તસવીરોમાં જોઇ લો ભારતની સૌથી સુંદર 18 મહિલાઓ, જે કરે છે અનેક લોકોના દિલમાં રાજ
ભારતની સૌથી સુંદર ૧૮ મહિલાઓ, જેમણે માત્ર દેશમાં જ નહિ પણ દુનિયામાં પોતાની સુંદરતાની મહોર લગાડી દીધી છે! આ સુંદર મહિલાઓ આ રહી
જો વાત કરીએ તો આપણા દેશની સ્ત્રીઓ સુંદરતાની બાબતમાં દુનિયાની અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે. કારણ કે આપણો દેશ જ અલગ છે, જ્યાંનાં રૂપ રંગ બીજા દેશો કરતાં કંઈક અલગ જ હોય છે.
સુંદરતાની બાબતમાં વિશ્વમાં પણ આપણા દેશની ઘણી જ અભિનેત્રીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે અને તે તેમના અભિનયના કારણે નહિ, પરંતુ પોતાની સુંદરતાના કારણે. આવો જાણીએ કે એવી કઈ ૧૮ સ્ત્રીઓ છે જેને જોઈને દુનિયાભરનાં લોકો પણ એની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
1. માધુરી દીક્ષિત:

બોલિવુડની ધક-ધક ગર્લ એટલે માધુરી દીક્ષિત, જેના અભિનય સાથે તેની સુંદરતાના પણ દુનિયાભરમાં ઘણાં ફેન્સ છે. તેના ડાન્સના પણ ઘણા ચાહકો વિશ્વમાં જોવા મળે છે. માધુરીને “ડાન્સિંગ ડીવા” એવોર્ડથી પણ સન્માનવામાં આવી છે.
2. મધુબાલા:
ફિલ્મ મુગલે-આઝમમાં ફિલ્મફેયર એવોર્ડ વિજેતા મધુબાલાની સુંદરતાની સાથે તેના એક હાસ્યના પણ લોકો ખુબ દીવાના હતા. તેનું મ્રુત્યુ માત્ર ૩૬ વર્ષની ઉંમરમાં જ થઇ ગયું, પરંતુ સુંદરતાની વાત આવે ત્યારે મધુબાલાનું નામ જરૂર આવે છે.
3. વયજંતી માલા:

આ અભિનેત્રીની સુંદર અને કામણગારી આંખોથી પણ તે વિશ્વભરમાં પ્રખ્યાત બની હતી. ફિલ્મોમાં શાસ્ત્રીય ન્રુત્યને કારણે તેને “ટ્વીન્કલ ટોઝ” પણ કહેવામાં આવે છે.
4. ઐશ્વર્યા રાય બચ્ચન:

૧૯૯૪માં મિસ વર્લ્ડનો અવોર્ડ જીતેલી ઐશ્વર્યાની સુંદરતા પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેની માંજરી આંખો પણ તેની સુંદરતાને વધારે છે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.
5. જાહન્વી કપૂર:

શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહન્વીએ પોતાની પહેલી ફિલ્મ “ધડક” દ્વારા જ લોકોનું હ્રદય જીતી લીધું હતું, પોતાના અભિનયની સાથે પોતાની સુંદરતા દ્વારા પણ તેણે ચાહકોમાં પોતાનું નામ બનાવ્યું છે
6. નીરજા ભનોટ:

નીરજા ભનોટ કોઈ અભિનેત્રી નથી, પણ ૫ ડિસેમ્બર ૧૯૮૬ના દિવસે મુંબઈથી અમેરિકાની ઉડાન દરમિયાન યાત્રીઓનો જીવ બચાવવામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર એક બહાદુર સ્ત્રી છે. નીરજાને સૌથી સુંદર સ્ત્રી માનવામાં આવે છે.
7. મહારાણી ગાયત્રી દેવી:

