બોલીવુડમાં આજે પણ રાજ ચાલી રહ્યું છે આ પરિવારનું, જાણો કોણ છે આ લિસ્ટમાં…
બોલીવુડમાં અત્યારે નેપોટીઝમ એટલે કે ભાઈ અને ભત્રીજા વાદનો તેમજ ગૃપીઝમનો મુદ્દો ગર્માયેલો છે. આ મુદ્દા પર લોકોનો રોષ સતત સોશીયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. જો કે આ બાબતે રવિના ટંડન, શેખર કપૂર, કંગના રનૌત, અભિનવ કશ્યપ અને સાહિલ ખાન જેવા સેલેબ્રેટી પણ નેપોટીઝમને લઈને પોતાના વિચારો વ્યક્ત કરી ચુક્યા છે. કેટલાક સેલેબ્રેટીએ તો ખુલીને આ બાબતે સલમાન ખાનનું નામ પણ લીધું છે. જો કે આ વાતથી પણ ના કહી શકાય એવું નથી કે બોલીવુડમાં કેટલાક પરિવારોનો દબદબો રહ્યો છે. આ પરિવારોમાં કપૂર પરિવારથી લઈને અનેક પરિવારો સામેલ છે. આ લેખમાં અમે બોલીવુડના આવા જ કેટલાક પરિવાર વિશે જણાવવા જઈ રાજ્ય છીએ.
સલીમ ખાન

સલીમ ખાને પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી અને પછી તેઓ પટકથા લેખનમાં લાગી ગયા હતા. જોકે એમણે પોતાની કારકિર્દી વર્ષ ૧૯૬૦માં બારાત ફિલ્મ દ્વારા શરુ કરી હતી. અભિનેતા રહીને સલીમ ખાને લગભગ ૧૪ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. જો એમના પરિવારમાં અત્યાર પણ એમના ત્રણ દીકરા અરબાજ ખાન, સોહિલ ખાન અને સલમાન ખાનનો દબદબો છે. તેમજ એમના જમાઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.
પૃથ્વીરાજ કપૂર

કપૂર પરિવારની શરૂઆત બોલીવુડમાં ઘણી જૂની છે. જેમ કે રાજકપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર પણ અભિનેતા હતા. એમના નામે જ પૃથ્વી થીયેટર બન્યું હતું. ત્યારબાદ એમના આ કાર્યને રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે આગળ વધાર્યું હતું. જો કે ત્યારબાદ રણધીર કપૂર અને ઋષિ કપૂર દ્વારા આ સિલસિલો કરિશ્મા, કરીના અને રણબીર કપૂરના રૂપે હજુ પણ ચાલી રહ્યો છે.
સુરિન્દર કપૂર

આ સિવાય અન્ય કપૂર પરિવારની વાત કરીએ તો અનીલ કપૂરના પિતા સુરિન્દર કપૂરે ડાયરેક્ટર તરીકે વર્ષ ૧૯૭૨થી ફિલ્મ શહજાદા દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ એમણે અનેક ફિલ્મો પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરી છે. આ પરિવારમાં બોની કપુર, અનીલ કપૂર અને સંજય કપૂરે પણ સ્થાન જાળવી રાખ્યું જે હવે અર્જુન કપૂર, જહાનવી કપૂર, સોનમ કપૂર દ્વારા એ ચાલી રહ્યું છે. હાલમાં સંજય કપૂરના પરિવારથી શનાયાના ડેબ્યુની ખબરો પણ આવી રહી છે.
તાહિર હુસૈન

આમીર ખાનના પિતા તાહિર હુસૈને પ્રોડ્યુસર તરીકે ૧૯૭૧માં ફિલ્મ કારવા દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ એમણે અનેક ફિલ્મો બનાવી છે અને ત્રણ ફિલ્મોમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. એમના પરિવારમાં ભાઈ નસીર હુસૈન, પુત્ર અમીર ખાન અને અન્ય હજુ પણ બોલીવુડમાં પોતાના સ્થાને યથાવત રહ્યા છે.
ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રને બોલીવુડમાં ૬ દશ્કનો સમય થઇ ચુક્યો છે. જો કે હવે તેઓ ફિલ્મોથી દુર રહે છે, પણ એમના પરિવારમાંથી હજુ બાળકો એક્ટીવ છે. ધર્મેન્દ્રએ કારકિર્દીની શરૂઆત ૧૯૬૦માં આવેલ ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી આકરી હતી. જો કે ત્યાર પછી શની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ, અભય દેઓલ અને હાલમાં જ કરણ દેઓલ પણ બોલીવુડમાં જોડાયા છે.
શોભના સમર્થ

