સાઉથની આ 7 ફિલ્મોની સ્ટોરી બોલિવૂડને પણ આપે છે ટક્કર, કોમેન્ટમાં જણાવો અમને તમે આમાંથી કઇ ફિલ્મ જોઇ છે?

થોડા વર્ષો પહેલાની સરખામણીએ આજે દેશનો મોટા ભાગનો વર્ગ બોલીવૂડની સાથે સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ ખૂબ જુએ છે અને પસંદ પણ કરે છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોની ખાસીયત એ હોય છે કે તે એક્શન અને કોમેડીથી ભરપુર હોય છે અને સાથે સાથે ફિલ્મની સ્ટોરીની ગતિ પણ ઝડપી હોય છે. આજે ટેલિવિઝનની મોટા ભાગની મૂવિ ચેનલ પર સાઉથ ઇન્ડિયન ફિલ્મો જ રજૂ કરવામાં આવે છે અને લોકો તેને વારંવાર જોતા હોય છે. પણ સાઉથની ઘણી બધી એવી ફિલ્મો પણ છે જે બોલીવૂડની ફિલ્મોને પણ ક્યાંય પાછી પાડે તેવી છે. તો આજે અમે તમારા માટે તેવી જ કેટલીક સાઉથ ઇન્ડિયન ફિલ્મોની માહિતી લઈને આવ્યા છીએ.

ધુરુવાંગલ પઢીનારુ

image source

આ એક રહસ્યથી ભરપૂર ફિલ્મ છે. જો તમને સસ્પેન્સ – થ્રીલર પસંદ હોય તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. તમારે ધુરુવંગલ પઢીનારુ જોઈ જ લેવી જોઈએ. આ ફિલ્મની વાર્તની શરૂઆત એક નિવૃત્ત પોલીસ અધિકારીથી થાય છે. આ સીનમાં આ નિવૃત્ત પોલીસ અધિકારીના મિત્રનો પુત્ર તેને મળવા આવે છે. તેઓ કોઈ જૂના કેસ પર ચર્ચા કરી રહ્યા છે. અને છેવટે ખૂબ આગ્રહ કર્યા બાદ તે નિવૃત્ત અધિકારી વર્ષો જૂના તેમના દ્વારા ઉકેલવામાં આવેલા કેસ વિષેની વાત શરૂ કરે છે. જે આગળ જતાં ખૂબ જ સસ્પેન્સથી ભરપૂર અને થ્રીલીંગ બની જાય છે. આ ફિલ્મનું ડિરેક્સન કાર્થિક દ્વારા કરવામાં આવ્યું છે.

સુપર ડિલક્સ

image source

આ એક તમિલ ક્રાઇમ ડ્રામા કોમેડિ મૂવી છે. આ ફિલ્મમાં વિજય સેતુપથીના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ફિલ્મમાં એક નહીં પણ ચાર વાર્તાઓ પેરેલલ ચાલે છે. તમિલ સ્ટાર વિજય સેતુપથીએ આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર મહિલાની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેમની સાથે તમે સામંથા અકીનેની અને ફહદ ફાસીલનો જોરાદાર અભિનય પણ જોશો.

મહંતિ

image source

દક્ષિણની ફિલ્મોમાં 50 તેમજ 60ના દાયકામાં સાવિત્રી નામની અભિનેત્રીનું ભારે વર્ચસ્વ રહ્યું છે. તેમણે પોતાની કેરિયરમાં કુલ 205 ફિલ્મો કરી છે. અને તેમના જીવન પર આધારિત મહાંતિ ફિલ્મ બનાવવામાં આવી. આ ફિલ્મનું દિગદર્શન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું. આ ફિલ્મમા સાઉથના દિગ્ગજ કલાકારો કીર્તી સુરેશ, વિજય દેવેરાકોન્ડા તેમજ સામંથા અક્કીનેનીએ કામ કર્યું છે. આ ફિલ્મને ઘણા બધા અવોર્ડ્સ મળી ચુક્યા છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કીર્થી સુરેશને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મને બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનનો નેશનલ અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત પણ ઘણા બધા અવોર્ડ મળી ચુક્યા છે.

કુંબાલાંગી નાઇટ્સ

image source

આ ફિલ્મની વાર્તા ચાર ભાઈઓની આસપાસ ફરે છે. ચારેય ભાઈઓમાં ખૂબ પ્રેમ હોય છે અને તેમ છતાં તેમને એકબીજા સાથે મનમેળ નથી રહેતો. બધાનું પોત પોતાનું જીવન છે પોતપોતાના સંઘર્ષ છે. પણ આ ભાઈઓ ત્યારે એક થાય છે જ્યારે તેઓ પોતાના એક ભાઈને તેનો પ્રેમ પામવામાં મદદ કરે છે.

વાયરસ

image source

આ એક સાઇન્સ ફિક્શન મુવી છે. બોલીવૂડ તેમજ દેશની અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી ઓછી ફિલ્મો બની છે. જ્યારો હોલીવૂડમાં તો આ વિષય એટલે કે વાયરસના વિષય પર અસંખ્ય ફિલ્મો અત્યાર સુધીમાં બની ગઈ છે. આ મલયાલમ ફિલ્મ 2019માં આવી હતી. ફિલ્મની વાર્તા કેરળમાં ફેલાયેલા નિપા વાયરસની આસપાસ ચકરાવો લે છે. અને આ વાયરસથી જાહેર જનતાને બચાવવા માટે કેટલાક બહાદુર લોકો જે જોખમ ઉઠાવે છે અને જે બુદ્ધિ વાપરે છે તે આ ફિલ્મનું મજબુત પાસુ છે.

અજામ પાથિરા

image source

આ ફિલ્મ સસ્પેન્સ – થ્રીલર છે. આ ફિલ્મની વાર્તા એક સિરિયલ કિલરની આસપાસ ફરતી રહે છે. આ ફિલ્મની શરૂઆત એક પોલીસ અધિકારીની હત્યાથી થાય છે. ફિલ્મમાં અણધાર્યા વણાંકો આવે છે જે દર્શકોને જકડી રાખે છે. ફિલ્મનું દીગ્દર્શન મેન્યુઅલ થોમસે કર્યું છે.

પેરિયેરમ પેરુમલ

image source

આ ફિલ્મ જ્ઞાતિવાદ પર આધારિત ફિલ્મ છે. અત્યાર સુધી જ્ઞાતિવાદ પર આધારિત ફિલ્મો બની તેમાંની આ ઉત્તમ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ 2018માં થિયેટર્સમા રિલિઝ થઈ હતી. આ ફિલ્મનું મુખ્ય પાત્ર એક કાયદાનો વિદ્યાર્થી છે અને ફિલ્મની વાર્તા તેની પ્રેમકથા આસપાસ ફરે છે. મુખ્ય પાત્ર એટલે કે ફિલ્મનો હીરો એક નીચી જાતીનો હોય છે જ્યારે તેને જે યુવતિ સાથે પ્રેમ થાય છે તે ઉંચી જાતિની હોય છે. તેણી તેની ક્લાસમેટ હોય છે. પણ ઉંચી જાતિની છોકરી સાથે પ્રેમ કરવો તેના માટે મુસિબતો નોતરે છે. અને પછી જે રીતે તે બધી જ મુશ્કેલીઓનો સામનો કરે છે તે જોવા જેવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.