ખરેખર સરહદો તો માણસે બનાવી છે અને કુદરતે તો ત્યાં પણ પોતાની સુંદરતા પાથરી છે…
આ ધરતી કેટલી સુંદર છે, તેનો અંદાજ આપણે આકાશમાં જઈને જ લગાવી શકીએ છીએ. કુદરતે આખી ધરતી પર પ્રેમ વિખરેલો છે. પરંતુ માણસોએ આ ધરતી પર સીમાઓ બનાવી દીધી છે. ધર્મ, ભાષાના આધાર પર સીમાડા નક્કી થયા, અને દેશ બન્યા. સમગ્ર દુનિયા પર દરેક વ્યક્તિના હકને આપણે માણસોએ જ નાબૂદ કરી દીધા. પરંતુ તેમ છતાં આપણે કુદરતે સર્જેલી સુંદરતા નષ્ટ કરી શક્યા નથી. આકાશની ઊંચાઈ પરથી જ્યારે આ સીમાઓને જોવામાં આવી, તો ચિત્ર કંઈક અલગ જ હતું. તેને શબ્દોમાં રજૂ કરવું બહુ જ મુશ્કેલ છે. તો આજે આપણે બે બોર્ડર વચ્ચે છુપાયેલી સુંદરતાને જોઈશું.
અમેરિકા અને મેક્સિકોની બોર્ડરની વચ્ચે આ દિવાલ અંદાજે 2000 માઈલની છે.

બ્રાઝિલ અને આર્જેન્ટિનાને અલગ કરે છે આ ઝરણું, પરંતુ તેનો કોઈ જ વાંક નથી.

ઈજિપ્ત અને ઈઝરાયેલના બોર્ડરની આ તસવીર બંને દેશોની ભિન્નતા બતાવે છે.

ઝામ્બેઝી નદી આફ્રિકા, ઝિમ્બાબ્વે અને ઝામ્બીયાને અલગ કરે છે.

નેધરલેન્ડ અને બેલ્જિયમની વચ્ચે બસ આ એક કોફી હાઉસ ઉભું છે.

Skadar સરોવરનો એક હિસ્સો Montenegroમાં છે, તો બીજો આલ્બાનીયામાં.

એરીઝોના અને ઉતાહની વચ્ચોવચ્ચ લાલ રણ આવેલું છે.

બ્રાઝિલનું શહેર Foz Do Iguaçu અને और Paraguayનું શહેર Ciudad Del Esteને અલગ કરે છે અને જોડે પણ છે આ બંને બ્રિજ.
સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં ચાર દેશ છે. ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ

ઈરાકની સીમા 6 દેશોથી ઘેરેયાલી છે. ટર્કી, જોર્ડન, સીરિયા, ઈરાન, કુવૈત અને સાઉદી અરબ.

એક ઓપરા હાઉસ અમેરિકા અને કેનેડાની વચ્ચેની લકીર છે.
સ્પેન અને બ્રિટનની વચ્ચે કંઈક આવી દિવાલ છે.

મોરક્કો અને સ્પેનની વચ્ચોવચ આ જાળી છે, જેને ગેરકાયેદસર કામ રોકવા માટે લગાવવામાં આવી છે.

રણની રેતીથી ઇજિપ્ત અને સુડાનની વ્ચચે બોર્ડર બની છે.

ફ્રાન્સ અને ઈટલીની વચ્ચે આ પહાડ બોર્ડર બનીને ઉભો છે.

પોલેન્ડ અને સ્લોવાકિયાની વચ્ચે આવુ જ અંતર જોઈ શકાય છે.
પાકિસ્તાન અને ચીનને કારાકોરમ હાઈવે જોડે છે. તે દુનિયાનો સૌથી ઊંચો હાઈવે છે.

આ લાલ રંગની દિવાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ઉભી છે.

બરફથી ઢંકાયેલા નોર્વે અને સ્વીડનની વચ્ચે આવેલ આ બોર્ડર પર ફરવાની મજા જ કંઈક અલગ છે.

ચીન અને નેપાળની વચ્ચે હિમાલયની ઊંચાઈ સ્પષ્ટ દેખાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.