બોલિવુડના આ એક્ટર પોતાની પત્નીને રાખે છે હાથમાંને હાથમા, નથી પડવા દેતાં થોડી પણ તકલીફ

લગ્ન એક એવી વસ્તુ છે જેને નિભાવવા વાળા લોકો માટે એ ખૂબ જ પવિત્ર હોય છે. અને અમુક લોકો આ સંબંધને એટલી સુંદર રીતે નિભાવે છે કે બાકીના લોકો માટે એ એક આદર્શ બની જાય છે. પણ આ લગ્ન સંબંધને મજબૂત કરવા માટે સૌથી વધુ જરૂર હોય તો એ છે વિશ્વાસની. કહેવાય છે કે એકબીજા પર વિશ્વાસ કર્યા વગર કોઈપણ સંબંધ વધુ ટકી નથી શકતો. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જોડીઓ સ્વર્ગમાં બને છે પણ આજે અમે તમને જે જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે એ વિશે જાણીને તમને આ કહેવત પર પૂરેપૂરો વિશ્વાસ આવી જશે.

image source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતાઓ છે જે સ્ત્રીઓનું ખૂબ જ આદર સમ્માન કરે છે અને પોતાની પત્નીને તો પોતાના ઘરમાં એકદમ રાણીની જેમ રાખે છે. પોતાની પત્નીઓને કોઈપણ વાતની જરાય તકલીફ નથી પડવા દેતા. આજે અમે તમને જણાવીશું એવા જ કેટલાક બૉલીવુડ કલાકારો વિશે જે પોતાની પત્નીઓને એકદમ રાણીની જેમ રાખે છે.

1. અક્ષય કુમાર.

image source

અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાને બોલીવુડમાં સૌથી સારું કપલ માનવામાં આવે છે. અક્ષય અને ટ્વીનકલના લગ્નને લગભગ 18 વર્ષ વીતી ચુક્યા છે પણ આજે પણ એ બંને વચ્ચેની કેમેસ્ટ્રી જોવા જેવી છે.

2. શાહરુખ ખાન.

image source

શાહરુખ ખાને વર્ષ 1991માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા, લગ્ન થયા પછી શાહરુખ ખાને બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. લગ્નના આટલા વર્ષો પછી પણ શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી ખાનને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના બાંગ્લા મન્નતમાં એક રાણીની જેમ રાખે છે.

3. અમિતાભ બચ્ચન.

image source

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો પ્રેમ સંબંધ આજે પણ બોલીવુડમાં જાણીતો છે. અમિતાભ અને જયાના લગ્નને લગભગ 46 વર્ષ થઈ ચૂક્યા છે પણ એમના સંબંધ આજે પણ ખૂબ જ પ્રેમ ભર્યો છે. અને બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. અમિતાભ બચ્ચન જયા બચ્ચનની દરેક ખુશીનું ખૂબ જ ધ્યાન રાખે છે.

4. અજય દેવગન.

image source

અજય દેવગનની પત્ની કાજોલને તો તમે ઓળખો જ છો. કાજોલ દેખાવે ખૂબ જ સુંદર છે. અજય અનવ કાજોલના લગ્નને લગભગ 21 વર્ષ થઈ ચૂક્યા છે પણ આજે પણ બંને એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બંને એકબીજાને ખૂબ જ પ્રેમ પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span