બોર્ડર ફિલ્મ તો તમને યાદ જ હશે ને? જુઓ હવે કેવા લાગે છે બધા અભિનેતાઓ…

ભારતના સિનેમા ઘરોમાં દર વર્ષે અનેક ફિલ્મો રીલીઝ થાય છે, ચાલે છે અને ઉતરી પણ જાય છે. જો કે અહીના સિનેમામાં રિલીઝ થતી ફિલ્મોના લાંબા લિસ્ટમાં માત્ર બોલિવૂડ નહીં, સાઉથ, રીજનલ અને હૉલિવૂડ ફિલ્મો પણ સામેલ હોય છે. આ દરેક ક્ષેત્રની ફિલ્મોમાંથી અમુક જુજ ફિલ્મો જ ઇતિહાસ રચતી હોય છે. આજ આપણે એવી જ એક ફિલ્મ વિશે વાત કરી રહ્યા છુએ.

image source

1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારીત

આ ફિલ્મનું નામ છે બોર્ડર, આજે પણ જ્યારે વૉર ફિલ્મની વાત થાય ત્યારે સૌથી પહેલાં બોર્ડર ફિલ્મનું જ નામ યાદ આવે છે. 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં 1971ના યુદ્ધ પર આધારીત છે. ‘બોર્ડર’ ફિલ્મને જે.પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી. ‘બોર્ડર’ ફિલ્મના ગીત અને ડાયલોગ્સ આજે પણ એટલા જ ફેમસ છે જેટલા ત્યારે થયાં હતાં. મીડિયાના અહેવાલ પ્રમાણે આ ફિલ્મે એ સમયે 40 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

13 જૂન, 1997ના દિવસે રિલીઝ થયેલી ‘બોર્ડર’ ફિલ્મે 25 વર્ષ પૂરાં કર્યા છે. ત્યારે અમે આપને ફિલ્મની સ્ટારકાસ્ટના લૂક કેટલા બદલાયા છે, એ વિશે જણાવીએ.

સની દેઓલ

image source

આ ફિલ્મમાં સની દેઓલે મેજર કુલદિપસિંહ ચાંદપુરીનો રોલ પ્લે કર્યો હતો. આપને જણાવી દઈએ કે આ ફિલ્મના મુખ્ય કિરદાર જ સની દેઓલ હતા. આ ફિલ્મમાં સની દેઓલનો મથુરા દાસવાળો ડાયલોગ આજે પણ અનેક લોકો મજાક મજાકમાં ઓફિસની રજાઓ માટે ઉપયોગમાં લેતા હોય છે.

સુનિલ શેટ્ટી

image source

સુનિલ શેટ્ટીએ આ ફિલ્મમાં વતનની ધૂળ માટે એમાં ભળી જવાનું મંજુર હોય એવા બાહોશ કિરદાર કેપ્ટન ભૈરોસિંહનો રોલ પ્લે કર્યો હતો. જે લગ્નના બીજા જ દિવસે માતૃભૂમિની રક્ષામાં આવી જાય છે.

અક્ષય ખન્ના

image source

અક્ષય ખન્નાએ આ ફિલ્મમાં લેફ્ટિનેન્ટ ધર્મવીર સિંહનો રોલ પ્લે કર્યો હતો. બોર્ડર ફિલ્મનું સૌથી જાણીતું ગીત સંદેશે આતે હૈ ખુબ જ સુપરહિટ થયું હતું. આજે પણ આ ગીત અનેક લોકોના મોસ્ટ ફેવરેટ ગીતોના લીસ્ટમાં સામેલ છે.

જેકી શ્રોફ

image source

બોર્ડર ફિલ્મમાં જેકી શ્રોફે વિંગ કમાન્ડર એન.ડી બાજવાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં એક્શન સીન ખૂબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યા હતાં. આ ફિલ્મમાં જેકી શ્રોફે ફરી એક વાર એ સાબિત કર્યું હતું કે અમિનય ક્ષેત્રમાં તે શ્રેષ્ઠ અભિનેતા છે.

પૂજા ભટ્ટ

image source

બોર્ડર ફિલ્મમાં પૂજા ભટ્ટે આઇકોનિક પાત્રને ભજવી બતાવ્યું હતું. ફિલ્મમાં પૂજા ભટ્ટના કમલાવાળા રોલને ખૂબ જ પસંદ કરાયો હતો. આપને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ એ મહેશ ભટ્ટની દીકરી અને આલિયા ભટ્ટની મોટી બહેન છે. જો કે હવે પૂજા ભટ્ટ ફરી એક વાર જલદી જ સડક 2 ફિલ્મમાં જોવા મળશે.

પુનિત ઇસ્સર

image source

પુનિત ઇસ્સરે બોર્ડર આ ફિલ્મમાં સૂબેદાર રતન સિંહનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મની ખાસ વાત એ હતી કે ફિલ્મમાં એક ફોજીના જીવનને ફોજીની જ દ્રષ્ટીએ રજુ કરવામાં આવ્યું હતું.

તબ્બૂ

image source

આ ફિલ્મમાં તબ્બૂએ મેજર કુલદિપ સિંહની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તબ્બૂની એક્ટિંગ પણ લોકોને ઘણી ગમી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.