હિન્દૂ એક્ટર અને લગ્ન મુસ્લિમ પ્રેમિકા સાથે, વાંચો અનોખા કપલ વિષે…
પ્રેમ ક્યારેય ધર્મ કે જાત જોઇને થતો નથી. એક તરફ આપણા દેશમાં અવારનવાર હિંદુ મુસ્લિમના મુદ્દા પર બબાલ થતી રહે છે. ત્યાંરે બોલિવૂડમાં એવા ઘણા કપલ છે, જે હિંદુ-મુસ્લિમથી દૂર છે. તેમને હિંદુ અને મુસ્લિમથી કોઈ ફરક પડતો નથી. તેમના માટે ઉંમર મહત્વ રાખતી નથી અને ધર્મ પણ મહત્વ રાખતો નથી, એટલે જ તો તેમણે ધર્મ અને અન્ય બંધનો તોડી મુસ્લિમ યુવતીઓ સાથે પોતાના જીવન શરુ કાર્ય છે. તો ચાલો આજે આપને જણાવીએ આવા પ્રેમ અને લગ્ન વિશે.
સુનિલ દત્ત

સુનીલ દત્તે એ સમયની મશહૂર એક્ટ્રેસ નરગીસ સાથે લગ્ન કર્યા હતા. નરગીસ મુસ્લિમ પરિવારની દીકરી છે. પરંતુ સુનિલ નરગીસને એટલો પ્રેમ કરતા હતા કે ધર્મની દીવાલો તોડીને પણ નરગીસને પોતાના જીવનમાં લઇ આવ્યા હતા. આ બંનેની પહેલી મુલાકાત મધર ઇન્ડિયા ફિલ્મના સેટ પર થઇ હતી.
કિશોર કુમાર

કિશોર કુમારે એમના જીવનમાં ૪ લગ્ન કર્યા હતા. મધુબાલા એમની બીજી પત્ની હતી. મધુબાલા મુસ્લિમ પરિવારની દીકરી છે અને તેનું નામ મુમતાજ જહાં બેગમ દહલવી હતું. કહેવાય છે જે મધુબાલા દિલીપ કુમારના પ્રેમમાં હતી. પણ મધુબાલાના પરિવારના સંબંધ માટે તૈયાર ન થયા. ત્યારબાદ એમણે કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા.
ઋત્વિક રોશન

ઋત્વિક રોશને પન મુસ્લિમ પરિવારની દીકરી સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે હાલમાં જ એમના તલાક થઇ ચુક્યા છે. પંજાબી પરિવારથી આવનાર ઋત્વિક રોશન અને મુસ્લિમ પરિવારની દીકરી સુઝેન ખાન માટે ક્યારેય ધર્મ દિવાલ બન્યો નથી. એમણે એકબીજાની સહમતીથી લગ્ન કર્યા હતા.
સુનીલ શેટ્ટી

ઘણા ઓછા લોકો જાણે છે કે સુનિલ શેટ્ટીની પત્ની માના પણ મુસ્લિમ છે. માનાનું આખું નામ માના કાદરી છે. એમના લગ્ન એક ઉદાહરણ પૂરું પાડે છે. સુનિલ માનાને પહેલી નજરમાં જ પોતાનું દિલ આપી ચુક્યા હતા. માના એક સફળ બિઝનેસ વુમન છે. આ બંને જણે વર્ષ ૧૯૯૯માં લગ્ન કર્યા હતા.
રાજ બબ્બર

એક્ટર અને પોલિટિશિયન રાજ બબ્બર પંજાબી પરિવારના છે. હિન્દુ હોવા છતાં પણ રાજ બબ્બરે લગ્ન નાદિરા સાથે કર્યા છે. જો કે રાજ બબ્બર સાથેના લગ્ન પછી નાદિરાએ પોતાના નામ સાથે બબ્બર જોડી દીધું છે. હવે તે નાદીરા બબ્બરના નામથી જ ઓળખાય છે.
મનોજ બાજપેયી

મનોજ બાજપેયીબ લગ્ન બે વાર થયા છે. તેમના પહેલા લગ્ન દિલ્હીની રહેવાસી એક યુવતી સાથે લાંબો સમય ચાલ્યા નહિ અને ફક્ત બે માસમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ એમણે બોલિવૂડ અભિનેત્રી નેહા સાથે વર્ષ ૨૦૦૬માં બીજા લગ્ન કર્યા હતા. આ અભિનેત્રી નેહાનું સાચું નામ શબાના રજા છે.
આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી બોલીવુડમાં ઘણા લાંબા સમયથી છે, પણ આજ સુધી એમને એ જગ્યા મળી નથી, જેની તેઓ તલાશ કરી રહ્યા છે. આદિત્યએ પણ મુસ્લિમ પરિવારની મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમની પત્નીનું નામ ઝરીના વહાબ છે.
સંજય દત્ત

હિન્દુ પરિવારના સંજય દત્તે પણ માન્યતા સાથે લગ્ન કર્યા છે. જો કે માન્યતાનું સાચું નામ દિલનશીન શેખ છે. માન્યતા બોલિવૂડની અમુક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મો જગતમાં પ્રારમ્ભિક સમયમાં માન્યતાને સારા ખાનના નામથી ઓળખવામાં આવતી હતી.
કુણાલ ખેમુ

બોલિવૂડના એક્ટર કુણાલ ખેમુએ પટોડી ખાનદાનની દીકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે. સોહા અને કુણાલનાં લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત થયા છે. સોહા મુસ્લિમ પરિવારની છે અને કુણાલ ખેમુ પોતે હિન્દુ પરિવારના છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.