં આવી હતી. ઘણા બધા લોકો એમનું શોષણ કરી રહ્યા હતા અને પૈસા માટે એમનો ઉપયોગ કરી રહ્યા હતા. હું સંજય અને એ લોકોની વચ્ચે ઉભી હતી”

image source

માન્યતા દત્તે એક બીજા ઇન્ટરવ્યૂમાં સંજય દત્ત સાથેના પોતાના ખુશહાલ જીવન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે “હું સંજય સાથેના મારા લગ્નથી ખૂબ જ ખુશ છું, હું એને નવ વર્ષથી ઓળખું છું. અમે હંમેશા એકબીજા માટે ઉભા રહ્યા છે. અને આગળ પણ આવી જ રીતે એકબીજા સાથે ઉભા રહીશું. એ મારી સૌથી મોટી સ્પોર્ટ સિસ્ટમ છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span