આ 10 ફિલ્મોથી બદલાયા છે અનેક ફેશન ટ્રેન્ડસ, જેમાં આ હિરોઇને તો સેક્સી ટોપ પહેરીને લોકોને કરી દીધા હતા પાણી-પાણી

આ 10 ફિલ્મોએ સેટ કર્યા છે નવા ફેશન ટ્રેન્ડસ, ફેન્સને કરી દીધા હતા ક્રેઝી.

ફિલ્મોથી લોકો પહેલેથી જ પ્રોત્સાહિત થતા આવ્યા છે. ફિલ્મો જેવી જ પોતાની જિંદગી પણ હોય એવા સપના દરેકે જોયા જ હશે. ક્યારેક ફિલ્મોના અમુક પાત્રો કે અમુક પાત્રો દ્વારા કરાયેલી કોઈ ફેશન ટ્રેન્ડ બની જતી હોય છે. આજે અમે તમને આવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવીશું જેને ફેશન ક્ષેત્રે નવો જ ટ્રેન્ડ ઉભો કર્યો હતો.

પોલ્કા ડોટ્સ – બોબી

image source

ફિલ્મ બોબીએ ન ફક્ત સફળતાનાં શિખરો સર કર્યા હતા પણ પોલ્કા ડોટ્સને એક નવો ફેશન ટ્રેન્ડ બનાવી દીધો હતો. આજે પણ પોલ્કા ડોટ્સની વાત થાય ત્યારે ડિમ્પલ કપાડીયાનું એ સેક્સી ટોપ યાદ આવી જાય છે જેને એમને ફિલ્મમાં મીની સ્કર્ટ સાથે પહેર્યું હતું.

સાધના કટ હેર સ્ટાઇલ – લવ ઇન સિમલા.

image source

સાધના જેટલી સુંદર હતી એમની હેર સ્ટાઇલ પણ એટલી જ લોકપ્રિય હતી. આ સ્ટાઈલની શરૂઆત થઈ હતી ફિલ્મ લવ ઇન સિમલાથી પણ એ પછી આ સાધનાની ઓળખ બની ગઈ હતી. છોકરીઓ આ હેર સ્ટાઇલ માટે પાગલ હતી અને વાળ કપાવતી વખતે બસ એટલું જ કહેવાનું હતું કે સાધના કટ કરી દો. તો આ હતો નશો સાધના કટ હેર સ્ટાઈલનો.

હેરમ પેન્ટ સાથે ટીશર્ટ – જબ વી મેટ.

image source

જબ વી મેટ કરિનાની ક્લાસિક મુવીમાંથી એક છે અને આ ફિલ્મે એક નવા ફેશનને પણ જન્મ આપ્યો. આ ફેશન હતી પટિયાલા પેન્ટની સાથે ટીશર્ટ. આ પહેરવેશ લોકોને સ્ટાઈલિશ પણ લાગ્યો અને કમ્ફર્ટેબલ પણ.

અનારકલી ડ્રેસ – મુગલે આઝમ.

image source

અનારકલી ડ્રેસ આજે પણ ફેશનમાં છે અને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પણ એની શરૂઆત થઈ હતી ક્લાસિક ફિલ્મ મુગલે આઝમથી અને એ સમયે આ ફેશનનો ભાગ બની ગયો હતો. આજે પણ અનારકલી ડ્રેસે ફેશન વર્લ્ડમાં પોતાની જગ્યા બનાવીને રાખી છે.

બંટી બબલી ડ્રેસ – બંટી ઓર બબલી.

image source

આ ફિલ્મમાં રાની મુખર્જીનો પટિયાલા સલવાર અને કોલરવાળો ફિટિંગવાળો ડ્રેસ કે કુર્તીનો લુક એટલો ફેમસ થયો હતો કે માર્કેટમાં આ પ્રકારના જ ડ્રેસ મળવા લાગ્યા હતા. આ ઘણા સ્ટાઈલિશ પણ લાગતા હતા.

મુમતાઝ સાડી – બ્રહ્મચારી.

image source

મુમતાઝનું ગીત આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર જેટલું ફેમસ થયું એનાથી ઘણી વધારે ફેમસ થઈ એમની એ અલગ અંદાજમાં પહેરેલી સ્ટાઈલિશ બોડી હેંગીગ અરેન્જમેન્ટ સાડી. આ લુકને સાડી ડ્રેપિંગનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો જેને કેટલીક અભિનેત્રીઓ પણ ફોલો કરતી દેખાઈ.

સિંગલ કલર સિફોન સાડી- મિસ્ટર ઇન્ડિયા / ચાંદની

image source

આ બંને ફિલ્મમાં સિંગલ કલરની સિફોન સાડી દરેકે દરેક સ્ત્રીની પસંદ બની ગઈ હતી. મિસ્ટર ઇન્ડિયામાં શ્રીદેવીની સેક્સી બ્લુ સાડીનું ગીત અને ચાંદની ફિલ્મમાં તેરે મેરે હોઠો પે ગીતમાં શ્રીદેવીની સાડીના બદલાવ અને લુકસે બધાને દીવાના બનાવી દીધા હતા.

બેકલેસ બ્લાઉઝ – હમ આપકે હે કોન.

image source

આ ફિલ્મમાં માધુરીની પર્પલ સાડી અને બેકલેસ બ્લાઉસે ધૂમ મચાવી દીધી હતી. માધુરીની આ સ્ટાઈલને આપનાવવા માટે દરેક છોકરી આતુર હતી અને માર્કેટમાં આ ફેશન ઘણી જ ઉપડી હતી.

વાઇટ એમ્બ્રોઇડરી ડ્રેસ અને ફ્રેન્ડ્સ કેપ – મેને પ્યાર કિયા.

image source

આમ તો આ ફિલ્મનો દરેક સીન, દરેક આઉટફિટ ટ્રેન્ડ સેટ કરતો હતો, પછી એ ભાગ્યશ્રીની યલો સાડી હોય, કબૂતર હોય, હોતા હે હોતા હે ડાયલોગ હોય કે ભાગ્યશ્રીનું હાઈ વેસ્ટ જીન્સ પણ સૌથી વધુ જે સ્ટાઇલ ફેમસ થઈ હતી એ હતી સુમનનો પહેરેલો સફેદ ડ્રેસ જેમાં એ કબૂતર જા જા ગીત ગાઈ રહી હતી અને સલમાન અને ભાગ્યશ્રી એટલે કે સુમન અને પ્રેમની વચ્ચે દોસ્તીની નિશાની વાળી કેપ. માર્કેટમાં આની ખૂબ જ માંગ હતી. દરેક છોકરી એ વાઇટ ડ્રેસ પહેરીને સુમન જેવી દેખાવા માંગતી હતી.

વાઇટ ડ્રેસ સાથે બાંધણીની ઓઢણી, અંજલી હેર કટ, ફ્રેંડશીપ બેન્ડ- કુછ કુછ હોતા હે

image source

આ ફિલ્મે ઘણા બધા ટ્રેન્ડ સેટ કર્યા હતા અને એ આજે પણ ખૂબ જ કુલ લાગે છે. આ બધામાં સૌથી વધારે લોકપ્રિય થયા હતા કાજોલનો સફેદ ડ્રેસની સાથ બાંધણીનો દુપટ્ટો, સાથે જ એમના કેરેકટર અંજલીના એ હેર કટ પણ એટલા જ પસંદ કરવામાં આવ્યા હતા કે નાની નાની છોકરીઓ પણ અંજલીવાળો લુક જ આપનાવવા માંગતી હતી અને એ માર્કેટમાં ખૂબ જ ચાલ્યો પણ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.