આ બોલીવુડ સેલિબ્રિટીએ પોતાના એક્સની જાહેરમાં કરી દીધી હતી બેઇજ્જતી…

આ બૉલીવુડ સેલિબ્રિટીએ કરી હતી પોતાના એક્સની જાહેરમાં અવગણના. નંબર 4 ની વાત જ ન પૂછો.

જેકલીન ફર્નાન્ડિઝ અને સાજીદ ખાન.

image soucre

સાંભળવામાં આવ્યું હતું કે બંને વચ્ચે પહેલી નજરનો પ્રેમ હતો અને બન્ને લગ્ન પણ કરવાના હતા પણ સજીદના ઓવરપોઝીસીવ સ્વભાવના કારણે બંને અલગ થઈ ગયા. બ્રેકઅપ પછી સાજીદ ખાને કહ્યું હતું કે જો કે અમારું બ્રેકઅપ મેં 2013માં થયું પણ ડિસેમ્બર 2012થી જ અમારા સંબંધમાં કડવાશ આવવા લાગી હતી. જ્યારે તમારી જિંદગીમાં કોઈ સ્ત્રી નથી હોતી તો તમે કામ પર વધારે ફોકસ કરી શકો છો કારણ કે કોઈ તમારા માથા પર હંમેશા ઉભું નથી રહેતું. હું હિંમતવાલાની મેકિંગ દરમિયાન એની સાથે પાંચ દિવસ રજા પર ગયો હતો અને જ્યારે ફિલ્મ ન ચાલી ત્યારે મને બહુ ખરાબ લાગ્યું હતું.

પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા.

image soucre

એક ટોપ એક્ટ્રેસની મુલાકાત એક બિઝનેસમેન સાથે થાય છે અને બંને વચ્ચે રોમાન્સ શરૂ થઈ જાય છે અને પછી એ બંને સાથે મળીને આઇપીએલની એક ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને ખરીદે છે પણ આ પ્રેમ ભર્યા દિવસો વધુ સમય નથી રહેતા અને જૂન 2014માં પ્રીતિએ નેસ વાડિયા પર ઉતપીડન, અત્યાચાર અને મારપીટનો આરોપ લગાવીને એમની સાથે બ્રેકઅપ કરી લીધું એમને કહ્યું હતું કે એ મને ધમકી આપતા કહી રહ્યો હતો કે હું કઈ જ નથી બસ એક નાની એક્ટ્રેસ છું અને એ ખૂબ જ શક્તિશાળી માણસ છે. મુંબઈના વાનખેડેમાં જે પણ બન્યું એને મને સંપૂર્ણ રીતે હચમચાવી દીધી” નેસ વાડિયા વિરુદ્ધ FIR નોંધાવતા એમને કહ્યું હતું કે એ મારી સીટ પાસે આવ્યો અને બધાની સામે મને ગાળો બોલવા લાગ્યો. એને ખૂબ જ ગંદી ભાષાનો પ્રયોગ કર્યો અને મારા કેરેકટર અને રેપ્યુટશનને ખરાબ કરી.

ઐશ્વર્યા રાય અને સલમાન ખાન.

image soucre

ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની લવસ્ટોરી બોલીવુડની સૌથી મિસ્ટીરિયસ લવસ્ટોરીમાની એક છે. એ સમયે બંને એકબીજાને ગળાડૂબ પ્રેમમાં હતા પણ પછી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બંને એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ નથી કરતા. મળેલી માહિતી અનુસાર ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સલમાન એમના સેટ અને ઘરની બહાર આવીને ગાળાગાળી કરતા હતા અને સીન ક્રિએટ કરતા હતા. ઐશ્વર્યાએ એકવાર જાહેરમાં કહ્યું હતું કે અમારા બ્રેકઅપ પછી એ મને ફોન કરીને બકવાસ કરતા હતા. એમને એવું લાગતું હતું કે મારું મારા કો સ્ટાર સાથે અફેર છે. કેટલીવાર તો સલમાને મારા પર હાથ પણ ઉઠાવ્યો પણ ભગવાનની દયાથી મારા ચહેરા પર કોઈ નિશાન નથી પડયા હું આટલું બધું થવા છતાં કામ કરતી રહી જાણે મારી સાથે કાઈ બન્યું જ ન હોય. હું એના ખરાબ સમયમાં એના આવા ગેરવર્તન બાદ પણ ઉભી રહી અને એના બદલામાં મને આટલું બધું સહન કરવું પડ્યું. એટલે મેં કંટાળીને આ સંબંધને પૂરો કરી નાખ્યો.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાન.

