Covid-19- બ્રાઝિલમાં શબ માટે જગ્યા નથી, અમેરિકામાં 10 દિવસમાં બમણા થયા મોતના આંકડા.

Covid-19- બ્રાઝિલમાં શબ માટે જગ્યા નથી, અમેરિકામાં 10 દિવસમાં બમણા થયા મોતના આંકડા.Covid19

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો કોરોના વાયરસ કોરોના ને હળવી શરદી ખાંસી કહી તેની ગંભીરતા ને અવગણી રહ્યા હતા. અને હવે સ્થિતિ એ છે કે ત્યાંના મનોસના એક હોસ્પિટલમાં રેફ્રીઝજરેટર ટ્રકમાં એક શબની ઉપર બીજું શબ મુકવામાં આવ્યું છે અને બુલડોઝરની મદદથી સામુહિક કબરો ખોદવા માં આવી રહી છે. અહીંયા રોજ મોતના આંકડા 20થી વધીને 100 થઈ ગયા છે. દેશમાં 4000થી વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 60000 સુધી પહોંચવા આવી છે. બીજી બાજુ, લોકડાઉન હટાવવા માટે થઈ રહેલા પ્રદર્શનો નો ખુદ રાષ્ટ્રપતિ પણ સમર્થન કરી રહ્યા છે. સૌથી શક્તિશાળી દેશોની આવી છે દશા, બેરોજગાર થઈ શકે છે 4 કરોડ લોકો.

image source

અમેરિકામાં પણ મોતનો આંકડો 53000 ને વટાવી ચૂકયો છે. જ્યારે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા તો અધધ 950000 થી પણ વધુ છે.

દેશમાં રોજ સરેરાશ 2000 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. દુનિયામાં કોરોના ના કારણે જીવ ગુમાવી ચૂકેલા 1.95+ લાખથી પણ વધુ લોકોમાં અમેરિકામાં સૌથી વધારે મોત નિપજ્યા છે. अમેરિકમાં મૃત્યુના સાચા આંકડા તો 55000 ને પાર માનવા માં આવે છે. કારણકે મોટાભાગે રાજ્યો ફક્ત હોસ્પિટલમાં મરનાર લોકોની સંખ્યાનો જ રિપોર્ટ બનાવી રહયા છે જ્યારે ઘરે જ મૃત્યુ પામનાર લોકોના આંકડા ને આ રિપોર્ટમાં નથી ઉમેરવામાં આવી રહ્યા.

image source

સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન(સીડીસી) અનુસાર દેશમાં દર વર્ષે ફેલાનાર સીઝનલ ફ્લૂથી પાછલા 9 સિઝનમાંથી 7 સિઝન ના આંકડા મેળવીને જોઈએ તો પણ કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યા વધારે છે. ફલૂથી 2011-12માં સૌથી ઓછા 12 હજાર અને 2017-18માં સૌથી વધારે 61 હજાર લોકોના મૃત્યુ નોંધાયા હતા. જોકે કોરોના વાયરસનો આંકડો વર્ષ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુની મહામારીથી ઘણો દૂર છે. સ્પેનિશ ફલૂ દરમ્યાન 6.75 લાખ અમેરિકન નાગરિકો એ જીવ ગુમાવ્યા હતા. કોરોના વાયરસના આંકડાઓ એ 1950-53ની વચ્ચે થયેલા કોરિયન યુદ્ધમાં મરણ પામેલા 36,516ના આંકડાને ઘણો જ પાછળ પાડી દીધો છે.

યુરોપ: કેર હોમમાં થયા અડધા થી વધારે લોકોના મૃત્યુ

યુરોપના જે દેશોમાં કોરોના ના કારણે સૌથી વધારે મોત નિપજ્યા છે એમાં પ્રથમ સ્થાને ઇટલી છે જ્યાં 26,384 લોકો મરણ ને શરણ થયા છે. બીજા સ્થાને છે સ્પેન જ્યાં 22,902 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ત્રીજા સ્થાને છે ફ્રાન્સ જ્યાં 22,616 લોકોના મોત થયા છે. અને ચોથા સ્થાને છે બ્રિટન જ્યાં અત્યારસુધીમાં 20,319 લોકો એ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

image source

પાંચમા સ્થાને છે બેલ્ઝિયમ જ્યાં અત્યારસુધીમાં 6917 લોકો મર્યા છે, છઠ્ઠા સ્થાને છે જર્મની જ્યાં 5877 લોકો મરી ચુક્યા છે.આ દરમ્યાન બ્રિટનમાં લોકડાઉન અંગે વાટાઘાટો શરૂ છે પણ ત્યાં છેલ્લા 24 કલાકમાં 700થી વધારે લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા છે.

પાકિસ્તાનમાં 12,723 લોકો કોરોના સંક્રમિત

image source

પાકિસ્તાનમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી 79 ટકા કેસ સ્થાનિક સંક્રમણ ના સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓ એ શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસ જેવા ઘાતક વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી ને 12,000થી વધુ થઈ ગઈ છે.અને સંક્રમનના કારણે મરનારની સંખ્યા 269 થઈ ગઈ છે.તેમજ 2866 લોકો સારવાર લઈ સાજા થઈ ચૂક્યા છે. પાકિસ્તાનમાં લોકડાઉન 9 મેં સુધી વધારી દેવામાં આવ્યું છે.

ચીન: નવા 6 કેસથી નિયંત્રણમાં આવ્યું કોરોના સંક્રમણ

image source

ચીનમાં કોરોના વાયરસના નવા કેસો ઘટી ને હવે એકલ દોકલ થઈ ગયા છે.અને અલિબાબા અને ટેનસેંટ જેવી મોટી કંપનીઓએ કોવિડ-19ની તપાસ માટે બુકિંગ સેવાઓ શરૂ કરી છે.ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું છે કે દેશમાં 6 નવા કોરોના કેસ આવ્યા છે