બોલીવુડના આ કલાકારોએ તેમના ફેનને આપી અનોખી સરપ્રાઈઝ, સુપર…

8 એવા બૉલીવુડ સ્ટાર્સ જેમણે કર્યો તેમને ફેન્સ સાથે કઈક આવો મજાક.

ભારતમાં બોલિવુડના કલાકારોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આપણે સતત એમના ઇન્સ્ટાગ્રામ અપડેજ જોયા કરીએ છે, આપના ઘર કે રૂમમાં એમના પોસ્ટર લગાવીએ છીએ, એમના દરેક ઇન્ટરવ્યુનો વિડીયો જોઈએ છે બસ એક જ આશામાં કે એક દિવસ આપણા મનગમતા હીરો કે હિરોઇન સાથે આપણી મુલાકાત થશે. આપણા મનગમતા હીરો કે હીરોઇન પર આપણે કદાચ એટલે જ સતત ધ્યાન આપતા હોય છે કે જેથી કરીને આપણને એમના વિશે બધી જ માહિતી હોય.

image source

જોકે બધાના આ સપના સાકાર નથી થતા પણ કેટલાક નસીબદાર ફેન્સ હોય છે જે પોતાના બૉલીવુડ ક્રશ દ્વારા થતા પ્રેન્કનો ભાગ બની શકે છે. શુ આપણે એ લકી ફેન ન હોઈ શકીએ?હોલિવુડમાં પ્રેન્ક કરવું ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે પણ ભારતમાં ખૂબ જ મોટી સંખ્યામ ફેન્સ હોવાના કારણે પ્રેન્ક કરવું થોડું અટપટું થઈ પડે છે. આ રીતનો કોઈપણ મજાક કરવા માટે પ્લાનીંગની જરૂર હોય છે. અને જ્યારે આ પ્રેન્ક ફેન્સ પર અજમાવવામાં આવે છે ત્યારે એ ફેન્સના ચહેરા પર ખુશી છવાયેલી જોઈ શકાય છે. આવા જ કેટલાક પરેન્કના વિડીયો આજે અમે તમારી સામે લઈને આવ્યા છે. આ વીડિયો જોઈને ક્યાંક તમને પણ એવું થશે કે કાશ આ ફેનની જગ્યા એ તમેં હોત.

1)રણબીર કપૂર

રણબીર કપૂર એક કાર અને બાઇકની જાણીતી બ્રાન્ડનો સેલ્સમેન બન્યો હતો અને એને ત્યાં ઉભેલા એક કપલને લેટેસ્ટ કાર બતાવી હતી. તમારા મિત્રોને જઈને કહેવું કે મને રણબીર કપૂરે કાર બતાવી એ કેટલું કુલ લાગે, હે ને?

2. અજય દેવગન.

પોતાની ફિલ્મ “શિવાય”માં પ્રમોશન માટે અજય દેવગન એમના કેટલાક ફેન્સને મળ્યા હતા જેમને બિલકુલ અંદાજો ન હતો કે આ મુલાકાતનું શૂટિંગ થઈ રહ્યું છે.

3.વિરાટ કોહલી.

આ ક્રિકેટરને પોતાના ફેન્સ સાથે પ્રેન્ક કરવાનું ગમે છે અને વિરાટ જુદી જુદી બ્રાન્ડ માટે પોતાના ફેન્સ સાથે પ્રેન્ક કરી ચુક્યો છે. વિરાટ એકવાર એક મોલમાં જઈ લોકોને ફ્રીમાં એનર્જી ડ્રિન્ક આપતા દેખાયા હતા અને બીજીવાર કોલકાતાના એક અનાથલયમાં સાન્ટા ક્લોઝ બન્યો હતો. આ બન્ને પ્રેન્ક તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે.

4. રણવીર સિંહ

વિશ્વાસ રાખો કે કોઈપણ બ્રાન્ડની જાહેરાત વગર આવું ફક્ત રણવીર સિંહ જ કરી શકે. એ ઘણીવાર મુંબઈની ગલીઓમાં દેખાયા છે, ક્રિશના કોસ્ચ્યુમમાં ડાન્સ કરતા દેખાયા છે ફક્ત ને ફક્ત પોતાના ફેન્સને મળવા માટે. આપણે રણવીરની એનર્જી લેવલને ખૂબ જ પ્રેમ કરીએ છીએ એમ કોઈ શંકાને સ્થાન નથી.

5.વિકી કૌશલ અને યામી ગૌતમ.

પોતાની ફિલ્મ યુરીના પ્રમોશન માટે વિકી અને યામીએ બાંદ્રાના રેડિયો મિર્ચી પર પોતાના એક ફેન પર પ્રેન્ક કર્યો હતો.)

6. સોનુ નિગમ .

પ્રેન્ક કરવા માટે સોનુ નિગમ એક ઘરબાર વગરના વ્યક્તિની જેમ કપડાં પહેર્યા હતા એટલું જ નહીં તે મુંબઈની ગલીઓમાં હાર્મોનિયમ લઈને બેસી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.