image soucre

અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા પછી સૈફ અલી ખાને છૂટાછેડાના કારણો, એલીમની અને એ પછી જે પણ કઈ થયું એ વિશે બિન્દાસ બનીને વર્ષ 2005માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કોઈ તમને વારંવાર એ વાતનો અહેસાસ કરાવે કે તમે કોઈ કામના નથી અને તમારી માતા અને બહેનોને ગંદી ગાળો આપે તો તમને કેવું લાગશે. મેં આ બધું સહન કર્યું છે. સૈફએ આગળ કહ્યું કે પત્ની હોટ અને સેક્સી હોય તો ખૂબ જ સારું લાગે છે જેથી જિંદગીમાં એ વાતનો અફસોસ ન રહે કે તમે ક્યારેક કોઈ સુંદર સ્ત્રી સાથે લગ્ન નથી કર્યા.

શાહિદ કપૂર અને કરીના કપૂર.

image soucre

શાહિદ અને કરીના કપૂરના સંબંધ 4 વર્ષ સુધી ચાલ્યા અને ફિલ્મ જબ વી મેટની ફિલ્મઈંગ દરમિયાન એમનું બ્રેકઅપ થઈ ગયું. જો કે બ્રેકઅપ પછી બંને પોતપોતાની લાઈફમાં સેટલ થઈ ગયા અને બંનેએ લગ્ન કરી લીધા, પણ હજીએ એકબીજા સાયહે વાત નથી કરતા. શાહિદ કપૂરના મનમાં એટલી કડવાશ ભરાઈ ગઈ હતી કે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે એમને પૂછવામા આવ્યું કે શું એ ફરી ક્યારેય કરીના સાથે કામ કરશે તો એમને કહ્યું કે જો મારા ડાયરેકટર કોઈ ગાય ભેંસ સાથે પણ કામ કરવા માટે કહેશે તો એક એકટર તરીકે હું કામ કરીશ. ભૂલ એ હતી કે હું ખૂબ જ સારો બોયફ્રેન્ડ હતો. ચાર વર્ષના રિલેશનશિપમાં ખૂબ જ કમિટેડ રહ્યો પણ હવે મેં એટલું શીખી લીધું છે કે ફક્ત સારું હોવું જ પૂરતું નથી.

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી.

image soucre

શિલ્પા શેટ્ટી અક્ષય કુમારને ખૂબ જ પ્રેમ કરતી હતી અને એમની સાથે લગ્નના સપના જોતી હતી પણ અક્ષય કુમારે એમનવ દગો આપીને ટ્વીનકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. એક ઇન્ટરવ્યૂમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે અક્ષય કુમારે મારો ઉપયોગ કર્યો અને જ્યારે એમને બીજું કોઈ મળ્યું એમને મને છોડી દીધી. જૂની વાતોને ભુલાવી એટલી સરળ નથી હોતી પણ મને એ વાતની ખુશી છે કે હું બધું ભુલાવીને આગળ વધી ગઈ. હવે ભવિષ્યમાં હું એમની સાથે ક્યારેય કામ નહીં કરું.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર.

image soucre

જો કે દીપિકા પાદુકોણ કોન્ટ્રોવર્સીથી હંમેશા દૂર રહે છે પણ એ પોતાની ડિપ્લોમેસી માટે જાણીતી છે. રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયા પછી એ એટલી બધી તૂટી ગઈ હતી કે ઘણા સમય સુધી ડિપ્રેશનમાં જતી રહી હતી. પણ કોફી વિથ કરણના એક સીઝનમાં રણબીર કપૂરના રંગીલા સ્વભાવ પર હસતા એમને કહ્યું હતું કે રણબીરને કોન્ડમની જાહેરાત કરવી જોઈએને એમને પોતાની બોયફ્રેન્ડ સ્કિલ પર કામ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.