કાજોલની નાની શોભનાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૪૦ના દશકમાં કરી હતી. જો કે પછી એમણે ડાયરેક્ટર કુમારસેન સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ એમની બંને દીકરી તનુજા અને નુતન પણ ફિલ્મોમાં આવી હતી. વર્તમાન સમયમાં એમના પરિવારથી કાજોલ, પ્રનુતન બહાલ અને મોહશીન બહલ પણ બોલીવુડ સાથે સંકળાયેલા છે.
જીતેન્દ્ર

જીતેન્દ્રએ પોતાના કરિયરની શરૂઆત ૬૦ના દશકમાં કરી હતી. એમની પહેલી ફિલ્મ ‘નવરંગ’ હતી, જો કે એમને અભિનેતા તરીકેની ઓળખ વર્ષ ૧૯૬૪માં આવેલી ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોને’ દ્વારા મળી હતી. એમના પરિવારમાંથી વર્તમાન સમયમાં એકતા કપૂર, તુષાર કપૂર અને અભિષેક કપૂર આજે પણ બોલીવુડમાં છે.
રાજેશ ખન્ના

રાજેશ ખન્નાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૬૦ના દશકમાં કરી જતી. એમની પ્રથમ ફિલ્મ હતી ૧૯૬૬માં આવેલ આખરી ખત, જો કે એમને વાસ્તવિક ઓળખ ૧૯૬૯માં આવેલી ફિલ્મ આરાધના દ્વારા મળી હતી. એમના લગ્ન ડીમ્પલ કાપડિયા સાથે થયા હતા. હાલમાં એમના પરિવારમાંથી દીકરી ટ્વિન્કલ ખન્ના અને જમાઈ અક્ષય કુમાર જોડાયેલા છે.
યશ ચોપડા – બીઆર ચોપડા

યશ ચોપડા અને ભાઈ બીઆર ચોપડા અનેક યાદગાર ફિલ્મોના નિર્માતા રહી ચુક્યા છે. જેમાં ધૂળ કે ફૂલ, સિલસિલા, ચાંદની, લમ્હે, ડર, દિલ તો પાગલ હે, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર-જારા મુખ્ય છે. તો બીજી તરફ બીઆર ચોપરાએ પ્રખ્યાત સીરીયલ મહાભારત બનાવી છે. હાલમાં એમના પરિવારમાંથી આદિત્ય ચોપડા અને ઉદય ચોપડા બોલીવુડમાં એક્ટીવ છે.
ડેવિડ ધવન

ડેવિડ ધવને ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દી તાકતવર ફિલ્મ દ્વારા કરી, જે વર્ષ ૧૯૮૯માં આવી હતી. એમની અંતિમ ફિલ્મ કુલી નંબર ૧ છે, જેને એમણે દીકરા વરુણ ધવન અને સારા અલી ખાન સાથે બનાવી હતી. એમના પરિવારમાંથી વરુણ ધવન અને અન્ય લોકો હજુ પણ બોલીવુડમાં સક્રિય છે.
શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે પોતાના કરિયરની શરૂઆત ૬૦ના દશકમાં બંગાળી ફિલ્મો દ્વારા કરી હતી. એમની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૬૪માં આવેલ કાશ્મીર કી કલી હતી. જો કે એમણે નવાબ સાથે લગ્ન કરી લીધા હતા, એમના પરિવારમાંથી અત્યારે પણ સૈફ અલી ખાન, સોહા અલી ખાન, કૃણાલ ખેમુ અને સારા અલી ખાન બોલીવુડમાં સક્રિય જોવા મળે છે.
રોશન લાલ નાગરથ

રોશન પરિવારની શરૂઆત ૫૦ના દશકથી જ બોલીવુડમાં માનવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોશન લાલ નાગરથ જાણીતા મ્યુઝીક કમ્પોઝર હતા. એમણે બાવરે નૈના, મલ્હાર, અનહોની, ચાંદની ચોક, બરસાત કી રાત, દિલ હી તો હૈ જેવી ફિલ્મોમાં મ્યુઝીક આપ્યું હતું. જો કે ત્યારબાદ એમના પુત્ર રાકેશ રોશન અને રાજેશ રોશન અને ઋત્વિક રોશન હાલમાં સક્રિય જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.