જયપુરની ત્રીજી મહારાણી ગાયત્રી દેવીની સુંદરતાની ચર્ચા પણ દુનિયાભરમાં પ્રખ્યાત હતી. ૧૯૬૦ના દાયકામાં તે 10 સૌથી સુંદર સ્ત્રીઓમાં આવી હતી. ગાયત્રી દેવીને ગાડીઓ તેમજ રમત ગમતનો ખુબ જ શોખ હતો. ૨૦૦૯માં ૯૦ વર્ષની ઉંમરે તેમનું મ્રુત્યુ થયું.
8. નીતા અંબાણી:
ભારતના સૌથી આર્થિક રીતે સધ્ધર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્નીની પણ સુંદરતા આજે પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. નીતા અંબાણી ડાન્સની ખુબ જ શોખીન છે. તેમજ તે સામાજીક કાર્યોમાં પણ સક્રિય છે અને આગળ પડતું યોગદાન ધરાવે છે. તેમજ તે પહેલી ભારતીય મહિલા છે જે ઈન્ટરનેશનલ ઓલિંપીક કમિટીની સદસ્ય છે.
9. મુમતાઝ:

પોતાના અભિનયથી દિલમાં સ્થાન મેળવનારી અભિનેત્રી મુમતાઝ એક સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. તેની મોટી આંખો અને તેમાં કરેલું આઇલાઇનર લોકોને ખુબ જ ગમતું હતું.
10. રાણી પધ્માવતી:

આજે પણ ઇતિહાસમાં રાણી પધ્માવતીની સુંદરતાનું વર્ણન થાય છે. તેમની સુંદરતાના દીવાના એ સમયે ઘણાં હતા, જેમાં આલાઉદ્દીન ખીલજીનો મુખ્ય રીતે સમાવેશ થાય છે.
11. પરવીન બાબી:

પરવીન બાબી પોતાના બોલ્ડ અંદાઝને લીધે ખુબ જ ચર્ચામાં હતી, તેની સુંદરતા બોલીવુડમાં જ નહિ પરંતુ અંડરવર્લ્ડમાં પણ લોકોનાઆકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
12. શ્રેયા ઘોસાલ:

પોતાના સુમધૂર સ્વરથી સૌને તલ્લીન કરનારી ગાયિકા શ્રેયા ઘોસાલ માત્ર તેના આવાજથી નહિ પરંતુ તેની સુંદરતાથી પણ દુનિયાભરમાં પોતાનો ચાહકોને વધારી રહી છે.
13. દીપિકા પાદુકોણ:

અત્યારે બોલીવુડમાં એક ફિલ્મ માટે સૌથી વધુ રકમ લેનારી અભિનેત્રી દીપિકા છે. તેની સુંદરતા અને અભિનયના કારણે તેના ચાહકો દુનિયાભરમાં છે. ખાસ કરીને તેના ગાલ ઉપર પડતા ડિમ્પલ તેની સુંદરતામાં વધારો કરે છે.
14. હેમા માલિની:

“ડ્રિમ ગર્લ”ના નામે ઓળખાતી અભિનેત્રી હેમા માલિની તેના સમયમાં તો ખુબ જ ચર્ચાસ્પદ્ રહેલી જોવા મળી, તેના ચાહકો દુનિયાભરમાં છે. પરંતુ આજે પણ હેમા માલિનીની સુંદરતાની ચર્ચાઓ થતી જોવા મળે છે.
15. પ્રિયંકા ચોપડા:

વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનો અવોર્ડ જીતનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ફક્ત બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ પોતાનો અભિનય અને સુંદરતા બતાવી. તેના દુનિયાભરમાં લાખો ચાહકો છે.
16. માનુષી છિલ્લર:

માનુષીને વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડનો અવોર્ડ મળ્યો છે. તેની સુંદરતાના ચાહકો પણ તમને વિશ્વભરમાં જોવા મળશે.
17. દિયા મિર્ઝા:

મોડલીંગની દુનિયામાંથી આવીને અભિનેત્રી બનેલી દિયા મિર્ઝા ૨૦૦૦માં મિસ એશિયા પેસેફિક રહી છે. જેણે બોલીવુડની ઘણી ફિલ્મમોમાં કામ કર્યું છે. તે અત્યારે “પ્રાણી અને પર્યાવરણ સુરક્ષા” તેમજ “કેન્સર માટે જાગૃતિ અભિયાન” ચલાવે છે.
18. પદ્મલક્ષી:
પદ્મલક્ષી મોડલ, અભિનેત્રી તેમજ એન્કર હોવાની સાથે કેટલાક કુકીંગ પુસ્તકો પણ લખી ચુકી છે. તે ઘણા કુકરી શોને પણ હોસ્ટ કરે છે.