વાંચો આ મહિલા વિશે, જે દસ વર્ષથી માટી વગર જ ઘરમાં ઉગાડે છે ફળો અને શાકભાજી

અશક્ય વસ્તુ કેવી રીતે બની ગઈ શક્ય, દસ વર્ષથી આ મહિલા માટી વગર ટેરેસ પર ઉગાડે છે ફળો અને શાકભાજી

શીર્ષક જોઇને જ આપ સમજી ગયા હશો, કે આ લેખ પ્લાન્ટિંગ વિશે છે. એટલે જો તમે પણ ગાર્ડનીંગ કરવાના શોખીન છો? અથવા જો તમે શોખીન તો છો, પણ તમારા પાસે એના માટે જગ્યા નથી. તો હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પુણેના આ મહિલા એટલે કે નીલા રીનાવિકર તમારા માટે એક પ્રેરણાદાયી તરકીબ લાવ્યા છે. આપને જાણીને આશ્ચર્ય જરૂર થશે પણ નીલા ઘરના ટેરેસ પર જ શાકભાજી અને ફળો ઉગાડે છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય થઇ શકે? માટી વગર કેવી રીતે ફળ અને શાકભાજી ઉગે? પણ નીલાએ આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તેઓ છેલા દશ વર્ષથી શાકભાજી અને ફળો પોતાના ટેરેસ પર જ ઉગાડે છે. જો કે નીલા વ્યવસાયે એકાઉન્ટન્ટ છે અને મેરેથોન રનર પણ રહી ચુકી છે.પણ એમના શાકભાજી અને ફળો વાવવાના શોખને કારણે તેઓ ઘરની છત પર જ ૪૫૦ સ્ક્વેર ફિટના વિસ્તારમાં ફળો, ફૂલો અને શાકભાજીની ખેતી કરે છે.

નીલા માટીનો ઉપયોગ નથી કરતી

image source

ફળ અને શાકભાજી ઉગાડવા માટે નીલા માટીનો ઉપયોગ નથી કરતી. નીલા આ ખેતી માટે કિચનના વેસ્ટનો ઉપયોગ કરે છે. એટલે કે તે સુકાયેલા પાન અને ગોબરનો ઉપયોગ કરીને એમાંથી એક પ્રકારનું કમ્પોસ્ટ તૈયાર કરે છે, અને એ તૈયાર થયેલા કમ્પોસ્ટમાં જ છોડ પણ લગાવે છે. કામ્પોસ્ટમાં પાન હોવાથી એમાં માટી વિના પણ ભીનાશ યથાવત રહી શકે છે. જેના કારણે છોડ પણ તરોતાજા અને સ્વસ્થ વાતાવરણ મેળવી શકે છે. નીલાના જણાવ્યા પ્રમાણે આ કામ ઓછી મહેનતે અને ઓછા સમયમાં જ થઇ શકે છે.

ઈન્ટરનેટ પરથી આ અંગે માહિતી મેળવી

image source

માટી વિના ઓછી જગ્યામાં ખેતી કેવી રીતે કરવી એ વિશેની માહિતી નીલાએ ઈન્ટરનેટના માધ્યમથી મેળવી હતી. એમણે આ આયોજન કરવા માટે યુટ્યુબ પર વિવિધ વિડીયો જોયા હતા. આ સાથે જ એમણે એક છોડ ઉઘાડવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એની ઝીણવટ ભરી માહિતી સમજવાની શરુ કરી અને પછી આ પ્રયોગને એમણે વાસ્તવિક બનાવ્યો જો કે કમ્પોસ્ટ બનાવવા માટે એમણે સુકા પાંદડા, ડાળખીઓ અને છાણને એક ડબ્બામાં ભેગા કર્યા હતા. આ મિશ્રણમાંથી એક મહિના બાદ ખાતર તૈયાર થયું હતું.

માટી વિનાની ખેતીના ત્રણ ફાયદા પણ છે

image source

જો કે નીલાએ ખેતીની શરૂઆત કાકડીના બીજ રોપીને કરી હતી. પહેલી વાર એમણે એક બાટલીમાં કાકડીના બીજ રોપ્યા હતા, જો કે લગભગ ૪૦ જેટલા દિવસ પછી આ બાટલીમાં લગાવેલા બીજમાંથી 2 ખીરા તૈયાર થયા હતા. આ જોઇને નીલાનો ઉત્સાહ વધ્યો હતો અને પછીથી એમણે ટામેટા, મરચા વગેરે પણ ઉગાડવાનું શરુ કર્યું હતું. નીલાએ આ અંગે જણાવ્યું હતું કે, માટી વિનાની ખેતી કરવાના ત્રણ ફાયદા પણ છે. કારણ કે આ પ્રકારે ઉઘાડવામાં આવતા છોડના કીડા નથી પડતા અને નકામું ઘાસ પણ ઉઘતું નથી. તેમજ ત્રીજો ફાયદો એ છે કે કમ્પોસ્ટ દ્વારા તૈયાર થયેલા છોડમાં માટી કરતા વધારે પોષણ મળે છે.

લોકોને ઓર્ગેનિક ખેતી માટેની ટીપ્સ પણ આપે છે

image source

આ ખેતીની શરૂઆત કર્યા પછી હવે નીલાના ગાર્ડનમાં કુલ ૧૦૦ જેટલા ડબ્બાઓ છે. આ ગાર્ડનમાં તેઓ અલગ અલગ પ્રકારના ફૂલ અને શાકભાજી પણ ઉઘાડે છે. એમના ગાર્ડનમાં તૈયાર થયેલા ફાળો તેમજ શાકભાજી તેઓ એમના મિત્રોમાં પણ વહેચી દે છે. એટલું જ નહી ફેસબુકમાં નીલા મિત્રો સાથે મળીને એક ગ્રુપ પણ ચલાવે છે, જેમાં ૩૦ હજાર જેટલા લોકો જોડાયેલા છે. આ ગ્રુપ દ્વારા તેઓ લોકોને ઓર્ગેનિક ખેતી કરવા માટેની ટીપ્સ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span