પિતાની માનસિક સ્થિતિ સારી નહિં, માતા ખેતરમાં મજૂરી કામ કરે, બહેનનુ સ્વપ્ન પૂરું કરવા વાંચો તો ખરા ભાઇએ કેવી કરી મદદ

ઘરમાં આર્થિક તંગીના કારણે ભાઈ પોતાના સ્વપ્ન ન પુરા કરી શક્યો – પણ બહેન માટે બધું જ કરી છૂટ્યો – અને બહેને પુરું કર્યું સ્વપ્ન
હીન્દીમાં એક કહેવત છે જહાં ચાહ વહાં રાહ અને ગુજરાતીમાં છે મન હોય તો માળવે જવાય. બસ જો તમારું મન લક્ષ પામવા માટે મક્કમ બની જાય તો દુનિયાની કોઈ જ શક્તિ તમને તમારા લક્ષ સુધી પહોંચવા માટે નથી રોકી શકતી. અને આપણી આસપાસ જે પણ સફળ લોકો છે તેમણે સંઘર્ષ કર્યા વગર તે મુકામ હાંસલ નથી કર્યું હોતું. તેમને પણ ડગલેને પગલે સંઘર્ષ કરવો પડ્યો હશે. પણ જ્યારે બધી જ પિરિસ્થિતિ વિપરીત હોય અને ઘરના લોકોની જવાબદારી તમારા પર હોય ત્યારે ત્યારે માણસના હાથમાં કશું જ નથી હોતું અને તેણે પોતાના સ્વપ્નો સંકેલી લેવા પડે છે અને મૂળભૂત જરૂરિયાતો માટે લાગી પડવુ પડે છે. આવો જ એક યુવાન મહારાષ્ટ્રના નાંદેડમાં રહે છે જેણે પોતાના સ્વપ્નોને બાજુ પર મુકીને ઘરની જવાબદારીઓ ઉઠાવી છે. પણ પોતાની બહેનના સ્વપ્ન પૂરા થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું.

image source

અને તેની બહેને પણ પોતાના ભાઈના સ્વપ્નને પોતાનું સ્વપ્ન બનાવી લીધું અને તેને પુરું પણ કર્યું. ઘરની જરૂરિયાતો પુરી કરવા માટે આખુએ કુટુંબ ખૂબ મહેનત કરે છે. પિતાની માનસિક સ્થિતિ નબળી હોવાથી, માતા ખેત મજૂરીનુ કામ કરે છે જ્યારે મોટો ભાઈ રીક્ષા ચલાવી પરિવારનું પેટિયુ રળે છે. પણ નાની બહેનનું સ્વપ્ન પુરુ કરવામાં કોઈ જ ઓછપ નથી આવવા દીધી.

image source

હમણા થોડા દિવસ પહેલાં જ MPSC રિઝલ્ટ આવ્યું અને તેમાં ત્રીજા નંબરે આવી વસીમા શેખ તેણેની ડેપ્યુટી કલેક્ટર તરીકેની પસંદગી થઈ છે. આ પહેલાં તેણી 2018માં સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે પણ પસંદ થઈ હતી, પણ તેનું સ્વપ્ન હંમેશથી ડેપ્યુટી કલેક્ટર બનવાનું રહ્યું હતું. તેના મોટા ભાઈનું પણ સ્વપ્નુ હતું કે તે કોઈ મોટો અધિકારી બને પણ ઘરની નબળી આર્થિક સ્થિતિના કારણે તે પોતાનું સ્વપ્ન ન પુરું કરી શક્યો અને પોતાના સ્વપ્નોની બલી ચડાવીને તેણે રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવ્યું. પણ તેણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું તેની બહેનનું સ્વપ્ન ચોક્કસ પુરુ થાય. તે પોતે પણ MPSCની તૈયારી કરી ચૂક્યો હતો પણ આર્થિક તંગીના કારણે તે પરિક્ષા નહોતો આપી શક્યો.

image source

ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામેલી વસીમાં પરિણિત છે 3 જૂન 2015ના રોજ તેના નિકાહ થયા હતા હાલ તેના પતિ પણ MPSCની તૈયારી કરી રહ્ય છે. વસીમા ગ્રેજ્યુએટ છે 2018માં તેણીની પસંદગી સેલ્સ ટેક્સ ઓફિસર તરીકે થઈ હતી, બસ ત્યારથી જ તેના કુટુંબના સારા દિવસોની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્રના નાંદેડના જોશી સાંઘવી ગામમાં વસીમા રહેતી હતી, તેણી પોતાની ગરીબી વિષે જણાવે છે કે તેણે અત્યંદ ગરીબીનો સામનો કર્યો છે. તેણી હંમેશથી ઇચ્છતી હતી કે સારો અભ્યાસ કરીને તે પોતાના પરિવાર માટે કંઈક કરે અને છેવટે તેણીનું તે સ્વપ્ન પુરુ થયું. તેણીએ આજે જે કંઈ પણ હાંસલ કર્યું છે તેનો શ્રેય તે પોતાના ભાઈ અને માતાને આપે છે. તેણી પોતાના ભાઈ વિષે જણાવે છે કે જો તેના ભાઈએ તેને ભણાવવા પાછળ આટલી મહેનત ન કરી હોત તો તે ક્યારેય અહીં ન પહોંચી શકી હોત.

image source

વસીમાં પોતાના ગામથી પાંચ કિ.મી, દૂર આવેલા જોશી સખ ગામમાં ચાલીને શાળાએ જતી હતી. વસીમાંના કુટુંબમાં ચાર બહેન અને બે ભાઈ, માતા અને પિતા છે. તેનો એક ભાઈ ઇમિટેશન જ્વેલરીનો ધંધો કરે છે. વસીમા પોતાના સંઘર્ષથી લોકોને પ્રેરતા જણાવે છે કે જીવનમાં લક્ષ પામવના માટે તમે અમીર છો કે ગરીબ છો તે જરા પણ મહત્ત્વનું નથી. તેણીએ 12મા ધોરણ સુધી મરાઠી મિડિયમમાં અભ્યાસ કર્યો. 10માં ધોરણમાં તેણી 90 ટકા લાવી હતી જ્યારે 12મા ધોરણમાં તેણીએ 95 ટકા મેળવ્યા હતા. કોલેજના અભ્યાસ માટે તેણી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી કારણ કે તેણીના ગામમાં કોઈ કોલેજ નહોતી. જો કે પોતાના દાદા-દાદીના ઘરેથી તેણીએ 1 કિ.મી ચાલીને કંધાર જવું પડતું અને ત્યાંથી તેણી પોતાની કોલેજ માટે બસ પકડતી. આમ કેટલાએ સંઘર્ષ છતાં મક્કમ આત્મવિશ્વાસ સાથે તેણીએ આજે પોતાનું આ પદ મેળવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.