બોલિવૂડના 7 ચર્ચાસ્પદ ઝઘડાઓ, જેમાં આ હિરોની હાલત થઇ ગઇ હતી સૌથી ખરાબ અને લોકોએ આપી હતી મારી નાખવાની ધમકી

બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ અને અહંકાર પોતાના સારા મિત્રોને પણ દુશ્મન બનાવી દે છે, ઘણા બોલીવૂડ સ્ટાર અહંકારમાં આવીને પોતાના મિત્ર સાથે ઝઘડી ચૂક્યા છે અને વર્ષો સુધી તેમણે અબોલા પણ લીધા છે. અને છેવટે ફરી પાછા એકબીજાના મિત્રો પણ બની ગયા છે, પણ કેટલાક ઝઘડા એવા પણ છે જે આજે પણ તેવાને તેવાજ છે. એક બીજાનો ચહેરો જોવાનું પણ આ સ્ટાર્સ પસંદ નથી કરતા, તો આજે તમને અમે આવા જ બોલીવૂડ સ્ટાર્સના ઝઘડાઓથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.

કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા

image source

કરીના કપૂર અને પ્રિયંકા ચોપડાનો ઝઘડો અબ્બાસ મસ્તાનની ફિલ્મ એતરાજના સેટ પર થયો હતો, આ ફિલ્મમાં બન્ને એક સાથે કામ કરી રહ્યા હતા પણ કરીનાએ આ ફિલ્મનો બધો જ શ્રેય પોતાના પર લઈ લીધો અને ત્યાર બાદ બન્ને વચ્ચે મનદુઃખ શરૂ થયું પણ 2010માં યોજાયેલા એક પોલીસ ફેસ્ટિવલ દરમિયાન બન્ને વચ્ચેના અબોલા દૂર થઈ ગયા. અને આજે તે બન્ને એકબીજાને સોશિયલ મિડિયા પર બર્થડે વિશ પણ કરે છે. અને તે બન્ને કોફી વિથ કરનની છેલ્લી સિઝનમાં એક સાથે જોવા પણ મળ્યા હતા.

શાહરુખ ખાન અને સલમાન ખાન

image source

શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે 2008માં અભિનેત્રી કેટરીના કૈફના જન્મદિવસ પર તીરાડ પડી હતી, આ તીરાડ બન્ને વચ્ચે શાહરુખ ખાન અને સલમાન ખાને સ્ટેજ પર જઈને પોતાના શો દસ કા દમને શાહરુખના શો ક્યા આપ પાંચવી પાસથી વધારે હીટ છે તેવું કહ્યું હતું. તે વખતે તે પાર્ટીમાં ઘણા બધા લોકો હાજર હતા. અને ત્યાર બાદ તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ વર્ષો સુધી તેમની વચ્ચે અબોલા રહ્યા હતા. જોકે આજે તેઓ સારા મિત્રો છે.

અભિષેક બચ્ચન – કરીના કપૂર

image source

અભિષેક બચ્ચન અને કરીના કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સાથે પગ મુક્યો હતો. આ બન્નેના કૌટુંબિક સંબંધો પણ ખૂબ જ સારા છે. અને તે વખતે અભિષેક અને કરિશ્મા કપૂર એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન કરવાના હતા. પણ 2001માં તે બન્નેની સગાઈ ટૂટી ગઈ અને ત્યાર બાદ કરીના અને અભિષેક વચ્ચેના સંબંધો પણ પુરા થઈ ગયા, અને ત્યાર બાદ અભિષેકે ક્યારેય કરીના કપૂર સાથે કામ નથી કર્યું.

શાહરુખ ખાન અને ફારાહ ખાન

image source

શાહરુખ ખાન અને ફારાહ ખાન વર્ષો જુના મિત્રો છે, પણ ફિલ્મ તીસ માર ખાનમાં ફારાહ ખાને શાહરુખ ખાનની જગ્યાએ અક્ષય કુમારને પસંદ કર્યો, માટે ફરાહ ખાન અને શાહરુખ ખાન વચ્ચે મનદુઃખ ઉભું થયું, જો કે ત્યાર બાદ શાહરુખે ફારાહની માફી પણ માંગી લીધી હતી તેવું પણ સાંભળવા મળ્યું હતું અને હાલ તેઓ એકબીજાના પહેલા જેવાજ સારા મિત્રો પણ છે. જો કે આ ઝઘડા પાછળ ફારાહના પતિ શિરિશ કુંદરને પણ જવાબદાર ગણવામાં આવ્યો હતો. જો કે શું હકીકત હતી તે હજુ સુધી જાણવા નથી મળ્યું.

મધુર ભંડારકર અને ઐશ્વર્યા રાય

image source

મધુર ભંડારકરની ફિલ્મ હીરોઈનની મુખ્ય અભિનેત્રી તરીકે તેમણે ઐશ્વર્યા રાયને પસંદ કરી હતી, પણ ત્યાર બાદ ઐશ્વર્યાએ પ્રેગ્નન્સીના કારણે તે ફિલ્મ છોડી દેવી પડી હતી. અને તેને લઈને મધુર ભંડારકર ભારે ગુસ્સે થયા હતા, અને આ ઘટનાની ખૂબ ટીકા પણ થઈ હતી. ઐશ્વર્યા બાદ આ ફિલ્મ કરીના કપૂરને ઓફર કરવામાં આવી.

ઋતિક રોશન અને કંગના રનૌત

image source

કંગના રનૌત અને રિતિક રોશન વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે કંગનાએ પોતાનું અફેર ઋતિક સાથે હોવાની વાત જાહેર કરી દીધી. જેનો ઋતિકે ક્યારેય સ્વિકાર ન કર્યો અને ઋતિકે માફી માંગવા માટે કંગનાને એક નોટીસ પણ મોકલી હતી. અને ત્યાર બાદ શું થયું તે આપણે બધા જાણીએ છીએ. અને આજે સમય એવો આવ્યો છે કે કંગનાને માત્ર ઋતિકથી જ નહીં પણ બોલીવૂડના બધા જ કલાકારો, ડીરેક્ટર્સ તેમજ ફિલ્મ મેકર્સ સામે વાંધો છે.

સલમાન ખાન અને વિવેક ઓબેરોય

image source

સલમાન ખાન અને વિવેક ઓબેરોયનો ઝઘડો તો જગ જાહેર છે. 2003માં વિવેકે સલમાન વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને તેમાં તેણે સલમાન ખાન તેને હેરાન કરી રહ્યો છે તેવો તેણે આરોપ મુક્યો હતો. વિવેકે જણાવ્યુ હતું કે સલમાને તેના પર 41 ફોન કોલ્સ કર્યા હતા, માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું હતું કે વિવેકને જીવથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. આ ઝઘડા પાછળ સલમાન અને ઐશ્વર્યાના સંબંધોમાં આવેલી કડવાશ અને વિવેક અને ઐશ્વર્યાના વધતા સંબંધો પણ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.