જાણો અમિતાભથી લઈને શાહરૂખ સુધીના સ્ટાર્સની પહેલી કમાણી કેટલી હતી, આમિરખાનની તો માત્ર..

આજે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલનારા કલાકારો કાઈ એમજ ઉંચાઇ પર નથી પહોંચ્યા. પહેલા આ સીતારાઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો અને તેમનો પ્રથમ પગાર પણ આશ્ચર્યજનક હતો. બોલિવૂડના ટોચના સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરવા માટે ભારે ફી લે છે, જે કરોડોમાં હોય છે. જો કે, આ કલાકારોની પ્રથમ કમાણી એટલી ઓછી હતી કે તમને તેના પર પૂરો વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગશે. તો ચાલો જાણીએ બોલીવુડ સ્ટારની પહેલી કમાણી કેટલી હતી.

અક્ષય કુમાર

image source

બોલિવૂડના ખિલાડી નંબર 1 અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા બેંગકોકમાં એક રેસ્ટોરન્ટમાં રસોઇયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષયને તે સમયે માસિક 1500 રૂપિયા પગાર મળતો હતો. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર આજે બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં ટોચ પર છે. વર્તમાન સમયમાં બોલિવૂડમાં સોથી વધુ કમાણી કરતા એક્ટમાં અક્ષય સામેલ છે. હાલમાં બોલિવૂડના સૌથી બેંકેબલ સ્ટાર્સમાં અક્ષય કુમાર સામેલ છે. અક્ષય કુમારે બોલિવૂડમાં એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે. અક્ષય કુમાર બોલિવૂડનો પહેલો એક્ટર છે, જેણે એક વર્ષમાં બોક્સ-ઓફિસ પર 700 કરોડથી વધુની કમાણી કરી છે.

અક્ષયની વર્ષ 2019માં આ ફિલ્મ્સ રિલીઝ થઈ

ફિલ્મ” “કમાણી (કરોડમાં)

કેસરી” “154.41

મિશન મંગલ” “202.98

હાઉસફુલ 4” “194.60

ગુડ ન્યૂઝ ” “167.50* (ફિલ્મ હજી ચાલે છે)

ટોટલ ” “719.49

શાહરૂખ ખાન

image source

બોલિવૂડના કિંગ ખાનનો પહેલો પગાર અથવા તો કહીએ કે પહેલી આવક માત્ર 50 રૂપિયા હતી. શાહરૂખને આ પગાર ગઝલ ગાયક પંકજ ઉદાસના કોન્સર્ટમાં કામ કરવાના બદલામાં મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે શાહરૂખ ખાન તેની પ્રથમ કમાણીના પૈસાથી તાજમહેલને જોવા સીધો આગ્રા ગયો હતો.

પ્રિયંકા ચોપડા

image source

બોલિવૂડ સહિત હોલીવુડમાં પોતાની ખ્યાતિ લહેરાવી રહેલી પ્રિયંકાની પહેલી આવક 5000 રૂપિયા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ તેની પ્રથમ કમાણીનો ચેક સીધો તેની માતાના હાથમાં આપ્યો, એવું કહેવામાં આવે છે કે પ્રિયંકાની માતા હજી પણ તે ચેક તેની પાસે રાખે છે.

આમિર ખાન

image source

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાને સહાયક નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મીડિયાના અહેવાલો અનુસાર, આમિરને સહાયક ડિરેક્ટર તરીકે 1000 રૂપિયા પગાર મળ્યો હતો. આમિરે પહેલો પગાર પણ તેની માતાને આપ્યો હતો.

અમિતાભ બચ્ચન

image source

સદીના મહાનાયક અમિતાભ બોલિવૂડમાં આવતા પહેલા કલકત્તાની એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે બિગ બી, જે આજે કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે ભારે રકમ લે છે, તેમને મહિને માત્ર 500 રૂપિયા પગાર મળતો હતો.

એક જ વર્ષમાં વધુ બોક્સ-ઓફિસ કલેક્શન કરનાર સ્ટાર્સ

સ્ટાર ” “ટોટલ ફિલ્મ્સ ” “બોક્સ ઓફિસ કલેક્શન (કરોડમાં)” “વર્ષ

અક્ષય કુમાર” “4 ” “719.49 ” “2019

રણવીર સિંહ” “2” “542.46” “2018</p?> સલમાન ખાન” “2” “530.50 “2015”

પ્રભાસ 1″ “510.99 ” “2017

રીતિક રોશન” “2” “464.85” “2019

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.