આલેલેલે! પોતાનું નામ કમાવવા માટે આ 7 સેલિબ્રિટીએ કર્યું લગ્નનું એવુ નાટક કે ના પૂછો વાત…PICS

શોની ટીઆરપી વધારવા માટે મેકર્સ, એક્ટર્સ પાસે કઈ પણ કરાવવા માટે તૈયાર હોય છે અને એક્ટર્સ પણ વધુ ફી અને પબ્લિસિટી મેળવવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. એટલે સુધી કે લગ્ન જેવા પવિત્ર સંબંધને મજાક બનાવી દે છે. આજે અમે તમને જણાવીશું એવા ટીવી સેલિબ્રિટી વિશે જેમને પબ્લિસિટી મેળવવા માટે ટીવી ચેનલ પર જુઠા લગ્નનું નાટક કર્યું છે.

નેહા કક્કડ.

image source

રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં જજ બનેલી નેહા કક્કડ પણ આ શોના હોસ્ટ આદિત્ય નારાયણ સાથેના લગ્નની ખબરને કારણે ચર્ચામાં રહી હતી. મેકર્સે શોની ટીઆરપી વધારવા માટે નેહા કક્કડ અને આદિત્ય નારાયણના જુઠા લગ્નનું નાટક કર્યું હતું. એ સમયે તો ફેન્સે આ લગ્નને સાચા માની લીધા હતા. પણ પછી હકીકત આમે આવી ત્યારે ફેન્સને ખબર પડી કે મેકર્સે ટીઆરપી વધારવા માટે આ જુઠા લગ્નનું નાટક કર્યું હતું.

પારસ છાબડા

image source

એકટર પારસ છાબડાએ રિયાલિટી શો મુજસે શાદી કરોગેમાં પોતાના સ્વયંવરનું નાટક કરીને બહુ ટાઈમપાસ કર્યો હતો. શો દરમિયાન પારસે જીવનસાથીના રૂપમાં ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાને પસંદ કરી હતી. પછી ખબર નહિ એવું શું થયું કે શો પછી આંચલ ખુરાનાએ આ આખા શોને ફેક કહ્યો અને પારસ છાબડા સાથે કોઈપણ સંબંધ ન હોવાની વાત કરી હતી..

શહનાઝ ગિલ.

image source

પંજાબની કેટરીના કેફ એટલે કે શહનાઝ ગિલે બિગબોસ 13 ખતમ થયા પછી પોતાનો સ્વયંવર કર્યો હતો. શોના મેકર્સે ટીઆરપી વધારવા માટે પ્રતિયોગીઓ પાસે ઘણી મહેનત કરાવી પણ શોના અંતમાં શહનાઝ ગિલે પોતાનો જીવનસાથી પસંદ કરવાની ના પાડી દીધી.

સારા અલી.

image source

બિગ બોસમાં દેખાયેલી સારા અલી બિગ બોસના ઘરમાં અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. ફેન્સને લાગ્યું કે ખરેખર એ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પણ શોની બહાર આવતા જ એક જ મહિનામાં બંનેના છૂટાછેડા થઈ ગયા. પછી એમને ખુલાસો કર્યો હતો કે રિયાલિટી શોમાં જુઠા લગ્ન કરવા માટે એમને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

રાખી સાવંત

image source

રાખી સાવંતે પણ લગ્નના નામે એક રિયાલિટી શોમાં ભાગ લીધો હતો જેનું નામ હતું રાખી કા સ્વયંવર. આ શો દ્વારા રાખીને ઘણી પબ્લિસિટી મળી. આ સ્વંયવર દરમિયાન રાખીએ ઇલેશ નામના એક એનઆરઆઈને પસંદ કર્યો. રાખીએ ઇલેશ સાથે સગાઇ પણ કરી. પણ સગાઈના અમુક મહિના પછી ડ્રામા કવીન રાખીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

રતન રાજપૂત.

image source

અગલે જન્મ મોહે બિટીયા હી કિજોથી પ્રસિદ્ધ થયેલી રતન રાજપુતે પણ રતન કા રિશ્તા રિયાલિટી શોમાં સ્વયંવર રચાવ્યો હતો. સ્વયંવર દરમિયાન રતને દિલ્લીના એક સોફ્ટવેર એન્જીનીયરને પસંદ કર્યો હતો. એ તો ખબર નથી કે આ સંબંધમાં કેટલી હકીકત હતી. મેકર્સને કહેવા પર આવું કરવામાં આવ્યું હતું કે પછી પબ્લિસિટી મેળવવા માટે. પણ રતનનો આ સંબંધ વધુ દિવસ ન ટક્યો અને થોડા જ સમયમાં રતને સગાઈ તોડી નાખી.

જસલીન મથારું.

image source

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર 67 વર્ષના અનુપ જલોટા અને 30 વર્ષની જસલીન મથારુંના લગ્નના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. બધા જ કન્ફ્યુઝડ હતા કે શું ખરેખર આ કપલે લગ્ન કરી લીધા છે. આ ફોટામાં જસલીન લાલ જોડામાં દેખાઈ રહી હતી અને અનુપ જલોટા શેરવાની અને પાઘડીમાં જોવા મળ્યા હતા. જેવો જસળીને આ ફોટો શેર કર્યો ત્યારથી ફેન્સ હેરાન થઈ ગયા હતા કે શું ખરેખર આ બંનેએ લગ્ન કરી લીધા. રસપ્રદ વાત એ છે કે જેસલીને ફોટો શેર કરતી વખતે કેપ્સનમાં કઈ જ નહોતું લખ્યું. પછીથી એમને ખુલાસો કર્યો હતો કે આ ફોટો તેમના લગ્નનો હું પણ તેમની આગામી ફિલ્મ યે મેરી સ્ટુડન્ટ હેની એક ઝલક હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.