આ દિગ્ગજ કોમેડિયનને જાનથી મારી નાખવાની ધમકી મળતા ફફડાટ, ગૃહ પ્રધાન અમિત શાહને કરી મદદ માટે અપીલ

બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ હાલના તબક્કે કોમેડીનું સ્વરૂપ પણ બદલાઇ રહ્યું છે.સાથોસાથ કોમેડીની ગુણવત્તામાં પણ મોટો સુધારો થયો છે. આજે સ્ટેન્ડ અપ કોમેડીની વાહ વાહ બોલાય છે.

જ્હોની વોકર,મેહમૂદ, ઓમ પ્રકાશ, મુકરી,ટુનટુન,કાદરખાન જ્હોની લીવર અને અર્શદ વારસી એટલે હાસ્યના ધોધ.હિન્દી ફિલ્મોના સદાબહાર કહી શકાય તેવા હાસ્ય કલાકારા(કોમેડિયન).અચ્છા અભિનેતા પણ ખરા.સાંઇઠ અને સિત્તેરના દાયકામાં આ બધાં હાસ્ય કલાકારોએ જુદા જુદા પ્રસંગો,અંગભંગીમાઓ,ગીતો અને સંવાદોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. સમય જતાં આલા દરજ્જાના હાસ્ય કલાકારોનો મોટો શૂન્યાવકાશ સર્જાયો,ઉપરાંત અમિતાભ બચ્ચન, ગોવિંદા, અજય દેવગણ,અનિલ કપૂર વગેરે અમુક અભિનેતાઓ પણ કોમેડી કરવા લાગ્યા.પરિણામે બોલીવુડમાં જાણે કે કોમડિયનોનું મહત્વ ઓછું થવા લાગ્યું. જોકે આજે ચિત્ર ઘણા અંશે બદલાયું છે.

image source

અગાઉ કોમેડી ફક્ત ફિલ્મોમાં જ અનુભવવા મળતી.આજે ટેલિવિઝન પર એક અથવા બીજા સ્વરૂપમાં હાસ્યનો ધોધ જરૂર વરસી રહ્યો છે. ટીવી પર હાસ્યના કાર્યક્રમો,સિરિયલો અને સ્પર્ધાઓ રજૂ થાય છે. એક કદમ આગળ વધીને હવે તો લોકો મોબાઇલના અતિ નાનકડા સ્ક્રિન પર પણ વિડિયો દ્વારા હાસ્યના કાર્યક્રમોનો આનંદ માણી શકે છે.ફોડ પાડીને કહીએ તો આજે કપીલ શર્મા,શેખર સુમન અને રાજુ શ્રીવાસ્તવ વગેરે કોમડિયનો લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે.ટીવીના આવા કોમેડી કાર્યક્રમોથી નવી પેઢીનાં કોમેડિયનોને પણ પ્રોત્સાહન મળે છે.હાસ્ય કલાકારોની નવી અને પ્રતિભાશાળી પેઢી તૈયાર થઇ રહી છે.

image source

કોમેડિયન અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. હાસ્ય કલાકારના કહેવા મુજબ, તેને અને તેના સાથીઓ અજિત સક્સેના અને ગરવીત નારંગને ધમકીભર્યા કોલ આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આ ધમકી વોટ્સએપ પરના કોલ દ્વારા મળી છે. રાજુ શ્રીવાસ્તવે આ સમગ્ર મામલે કાનપુર પોલીસમાં ફરિયાદ કરી છે.

image source

પોલીસે પણ આ અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.રાજુ શ્રીવાસ્તવને સાત વર્ષ પહેલાં પણ આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો. તે સમયે તેણે ફોન કરનાર સામે મહારાષ્ટ્રમાં એફઆઈઆર નોંધાવી હતી. હવે આ બાબતને ગંભીરતાથી લેતા હાસ્ય કલાકારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે નંબરથી તેને કોલ કરવાાં આવ્યો છે તે પાકિસ્તાનના કરાચી શહેરનો છે.

આ ધમકીભર્યા કોલ વિશે માહિતી આપતાં રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે તેને ફોન પર કહેવામાં આવી રહ્યું છે કે તેના બાળકોની હત્યા કરવામાં આવશે અને તેની હાલત લખનઉના કમલેશ તિવારી જેવી જ થશે.

image source

તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડની ફિલ્મોમાં નાના રોલ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં અમિતાભ બચ્ચનના લુક-એલાઈક તરીકે ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે ટેલેન્ટ શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ સાથે સ્ટેન્ડ-અપ કોમેડીમાં કામ કર્યું હતું. તેણે બિગ બોસ સીઝન 3માં પણ ભાગ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