બૉલીવુડ ફિલ્મો ના કેરેકટર ના 21 એવા નામનો જે જાણી ને તમને હાશકારો થશે કે સારું થયું મારા માતાપિતા એ મારું નામ એવું નથી રાખ્યું.

બોલીવુડની ફિલ્મો હંમેશા તેના વિશાલ અને જાહોજલાલી ભરેલા સેટ, થોડું હટકે હોય એવું સ્ટોરી કન્ટેન્ટ, રમુજી ડાયલોગ, સુંદર ગીતો અને અમુક યાદગાર કેરેકટરના લીધે ખૂબ જ જાણીતી છે.

બોલીવુડની ફિલ્મો ની અમુક વાતો, અમુક ડાયલોગ ,અમુક એક્ટર દ્વારા થયેલી એક્ટિંગ તો આપણે ફિલ્મ જેટલી વાર જોઈએ આપણને બસ હસાવ્યા જ કરે છે. સ્ક્રીપટ રાઇટર દ્વારા લખાયેલા જોરદાર ડાયલોગ અને લાજવાબ એક્ટિંગ નવા કારણે અમુક કોમેડી કેરેકટર આપના મગજ પર જાણે છવાઈ જાય છે.આપણે કદાચ ફિલ્મનું નામ ભુલી જઈએ છે પણ એ કોમેડી કેરેકટર નું નામ વર્ષો સુધી આપના મગજમાંથી હટતું નથી. ભલે ને પાત્ર ભજવનાર ની કોમેડી ગમે તેટલી જોરદાર હોય પણ એનું યાદ રહી જાય એવું કોમેડી નામ આપણને વધુ યાદગાર રહે છે.

અહીંયા અમે કેટલાક એવા જ રમુજી અને સાવ અલગ જ હોય એવા બોલીવુડની અમુક ફિલ્મોના કેરેકટર ના નામ દર્શાવ્યા છે.

image source

1.ફુંસુક વાંગડું

ફિલ્મ 3 ઇડિયટ માં આમીરખાન નું નામ ફુંસુક વાંગડું હોય છે જે ઘણું જ અટપટું અને સાંભળવામાં રમુજી લાગે છે.

image source

2-ચતુર રામલિંગમ-

3ઇડિયટ ફિલ્મમાં જ ઓમી વૈદયનું નામ ચતુર રામલિંગમ હોય છે જે એના કેરેકટર પર પરફેક્ટ બંધબેસતું હતું.

image source

3- સરકીટ-

મુન્નાભાઈ એમબીબીએસ અને લાગે રહો મુન્નાભાઈમાં અરશદ વરસી નું નામ સરકીટ છે જે ઘણું જ રમૂજી છે.

image source

4- ખોખા સિંગ

ફિલ્મ ત્રિમૂર્તિમાં મોહન અગાસે નું નામ ખોખા સિંગ હોય જેને સાંભળીને જ હસવું આવી જાય.

image source

5-ધુરંધર ભટવડેકર

ફિલ્મ રંગબેરંગીમાં ઉતપલ દત્તનું નામ ધુરંધર ભટવડેકર છે જેને બોલવામાં આપણી જીભ ય થોઠવાઈ જાય.

 

image source

6- ઇન્સ્પેકટર રંગબેરંગી

ફિલ્મ રૂપ કી રાની ચોરો કા રાજા માં જોની લિવરનું નામ ઇન્સ્પેકટર રંગબેરંગી હોય છે જે જોની લીવરની કોમેડી એક્ટિંગમાં ચાર ચાંદ લગાવતું હતું.

image source

7- સુનામી સિંગ

ફિલ્મ બોડીગાર્ડમ રજત રાવેલ નું નામ સુનામી સિંગ છે જે ઘણું જ હાસ્યાસ્પદ છે.

image source

8- ચુચા

ફિલ્મ ફુકરે માં વરુણ શર્માનું નામ ચુચા છે જે ખૂબ જ ફની છે.

