અભિનેત્રી કાજલ અગ્રવાલના ઘરમાં છે જોરદાર ફેસિલિટી, જેમાં ખાસ જોજો રૂમમાં પડેલી ડિઝાઇનરસ ખુરશી

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલે હાલમાં જ પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ ગૌતમ કિચલું સાથે લગ્ન કરી લીધા છે. જ્યારથી કાજલ અગ્રવાલ સાસરે પહોંચી છે ત્યારથી દરરોજ એમના કોઈને કોઈ નવા ફોટા સામે આવી રહ્યા છે. અભિનેત્રી કાજલ અગ્રવાલ ભલે હવે પોતાની સાસરીમાં શિફ્ટ થઈ ગઈ હોય પણ એમના પિયરના ઘરમાં આજે પણ એમની હજારો યાદો રહેલી છે. આજે અમે તમને કાજલ અગ્રવાલના ઘરના અંદરના કેટલાક ફોટા બતાવવા જઇ રહ્યા છે તો ચાલો જોઈ લઈએ.

image source

કાજલ અગ્રવાલનું આ ખૂબ જ સુંદર ઘર મુંબઈમાં આવેલું છે. આ જ ઘરમાં કાજલ અગ્રવાલનું જન્મ થયો હતો. આ જ ઘરમાં કાજલે પહેલીવાર ચાલવાનું શરૂ કર્યું હતું અને આ જ ઘરમાં રહીને એમને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જ ઘરમાંથી કાજલ અગ્રવાલે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને એક સફળ અભિનેત્રી તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી.

image source

કાજલ અગ્રવાલનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. અભિનેત્રી કાજલના પિતાનું નામ સુમન અગ્રવાલ છે જે એક બિઝનેસમેન છે અને એમની માતાનો પણ પોતાનો અલગ વ્યવસાય છે. કાજલને એક બહેન પણ છે. તમને જણાવી દઈએ કે કાજલે પોતાના ઘરને ખૂબ જ સુંદર અંદાજમાં સજાવ્યું છે. આ એમના ઘરના લિવિંગ રૂમનો ફોટો છે.

image source

કાજલ અગ્રવાલને સાદાઈથી રહેવાનું જ ગમે છે. એમના ઘરના રંગને જોઈને કદાચ તમને આ વાતનો અંદાજો આવી જ ગયો હશે. કાજલે પોતાના ઘરમાં વધારે પડતી સુશોભણની વસ્તુઓ નથી રાખી. પોતાના રૂમમાં કાજલે ઘણી બધી બુક્સ મુકેલી છે. નવરાશના સમયમાં કાજલ આ પુસ્તકોને વાંચવાનું પસંદ કરે છે.

image source

કાજલ અગ્રવાલના ફ્લેટમાં તમને બેસવા માટે ઘણા બધા સોફા અને ખુરશીઓ મળી જશે. કાજલને આ પ્રકારનું ઇન્ટિરિયર ખૂબ જ ગમે છે. તમને જણાવી દઈએ કે કાજલને નેચર સાથે ખાસ લગાવ છે. તમને એમના ઘરમાં ઘણા ફૂલ છોડ પણ મળી આવશે. મુંબઈની શોરબકોર વાળી લાઇફસ્ટાઇલમાં કાજલ અગ્રવાલનું આ ઘર તમને ખૂબ જ શાંત લાગશે. આ એમના બેડરૂમનો ફોટો છે.

image source

કાજલ અગ્રવાલના ઘરમાં એક સુંદર મજાનું ગાર્ડન પણ છે જેમાં ઘણી વાર અભિનેત્રી કાજલ આરામ કરતી જોવા મળે છે. હાલ તો કાજલ પોતાની સાસરીમાં સમય પસાર કરી રહી છે અને ગૌતમ કિચલું સાથે પોતાનું લગ્ન જીવન વ્યતીત કરી રહી છે. થોડા દિવસ પહેલા જ કાજલ અગ્રવાલે પોતામાં પતિ માટે કરવા ચોથનું વ્રત પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.