આ 10 બોલીવુડ સેલેબ્સની રહી છે પોતાની ફેમેલી સાથે જબરદસ્ત નોકજોક, કોઈએ પિતાને આપી છે લીગલ નોટિસ તો કોઈએ ભાઈ પર લગાવ્યો છે પ્રોપર્ટી પચાવી પાડવાનો આરોપ.

આ 10 બૉલીવુડ સેલેબ્સની રહી છે પોતાની ફેમેલી સાથે જબરદસ્ત નોકજોક, કોઈએ પિતાને આપી છે લીગલ નોટિસ તો કોઈએ ભાઈ પર લગાવ્યો પ્રોપર્ટી પચાવી પાડવાનો આરોપ.

પ્રતીક બબ્બર.

image source

એકટર અને રાજનેતા રાજ બબ્બર અને સ્મિતા પાટીલના દીકરા પ્રતિકના પોતાના પિતા રાજ બબ્બર સાથે એક સમયે સંબંધ સારા નહોતા. એક ઇન્ટરવ્યૂમાં એમને જણાવ્યું હતું કે બાળપણમાં એમના પિતાએ ક્યારેય એમના હાલચાલ જાણવાની પણ કોશિશ નથી કરી અને હંમેશા પોતાના બીજા પરિવાર સાથે બીઝી રહ્યા. એ પછી પ્રતિકે પોતાની સરનેમ બબ્બર છોડી દેવા સુધીનો નિર્ણય કરી લીધો જેથી બધાને ખબર પડે કે એમની અને રાજ બબ્બર વચ્ચે કોઈ સંબંધ નથી. જો કે પછીથી બંનેના સંબંધ સુધરી ગયા હતા.

અમિષા પટેલ

image source

કહો ના પ્યાર હે અને ગદર જેવી સુપરહિટ ફિલ્મો આપનારી અમિષા પટેલના પોતાના પરિવાર સાથે એ સમયે સંબંધ બગડી ગયા જ્યારે વર્ષ 2004માં એમને પોતાના પરિવાર પર એમની કમાણીનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. એમને પોતાના પિતા વિરુદ્ધ 12 કરોડનો કેસ કર્યો હતો. આ લડાઈ ત્યારે વણસી જ્યારે અમિષાના સંબંધ ડાયરેકટર વિક્રમ ભટ્ટ સાથે જોડાયા. અમિષાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “મારા પેરેન્ટ્સ નથી ઇચ્છતા કે હું વિક્રમને મળું કે એમની સાથે લગ્ન કરું. એ ઇચ્છતા હતા કે મારા લગ્ન કોઈ પૈસાવાળા વ્યક્તિ સાથે થાય. જ્યારે મેં એમને મારા પૈસા વિશે પૂછ્યું તો એ મારી સાથે જગાડવા લાગ્યા.”

કંગના રનૌત.

image source

એક સમય હતો જ્યારે કંગનાનું પોતાના પિતા અમરદીપ સાથે બિલકુલ નહોતું બનતું. વાત જાણે એમ હતી કે કંગના મોડલિંગ અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી જ્યારે એમના પિતા એમને ડોકટર બનાવવા માગતા હતા. એમને મેડિકલના અભ્યાસ માટે કંગાનાનું એડમિશન ઓન ચંદીગઢની ડીએવી સ્કૂલમાં કરવી દીધું હતું. ઓન કંગનાને મોડલિંગ એટલી ગમતી હતી કે એમને સ્કૂલ જવાનું જ છોડી દીધું અને હોસ્ટેલમાંથી પીજીમાં શિફ્ટ થઈ ગઈ. કહેવાય છે કે જ્યારે કંગનાના પિતાને આ વિશે ખબર પડી ત્યારે એમને કંગનાને મારી હતી.

ફૈઝલ ખાન.

image source

આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાન સાથેનો વિવાદ જગજાહેર છે. ફૈઝલે ફિલ્મ મેલાંથી ડેબ્યુ કર્યું હતું. થોડી ફિલ્મોમાં કામ કર્યા પછી ફૈઝલ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા અને એ માટે એમને આમિર ખાનને જવાબદાર ગણાવ્યા. એમનું કહેવું હતું કે આમિરે એમને ઘરમાં કેદ કરીને રાખ્યા હતા. એમને માનસિક રીતે બીમાર ગણાવીને દવાઓ લેવા માટે પણ મજબુર કરવામાં આવતા હતા. ફૈઝલએ આમિર પર સંપત્તિ પચાવી પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફૈઝલ દ્વારા આમિર પર લગાવાયેલા આરોપથી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ થઈ ગયો હતો. જો કે આમિરે પોતાના બચાવમાં કહ્યું હતું કે ફૈઝલ માનસિક બીમારીથી પીડિત છે એ કારણે આવી વાતો કરે છે.

