ફિલ્મ જગતમાં સોપો પડી ગયો, આ કલાકારે રાત્રે હોટલમાં મહિલા કલાકારની કરી છેડતી, પોલીસે પુરી દીધો જેલમાં

હાલમાં બોલિવૂડ સેલેબ્સની ધરપકડ ડ્રગ્સ કેસના લીધે વધારે થાય છે. પરંતુ એવામાં એક નવો જ કેસ સામે આવ્યો કે જ્યાં અભિનેતાની ધરપકડ ડ્રગ્સ નહીં પણ મહિલાની છેડતીના કારણે કરવામાં આવી છે. બોલિવૂડ અભિનેતા વિજય રાઝની પોલીસે મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લામાંથી ધરપકડ કરી છે. એક્ટર વિજય રાઝની સોમવાર, 2 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી ‘ANI’ પ્રમાણે, વિજય રાઝ પર ક્રૂ મેમ્બરની મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. વિજય રાઝની મહારાષ્ટ્રના ગોંડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ SP અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે એક્ટર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. ફિલ્મના સેટ પર વિજય પર મહિલા કલાકારની છેડતીનો આરોપ છે.

image source

આ સમગ્ર કેસ મામલે ગોંડિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ આ સમાચારની પુષ્ટિ પણ કરી છે. આ મામલે કુલકર્ણીએ કહ્યું કે વિજય રાજ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અભિનેતા સામે આઈપીસીની કલમ 354 (મહિલાની ઈજ્જતનો ભંગ કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિજય રાઝ ફિલ્મ શેરનીના શૂટિંગ માટે મધ્યપ્રદેશના બાલાઘાટમાં હાજર હતા. શૂટિંગ માટે આખી ટીમ વિદર્ભના ગોંડિયા વિસ્તારમાં આવી હતી અને તમામ કલાકારો હોટલ ‘ગેટવે’માં રોકાયા હતા.

image source

એવો આરોપ છે કે અભિનેતાએ ત્યાં હોટલમાં રાત્રે એક મહિલા કલાકારની છેડતી કરી છે. વિજય રાઝની ધરપકડ બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. મહિલાની ફરિયાદના આધારે સોમવારે મોડી રાત્રે રામનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મંગળવારે સવારે અભિનેતાની હોટલમાંથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2005માં વિજય રાજની દુબઈમાં ડ્રગ્સ રાખવાના આરોપમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.

image source

57 વર્ષીય વિજય રાઝ એક્ટર અભિષેક બચ્ચનની ફિલ્મ ‘રન’માં ‘કૌઆ બિરયાની’ સીનને કારણે ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ઉપરાંત તેણે ‘ગલી બોય’, ‘ધમાલ’, ‘વેલકમ’, ‘મુંબઈ ટૂ ગોવા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. વિજયે 1999માં ફિલ્મ ‘ભોપાલ એક્સપ્રેસ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું.

image source

ડિજિટલ-દુનિયામાં ક્વૉલિટી સિનેમા અને ક્વૉલિટી ઍક્ટિંગ જોનારને જલસો પડી રહ્યો છે. ફિલ્મોની જેમ સ્ટાર મટીરિયલ નહીં પણ સક્ષમ કલાકારો અહીં લીડ રોલમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં ‘ઍરલિફ્ટ’ ફેમ ડિરેક્ટર રાજા ક્રિષ્ના મેનને નેટફ્લિક્સ માટે એક ડાર્ક-કૉમેડી સિરીઝની જાહેરાત કરી હતી જેમાં હવે લીડ અભિનેતા તરીકે વિજય રાઝની પસંદગી કરવામાં આવી છે.

image soucre

વિજય રાઝે ‘મૉન્સૂન વેડિંગ’, ‘રન’, ‘દેહલી બેલી’, ‘ધમાલ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. રાજા ક્રિષ્ના મેનને ૨૦૦૯માં ‘બારહ આના’ ફિલ્મ બનાવી હતી જેમાં વિજય રાઝ મહત્ત્વના રોલમાં હતો અને હવે નેટફ્લિક્સની સિરીઝમાં બન્ને બીજી વખત સાથે કામ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.