બ્રિટનના PM બોરિસ જ્હોન્સને કહ્યું- જે રીતે ભગવાન રામે રાવણને હરાવ્યો એમ આપણો દેશ કોરોનાને હરાવશે

હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર ભારત જ નહીં પણ આખા વિશ્વમાં રહેતા હિંદુ લોકો માટે આ તહેવારનું એક ખાસ મહત્વ રહેલું છે.

image source

ત્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જે સંબોધન આપ્યું એ હાલમા ચારેકોર ચર્ચાઈ રહ્યું છે. તેમણે દેશમાં રહેતા હિંદુ સમુદાયને દિવાળીના અભિનંદન આપ્યા હતા અને બે શબ્દો કહ્યા છે.

image source

PM બોરિસ જ્હોન્સને દરેક લોકોને સંબોધન આપતા કહ્યું કે- જે રીતે ભગવાન રામ અને સીતાએ રાવણને હરાવ્યો હતો, ઠીક એ રીતે આપણે કોરોનાને હરાવીશું. તેમણે કહ્યું કે, ચોક્કસ રીતે આવનારા સમયમાં મોટો પડકાર આપણી સામે ઉભો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના લોકો એક થઇને કોરોના વાયરસને હરાવશે. બોરિસ જ્હોન્સને ‘આઈગ્લોબલ દિપાવલી મહોત્સવ 2020’નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતા કહ્યું કે, દેશના લોકો સંપૂર્ણ એકતા અને દ્રઢ ઇચ્છાશક્તિના બળ પર કોરોનાનો સામનો કરશે.

image source

બોરિસ જ્હોન્સને આગળ કહ્યું કે, આપણે લોકો સાથે મળીને કોરોના વાયરસને હરાવીશું. જેમ દિવાળીનો તહેવાર આપણને એ શીખવે છે કે અંધકાર સામે પ્રકાશની જીત થાય છે, અજ્ઞાન પર જ્ઞાનની અને ખરાબ પર સારાની જીત થાય છે, એ જ રીતે આપણે કોરોના પર વિજય મેળવીશું. સંબંધોનમાં પીએમ બોરિસે કહ્યું કે, “જે રીતે ભગવાન રામ અને તેમની પત્ની સીતા રાક્ષસ રાવણને હરાવીને પોતાના ઘરે પાછા ફર્યા હતા અને આ ખુશીમાં લાખો દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, એ જ રીતે આપણે આપણો રસ્તો શોધી શકીએ છીએ અને વિજય મેળવી શકીએ છીએ. આ વખતે પ્રકાશપર્વ દિવાળી બ્રિટનમાં કોરોના વાયરસ લૉકડાઉનની વચ્ચે મનાવવામાં આવશે.

image source

આગળ વાત કરતાં બ્રિટિશ પીએમે દેશમાં રહેતા ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી જે આપણા માટે ખરેખર ખુશીની વાત કરી શકાય. તેમણે આગળ વાત કરતાં કહ્યું કે, “હું જાણું છું કે દૂરથી ઉત્સવ મનાવવો સરળ નથી. એ પણ ત્યારે જ્યારે તમે પોતાના પરિવાર સાથે ભેગા થાઓ છો, પોતાના દોસ્તોને ત્યાં જાઓ છો અથવા તેમની સાથે દિવાળીનો જશ્ન મનાવો છો. સાથે જ તમારી પાસે જ્યારે સમોસા હોય અથવા ગુલાબજાંબુ તો હોય જ.

image source

એક તરફ દિવાળી છે તો બીજી તરફ કોરોના પણ છે. તો જો ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ છેલ્લા આજે કોરોના વાયરસના કેસમાં ગઇ કાલ કરતા આજે 26 કેસ ઓછા નોંધાય છે.

image source

આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1020 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,80,699એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3763એ પહોંચ્યો છે. જ્યારે 819 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.09 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,191 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.