અમિતાભ બચ્ચન.

image source

બોલિવુડના લિજેન્ડ બિગ બીનું પોતાના ભાઈ અજીતાભ સાથે કઈ સારું બોન્ડિંગ નથી. અત્યાર સુધી બચ્ચન ફેમેલીનો કોઈ વિવાદ બહાર નથી આવ્યો તો પછી અજીતાભ સાથે ખરાબ સંબંધનું કારણ શું છે એ આજ સુધી ખબર નથી પડી પણ એ હકીકત છે કે અજીતાભ બિગ બીના કોઈપણ ફંક્શનમાં ક્યારેય નથી દેખાયા.

રણબીર કપૂર.

image source

રણબીર કપૂરને પણ પોતાના પિતા ઋષિ કપૂર સાથે અણબનાવ હતો. આ અણબનાવ એટલો વધી ગયો કે રણબીર પોતાનું અલગ ઘર લઈને રહેવા લાગ્યા. કહેવામાં આવે છે કે ઋષિ કપિર એ સમયે રણવીર અને કેટરીનાના સંબંધથી ખુશ નહોતા અને રણબીર કેટરીના સાથે લિવ ઇન માં રહેવા માંગતા બતા, આ જ વાત પર બંને વચ્ચે વિવાદ સર્જાયો અને રણબીરે વહર છોડીને અલગ રહેવાનો નિર્ણય કર્યો.

રેખા.

image source

રેખા તેના પિતા જેમિની ગણેશનની ગેરકાયદેસર સંતાન હતી અને તમે જાણો છો કે જેમિનીએ પણ રેખાને ઓળખવાની ના પાડી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં રેખાએ એની જાતે જ કહ્યું હતું કે તેના પિતા એક વાર તેમના બાળકોને સ્કૂલમાં લેવા આવ્યા હતા, પણ તે રેખાની નજીકથી પસાર થઈ ગયા, પણ એમને એવું બતાવવાનો પ્રયત્ન કર્યો જાણે એ રેખાને ઓળખતા જ નથી.

આશા ભોંસલે.

image source

તમે જાણો છો એમ લિજેન્ડ સિંગર આશા ભોંસલે લતા મંગેશકરની બહેન પણ છે અને મોટાભાગના લોકો જાણે છે કે આશા ભોંસલેનો લતા જી સાથેનો સંબંધ ક્યારેય બહુ સારો નથી રહ્યો. એવું કહેવામાં આવે છે કે આશાજીએ પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને લતા જી તેમના આ નિર્ણયથી ખૂબ નારાજ હતા અને આ નારાજગી હંમેશા તેમના સંબંધોમાં જળવાઈ રહી.

મલ્લિકા શેરાવત.

image source

આ લિસ્ટમાં મલ્લિકા શેરાવતનું નામ પણ શામેલ છે. જ્યારે મલ્લિકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય લીધો ત્યારે તેમનો પરિવાર તેનાથી ખૂબ ગુસ્સે થયો હતો. મલ્લિકાના બોલ્ડ ફિલ્મો કરવાના નિર્ણયોએ વાતને વધુ ખરાબ બનાવી દીધી હતી, પણ સમયની સાથે બધું સામાન્ય થઈ ગયું છે.

સુરવીન ચાવલા.

image source

સુરવીન ચાવલાનો પરિવાર ઇચ્છતો ન હતો કે સુરવીન એક્ટિંગ ક્ષેત્રમાં કરિયર બનાવે. પણ માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ, સુરવીને અભિનય ક્ષેત્રેમાં પોતાનું કરિયર બનાવ્યું. ફિલ્મ ‘હેટ સ્ટોરી 2’ પછી, સુરવીનના તેના પરિવાર સાથેના સંબંધો ખૂબ બગડ્યા હતા, પરંતુ હવે તેના પરિવારમાં પણ ધીમે ધીમે બધું સારું થઈ રહ્યું છે.

આદિત્ય નારાયણ.

image source

એવું કહેવામાં આવે છે કે સિંગર ઉદિત નારાયણે એક મહિલા સાથે લગ્ન કર્યા અને તેને નેપાળમાં જ છોડી દીધી. અને પછી તેની સાથે છૂટાછેડા લીધા વિના ઉદિત નારાયણે દીપા સાથે પ્રેમલગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે આદિત્ય તેના પિતાની આ વાતથી ખૂબ જ નારાજ હતો અને આ કારણોસર તેમના સંબંધો પણ બગડતા હતા.પણ હવે પિતા-પુત્ર બધું ભૂલી ગયા છે અને ઉદિત નારાયણ હાલમાં પુત્ર આદિત્યના લગ્નની તૈયારી કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.