image source

9- છોટા છત્રી

ફિલ્મ આવારા પાગલ દિવાનામાં જોની લિવરનું નામ છોટા છત્રી છે. જેમાં એને એક ગુંડો બતાવવામાં આવ્યો છે.એક ગુંડાનું આવું નામ સાંભળી ભલભલા હસી પડે.

image source

10-બદ્રીનાથ બંસલ

ફિલ્મ બદ્રીનાથ કી દુલહનીયા માં વરુણ ધવનનું નામ બદ્રીનાથ બંસલ હતું. ફિલ્મના મુખ્ય હીરોનું નામ આવું હોય એવું પહેલીવાર બન્યું હશે.

image source

11- ડો. ઘૂંઘરૂં

ફિલ્મ વેલકમ માં પરેશ રાવલનું નામ ડો.ઘૂંઘરૂં હતું.કોઈ ડોક્ટરનું આવું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે.

image source

12- જગત જનની.

ફિલ્મ પીકે માં અનુષ્કા શર્માનું નામ જગત જનની હતું. જે ખરેખર વિચિત્ર લાગતું હતું.

image source

13-કેસરિયા વિલાયતી.

ફિલ્મ રામલખન માં ગુલશન ગ્રોવરનું નામ કેસરિયા વિલાયતી હતું જે સાંભળીને જ હસી પડાય.

image source

14- સૌંદર્ય ભાગ્યલક્ષ્મી વેંકતેશ્વરી બસપા રાવ અક્કા સેન્ડી.

ફિલ્મ હાઉસફુલ 2 માં દીપિકા ની આવું લાબું લચક નામ સાંભળી ને તો હસવું રોકાય નહી.

image source

15- ચંપક ભૂમિયા

આજ કી તાજા ખબર ફિલ્મ માં આ ચંપક ભૂમિયા નામ ખૂબ જ રમુજી હતું.

image source

16-બાંડ્યા

ફિલ્મ ચુપ ચુપકે માં રાજપાલ યાદવ નું નામ બાંડ્યા હતું જે ખૂબ જ હાસ્યાસ્પદ હતું.

Mukesh Tiwari Wiki, Age, Girlfriend, Wife, Family, Biography ...
image source

17.વસૂલી ભાઈ

ફિલ્મ ગોલમાલ રીટર્નસ માં મુકેશ તિવારી નું નામ વસૂલી ભાઈ છે જે ઘણું જ ફની છે.

image source

18.મજનું ભાઈ

ફિલ્મ વેલકમ માં અનિલ કપૂરનું નામ મજનુભાઈ છે જે સાંભળીને જ હસવું આવી જાય.

image source

19.સમોસુ

હાલમાં જ આવેલી ગુજરાતી ફિલ્મ ગોળકેરીના મુખ્ય નાયક મલ્હાર ઠાકરનું નામ આમ તો સાહિલ હતું પણ એને ફિલ્મના મોટાભાગના સમયમાં તેના નામના સોર્ટ ફોર્મ સમોસુ(સાહિલ મોહન સુતરિયા) કહી ને જ બોલાવવા માં આવતો જે સાંભળીને દર્શકો ખૂબ હસ્યાં હતા.

image source

20.ચુલબુલ પાંડે

ફિલ્મ દબંગ માં સલમાન ખાનનું નામ ચુલબુલ પાંડે છે જે એના કેરેકટર ને થોડું ફની બનાવે છે.

image source

21.આદિમાનવ
ધમાલ ફિલ્મમાં જાવેદ જાફરી અને અરશદ વારસીના નામ આદિ અને માનવ છે. અને બન્ને ભાઈઓની ભૂમિકા માં જોવા મળ્યા હતા .જ્યારે આ બન્નેનું નામ સાથે લેવામાં આવે તો એ ખૂબ રમુજી લાગતું.